________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૫૭ આહા... હા ! પુદ્ગલ પોતે પરિણમીને તે રાગ-વ્યાપ્ય તેનું થયું છે. સમજાય છે ને ભાઈ....? સમજાય છે? આવો મારગ ! અરે...
અસ્તિ-નાસ્તિ કરી. (હવે) ત્રીજી વાત, “વ્યાયવ્યાપકભાવનો સંભવ વિના ઝૂંવસ્થિતિ: I' એ ત્રીજું! જ્યાં વ્યાપયવ્યાપકપણું નથી ત્યાં કર્તાકર્મપણું કેવું?
રાગ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતસ્વરૂપમાં તો છે નહીં સમજાણું કાંઈ...? આહા..! દેહની ક્રિયાની તો વાતું ક્યાં ગઈ ?! આહા! શરીર, વાણી, મનની પર્યાય, એનો વ્યાપક પરમાણું ને એનું વ્યાપ્યએ પર્યાય!
આંહી તો આત્મામાં થતા રાગના પરિણામ-ભક્તિના પરિણામસ્તુતિના પરિણામ, પરમાત્મા પદ્રવ્ય છે ને..! એ પરિણામની સાથે અતસ્વરૂપ હોવાથી આત્માને તેનું કર્તાકર્મપણું નથી. સમજાણું કાંઈ..? છે ને... એમાં છે ને...? ત્રણ વાત થઈ.
કર્તાકર્મપણું એટલે કારણ-કાર્યપણું, વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, અને વ્યાપ્યવ્યાપક સિવાય અતત્ સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય નહીં.
માટે “વ્યાધ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી?' આહી.. હા! આવું ઝીણું છે પ્રભુ!
આહા... હા! “અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય' એટલે? વ્યવહાર-રત્નત્રયનો જે વિકલ્પ છે એ આત્માનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક ઈ અતસ્વરૂપમાં હોઈ શકે નહીં ઈ અતત્ સ્વરૂપ છે !
આહી...! કો” ભાઈ..? આવું છે!!
(કહે છે કે, “તિ ઉદ્દામ–વિવેવ–ધર્મર–મદોમારે' ઓહો...! શું કહે છે, શું કળશ. તે કળશ !! ઓહો...! “ આવો પ્રબળ વિવેકરૂપ” આવો પ્રબળ વિવેકરૂપ ! એટલે..? રાગાદિના પરિણામ અતસ્વરૂપ છે ભગવાન જ્ઞાતાના પરિણામ તે તસ્વરૂપ છે. આવો પ્રબળ વિવેક છે!
આહા.. હા! “આવો પ્રબળ વિવેકરૂપ - આવો પ્રબળ ભેદરૂપ-આવો પ્રબળ ભેદજ્ઞાનરૂપ! અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે” –પ્રબળ વિવેકરૂપ-ભેદરૂપ અને જે જ્ઞાનને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે “એવો જ્ઞાનપ્રકાશ.” રાગના પરિણામ તે પુદ્ગલતા પરિણામ તે પુદગલનું વ્યાપ્ય તે અતસ્વરૂપ તે તસ્વરૂપમાં હોય શકે નહીં. ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા તે કર્તા, અને તેના પરિણામ જે સમ્યગ્દર્શનશાનચારિત્ર થાય, એ પરિણામ તેનું વ્યાપ્ય! આહાહા! એ પણ ભેદથી.. (કથન છે !) આવી વાત છે!
નિશ્ચયથી તો એ મોક્ષમાર્ગના પરિણામ પટકારકથી પરિણમતાં પોતાથી છે. આહા. હા! ભગવાન (આત્મદ્રવ્ય) ધ્રુવ છે એ ક્યાં પરિણામ છે? (અપરિણામી છે.)
આહા... હા! શું.. કળશ !!
(કહે છે) વ્યાપયવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય! તો તસ્વરૂપ તો.. ભગવાન જ્ઞાન ને આનંદસ્વરૂપ છે પ્રભુ! એ તસ્વરૂપમાં એનાં જ્ઞાનને આનંદના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ કહી શકાય. પણ... રાગ વ્યાપ્ય અને વ્યાપક આત્મા કોઈ રીતે વિવેકથી–ભેદજ્ઞાન છે ત્યાં ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com