________________
૧૫૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ જાણવાનું જ્ઞાન રાગથી થયું નથી. થયું છે. પોતાથી. પોતાના જ્ઞાન (પર્યાયમાં) જ્ઞાન થયું, તેમાં રાગ નિમિત્ત છે, છતાં તે રાગનું કાર્ય, જીવનું નથી. આહા... હ! છે? “એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે.”
આહા.! રાગનું જ્ઞાન, એમાં એ ( રાગ) નિમિત્ત છે, (જ્ઞાન) આમ તો, પોતાનું પોતાથી થયું છે રાગને જાણવાનું જ્ઞાન પણ જ્ઞાન પોતે પોતાથી થયું છે. એના જ્ઞાનમાં રાગ નિમિત્ત માત્ર છે અને તે શેય-જ્ઞાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં એ રાગ આત્માનું કાર્ય નથી.
આહા.. હા ! રાગનું કાર્ય નથી આત્માનું–ઈ તો પહેલાં આવી ગયું છે. આંહી તો હવે આત્માનું જ્ઞાન થયું રાગનું જ્ઞાન થયું, જ્ઞાન થયું છે પોતાના ઉપાદાનથી. રાગ વ્યવહારરત્તત્રયનો વિકલ્પ છે, નિમિત્તનું જ્ઞાન જ્ઞયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી.
ભાષા તો સાદી છે પણ ભઈ, ભાવ તો... ભાવ તો જે હોય તે આવે એમાં... અને હળવા કરી નખાય કાંઈ ? ... આહા.. હા ! એવું સ્વરૂપ છે!
આહા.. હા! “માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે” લ્યો! વ્યવહારે. (કહ્યું) એ આત્મા જ્ઞાયક છે, એણે સ્વને જાણો.... રાગ છે તેને પરને જાણ્યું, એવું જે શેયજ્ઞાયક (પણું ) તો વ્યવહાર માત્ર! છતાં... તે રાગનું કાર્ય આત્માનું નથી. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે-રાગ આત્માનું કાર્ય નથી, રાગસંબંધી જ્ઞાન જે પોતાથી થયું છે તે જ જ્ઞાતાનું કાર્ય છે. આહા. હા ! છે? માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે એ પણ હજી ભેદ છે આહા... હા! એ આંહી પરથી જુદું બતાવવું છે ને..! નહિતર તો... રાગસંબંધી જ્ઞાન ને પોતાસંબંધી જ્ઞાન, એ જ્ઞાન પોતાથી થયું છે, એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે એ પણ વ્યવહાર કીધો ! (ખરેખર તો) એ જ્ઞાતાના પરિણામ જે થયા પરિણામ, એ પરિણામ કર્યા અને પરિણામ એનું કાર્ય (છે), એને આત્માનું કાર્ય (કહ્યું એ તો) પરથી જુદું પાડવાને કહ્યું છે.
આહા.! આટલા બધા ભેદ, ક્યાં સમજવા! વીતરાગ મારગ એવો છે ભાઈ ! બહુ સૂક્ષ્મ-ઝીણો છે !! હવે, આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. લ્યો! ગાથા પૂરી થઈ, ટીકા (પૂરી થઈ )
કલશ-૪૯
(શાર્દૂલ્તવિક્રીડિત) व्याप्यव्यापकता तदात्मनि भवेत्रैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तुकर्मस्थितिः। ईत्युद्दामविवेकधस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९ ।। (શ્લોકાર્થ) “ચાયવ્યાપી તાત્મનિ ભવેત' - વ્યાયવ્યાપકપણું એટલે કર્તાકર્મપણું તસ્વરૂપમાં જ હોય' –રાગ એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેથી “વ્યાયવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય.' આત્મા વ્યાપક અને એના જ્ઞાનપરિણામ તે વ્યાપ્ય હોય. પરથી જુદું પાડીને બતાવવું છે ને અત્યારે !
આહા..હા! વ્યાપક (ને) વ્યાય, એટલે જ્ઞાનપરિણામ, અને વ્યાપક તે આત્મા. એ તસ્વરૂપમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com