________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૧૬૯
પ્રભુ એનું જેને ભાન થયું એ જગતમાં સુખી છે. સુખિયા જગતમેં સંત દુરિજન દુઃખીયા.. આહા.. હા.. હા..! આ બધા દુઃખિયા ફરે છે જગતમાં સાચી વાત હશે?
અહીં તો કહે છે મોક્ષ અવસ્થા કોને કહીએ કે આગામી અનંતકાળ સુધી રહેનારી અને જે અતુલ-ઉપમા રહિત છે. આહા! એ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન છે અંદર એ જયારે પર્યાયમાં અનુભવ કરી અંતરમાં-દશામાં પૂર્ણ આનંદ થયો એની ઉપમા કેમ દેવી? કોની ઉપમા દેવી શું એમ કહેવું કે ઇન્દ્રના સુખ કરતા અનંતગણું સુખ મોક્ષમાં? ઇન્દ્રના સુખ તો ઝેરના સુખ છે, આ આત્માનું સુખ તો અતીન્દ્રિય સુખ છે, તો અતીન્દ્રિય સુખને કોઈ ઉપમા છે? નહીં... સમજાય છે કાંઈ ? આહા !
અતુલ અને ઉપમા રહિત છે. કયા કારણથી ? “ વન્ધવ્હેવાત્” બન્ધને મૂળ સત્તામાંથી નાશ કરી નાખે એવા. લ્યો! જેમ એ ચણાના ઉપરના ફોતરા નાશ થાય છે અને ચણો (શેકાયને) પાકો થાય છે અને પછી તે ઉગતો નથી અને મીઠાશ આપે છે... એ મીઠાશ આવી ક્યાંથી?
કાચા ચણામાં મીઠાશ ન હતી. તુરાશ હતી- અને પાકા ચણામાં મીઠાશ આવી એ ક્યાંથી આવી? એ શું બહારથી આવી છે? ... અંદરમાં મીઠાશ પડી હતી તે બહાર આવી છે... શેકવાથી આવી છે? તો (કોઈ) લાકડાને શેકે, કોલસાને શેકે તો મીઠાશ બહાર આવવી જોઈએને ? ચાણામાં (તો) મીઠાશ પડી છે. એ શેકવાથી બહાર આવી. એ મીઠાશ જેમ છે એમ આત્મામાં અતીન્દ્રિય આનંદની મીઠાશ છે. ચણો તો એ (પોતાની) મીઠાશને જાણતો નથી... અને ચણાની મીઠાશનું જ્ઞાન થયું એ ચણાની મીઠાશનું નથી. આહાહાહાહા !
એ સમયે એ પર્યાયમાં જે જ્ઞાન થયું એ પોતાના કારણે થયું છે... ‘ ચણામાં મીઠાશ છે’ એવું જ્ઞાન હોં! એ જ્ઞાનમાં પોતાનું જ્ઞાન તન્મય છે... તો જે જ્ઞાનમાં મીઠાશનું જ્ઞાન છે એવું એ જ્ઞાન જો અનંતજ્ઞાનની મીઠાશમાં લાગી જાય... આહા! અનંત આનંદ અંદર ભર્યો છે. એમાં મીઠાશ લાગી જાય અંદરમાં તો પર્યાયમાં પૂર્ણ આનંદ થઈ જાય છે. આગામી કાળમાં પછી એનો કોઈ નાશ નથી છે? કેમકે આઠ કર્મ છે... અને રાગ-દ્વેષ-પુન્ય-પાપ એ ભાવ કર્મ છે... જડ કર્મ આઠ છે એ બધાનો નાશ થાય છે.
કયા કારણથી?
મૂળ સત્તાનો (કર્મની ) નાશ થવાથી.
કેવું છે શુદ્ધ જ્ઞાન ?
‘નિત્યોદ્યોતસ્ફુટિત્તસહનાવસ્થમ્” શાશ્વત પ્રકાશથી પ્રગટ થયું છે. આત્મા જેવો શાશ્વત અવિનાશી છે એની શક્તિઓ અનંત આનંદાદિ શાશ્વત છે. એવો પર્યાયમાં શાશ્વત અતીન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો.. આહાહા! વસ્તુ શાશ્વત ગુણ શાશ્વત- પર્યાય અવસ્થા શાશ્વત ! દ્રવ્ય ગુણ શાશ્વત, અને પર્યાય જે અસ્થિરતાની અશાશ્વત હતી સંસારની, રાગ-દ્વેષની તો હવે જેવું દ્રવ્ય શાશ્વત, વસ્તુ! એની શક્તિ ગુણ આનંદ આદિ શાશ્વત, એવી પર્યાય શાશ્વત થઈ ગઈ. આહાહાહા !
આવો આ ઉપદેશ કઈ જાતનો હશે? દયા પાળવી, વ્રત કરવા, દેશની સેવા કરવી. કોણ કરે ? ભગવાન ! આહા ! તારા શરીરમાં રોગ આવે છે તો એને મટાડવાની શક્તિ તને નથી... શરીર જડ છે... તો પરને તું મટાડી શકીશ ? અભિમાન છે.. અજ્ઞાનમાં અહીં તો કહે છે પોતાને મટાડી શકે છે નિત્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com