________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮
શ્રી પ્રવચન રત્નો-૧ અભાવ માટે ભવ છે!” આહા..! એમાં ફરીને ભવ ન રહે તારા એવી ચીજ છે ભગવાન આત્મા !!
(જ્ઞાનીએ) પર્યાયને જ્ઞાયક તરફ વાળી છે! જ્ઞાયકનો આશ્રય લીધો છે, એનો અર્થ એ થયો કે ત્યાં લક્ષ કર્યું છે. કાંઈ પર્યાય શાયકમાં ભળી જતી નથી. એ પર્યાય જે રાગતરફના વલણવાળી આંહી હતી. આહા..! એ જ્ઞાનની પર્યાયને અંદર પર્યાયવાન તરફ વાળી! આહા. હા! અને ઢળેલી જે પર્યાય થઈ, તે જ્ઞાનપર્યાય તે કાળે રાગ થાય છે અને આ જ્ઞાનની પર્યાય થાય છે (એકજ સમયે એ રાગનું કાર્ય છે એમ તો નથી પણ રાગ છે માટે (એનું) જ્ઞાન થયું એમેય નથી. પણ એને બતાવવું છે કે રાગ અને જ્ઞાન એના પરિણામને કરતો તે આત્માને જાણે છે.
આહા... હા! આવું ક્યાં ય મળે એવું નથી ! જ્યાં વીરનો મારગ પ્રવર્યો છે ત્યાં ફેરફાર થઈ ગ્યો છે! અરે પ્રભુ!
આહા ! એ જ્ઞાની રાગના પરિણામને કરતો નથી વ્યાયવ્યાપકથી. એમ છે ને..! “પરંતુ પુદ્ગલપરિણામના જ્ઞાનને' – એ વ્રત ને પુણ્યનો, તપનો વિકલ્પ ઊઠયો જ્ઞાનીને, એ (વિકલ્પ) રાગનું આંહી જ્ઞાન થાય, એમ કહેવું ઈ પણ ફક્ત બતાવવું છે કે રાગનું જ્ઞાન!
પણ.... તેથી તે રાગ કર્તા અને જ્ઞાનપરિણામ કાર્ય એમ નથી. રાગનું જ્ઞાન થયું માટે રાગ કર્તા ને જ્ઞાનના પરિણામ કર્મ એમ નથી. ફકત! “જ્ઞાન થયું” એ બતાવવું છે, એમ બતાવીને “કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે” (એમ કહ્યું પાછું ) આહા... હા! ગજબ ટીકા છે ને..! હું? આ એક લીટી ! સમયસાર!! એટલે...? બીજું કોઈ છે નહીં એની હારે એની જોડમાં
આહા. હા! “એવા પોતાના આત્માને જાણે છે” (હવે કહે છે, “તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો” આહા..! આત્મા રાગના પરિણામનું જ્ઞાનને કરતો એવો આત્માને જાણતો.
તે.. આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન” (એટલે કે) કર્મના અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન! “જ્ઞાનસ્વરૂપ થયો થકો” આમ. “થયો થકો” (કહ્યું તો) કર્તા સિદ્ધ કરવું છે ને... રાગથી નહીં, જ્ઞાનસ્વરૂપ થયો થકો એવો ધર્મી ‘જ્ઞાની છે.
ભાઈ, ગાથા તો સાદી છે પ્રભુ! બાપુ, મારગ તો આ છે ભાઈ...! ધીમેથી. એને પચાવવું પડશે ! અરે..! આવે વખતે નહિ કરે તે કેદિ' કરશે ઈ.. દુનિયા દુનિયાનું જાણે ! આહા! અહિં કહે છે “એ જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે” રાગસ્વરૂપ થયો થકો જ્ઞાની છે એમ નહીં. તો એણે રાગનું જ્ઞાન કર્યું તેથી રાગને જાણતો થકો એમેય નહીં રાગનું જ્ઞાન થયું પણ એ “આત્માને જાણે છે.
આહાહા... હા! ક્યાંય સાંભળવા મળે એવું નથી ત્યાં વાડામાં તે..
એ આત્માને જાણે છે રાગ છે એ પર છે તે પરને જાણવું કહેવું છે અસતવ્યવહાર છે. અને જ્ઞાન જ્ઞાનને જાણે છે એ સભૂતવ્યવહાર છે. એ ય વ્યવહાર હો?
આ આત્મા, આત્મા છે!! આહા.. હા! (એ નિશ્ચય છે ) સમજાય છે કાંઈ.?
હવે, કોંસમાં (પુલપરિણામનું જ્ઞાન, આત્માનું કર્મ, કઈ રીતે છે તે સમજાવે છે એ રાગ થયો-દયા–દાન-વ્રતનો, એનું આંહી જ્ઞાન થયું ! એ પુદ્ગલપરિણામનું જ્ઞાન (કીધું) જે રાગ પરિણામ કીધાં એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com