________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૫૩ સ્વસંવેદન-દર્શન-જ્ઞાન-સામાન્ય છું બસ! એવું ક્યાં ભાન થયું એની જ્ઞાનની પર્યાયમાં... રાગનો ભાવ હોય તે રાગ આવે ! પણ રાગને જાણવાનું કાર્ય તે જીવનું છે.
તો રાગને જાણવાનું કાર્ય જીવનું છે તો રાગ એનું કાર્ય આત્માનું છે એમ કેમ નહી? એમ પ્રશ્ન છે.
(જ્ઞાની) રાગને જાણે છે- જાણવાનું કાર્ય તો એનું છે તો... રાગને જાણે છે તો રાગ એનું કાર્ય છે કે નહીં? આહા.. હા! સમજાણું કાંઈ....?
પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ પણ નથી એમ રાગ જાણનારનું કાર્ય છે એમ નથી ! આ-રે આવી વાતું છે!
(કહે છે કે, “કારણ કે પુદ્ગલને' (જુઓ!) ઈ પુદ્ગલના પરિણામને “પુદ્ગલ' કહી દીધું ! (એટલે) અંદર દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો રાગ થાય તેને પહેલાં પુગલના પરિણામ કહ્યાં હતાં, આંહી એને “પુદ્ગલ” કહી દીધાં. સમજાણું કાંઈ...?
આહા. હા “એ પુદ્ગલને અને આત્માને' –ઈ પુદ્ગલપરિણામને “પુદ્ગલ' કહી દીધું, આખાદ્રવ્ય લીધાં ને... બેય ! આહા..“યજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં” –એ પુદગલના પરિણામ કહો કે પુદ્ગલ કહો, રાગ આદિને આહાહા ! વ્યવહારરત્નત્રયનો રાગ અને પુદ્ગલ આંહી કીધું! (એ) પુદ્ગલનું વ્યાપ્ય-કાર્ય છે એથી તે પુદ્ગલ છે એમ કીધું!
“એ પુદગલને અને આત્માને જ્ઞયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર! (એટલે કે) એ રાગને. જાણનારો. જે જણાય એ જ્ઞાયક-શયનો, વ્યવહાર માત્ર સંબંધ! નિશ્ચય સંબંધ તો છે નહીં. આહા ! શય-જ્ઞાયકને ' રાગ શેય અને આત્મા જ્ઞાયક એવો જે શેય-શાયકનો સંબંધ, ઈ વ્યવહાર માત્ર છે આહા! પરમાર્થે તો પોતે જ્ઞાનનો પર્યાય જે થયો એ દ્રવ્ય-ગુણને પર્યાય તે શેય અને તેનો “જાણનાર” !! આવું ઝીણુ છે!
પુદગલને અને આત્માને.' આહાહા! ભગવાનની ભક્તિનો ભાવ, સ્તવન. આમ ચાલતું હોય. (શ્રોતા ) એ તો વિકલ્પ ! (ઉત્તર) વાચન ચાલે વિકલ્પ! પણ આ તો સમતભદ્ર આચાર્ય યાદ આવ્યા! ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી છે ને (સ્વયંભૂસ્તોત્રમાં).
સમતભદ્ર આચાર્ય કહે છે કે પ્રભુ! મને આપની ભક્તિનું વ્યસન પડી ગયું છે એમ કહે છે. છે એમાં..? પોતે સ્તવનમાં કહ્યું છે મારે એ જાતનું વ્યસન છે' ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી ! પણ એમ કહ્યું પ્રભુ! મને વ્યસન છે. (શ્રોતા ) એને તો આંહી “પુદ્ગલ' કહો છો (ઉત્તર) એ રાગ છે, છોડવાનું છે. કેમકે.... ઈ તો પરદેશ છે. શ્રીમદ્ભાં આવ્યું ને. “ જાશું સ્વરૂપ સ્વદેશ”
આહા. હા! અરે, અમારે હજી રાગ બાકી છે, પરદેશ! શેષ કર્મનો ભાગ છે, ભોગવવો અવશેષ રે” એટલો હજી રાગ બાકી છે, પરદેશ! આહા.. હા ! “તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ..' ઈ રાગ જે બાકી છે ભક્તિ આદિનો ઈ પરદેશ છે.
આહા. હા! અંતર ભગવાન સ્વરૂપ સ્વદેશ અનંત. અનંત. ગુણનો સાગર-દરિયો (આત્મા) એ અમારો સ્વદેશ છે, એમાં અમે જવાના છીએ. આહાં.. હા ! એય.. ભાઈ..? આવી વાતું છે.
આ તો બહેને (ચંપાબેને “પરદેશ” શબ્દ (બોલમાં) વાપર્યો છે અને શ્રીમદે ય (શ્રીમદ્રાજચંદ્ર )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com