________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬
શ્રી પ્રવચન રત્નો-૧ આહા... હા! એવો જે અનંતગુણનો સંગ્રહાલય ભગવાન આત્મા એ જેને દષ્ટિમાં આવ્યો એવા આ ધર્મીને પુદ્ગલપરિણામનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન તેનું કાર્ય છે. એ દયા–દાન-વ્રતના પરિણામ તે તેનું કાર્ય નથી. તે પરિણામનું કાર્ય સ્વતંત્ર પુદ્ગલ કરીને, પુદ્ગલ વ્યાપક થઈને, કેમકે પર્યાય ત્યાં છે એટલે પુદ્ગલ વ્યાપક થઈને વિકારનો પરિણામને ત્યાં કરે છે. પર્યાયદષ્ટિવાનને નહીં પણ દ્રવ્યદષ્ટિવાનને આમ છે. સમજાય છે કાંઈ...?
આહા...! હવે, આવું છે લ્યો!
(કહે છે) “પુલ પરિણામના જ્ઞાનને “આહાહા ! વ્યવહાર રત્નત્રયનો જે ભાવ છે તે શુભરાગ છે અને દુનિયા એમ કહે છે કે એ શુભરાગથી શુદ્ધતા થાય! પણ આંહી કહે છે કે એ શુભરાગનું જ્ઞાન છે, એ પરિણામ (જ્ઞાનનું થયું) એ શુભરાગને લઈને પણ નથી એ જ્ઞાનનું પરિણામ, (તો) શું થયું ત્યાં? જ્ઞાનના પરિણામ જ્ઞાનના પરિણામને લઈને થયાં છે સ્વતઃ થયાં છે એ રાગથી આંહી જ્ઞાન પણ થયું નથી તો એ રાગથી શુદ્ધતા થાય? શુભભાવ કરતાં-કરતાં એને શુદ્ધતા થાય? ધણો ફેરફાર.. ધણો ફેરફરા !ભાઈ ? સમજાણું કાંઈ..?
આહા... હા! “પુદ્ગલપરિણામના જ્ઞાનને” આહા.... હા! એટલું ભિન્ન કર્યું છે સમજાવવું છે પણ શું કરે? આહા... હા! કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે એમ કહેવું ઈ એ વ્યવહાર છે પરદ્રવ્યનું (જ્ઞાન) ? એ તો જ્ઞાનનો પર્યાય જ પોતાનો પોતાથી થાય છે. કેવળજ્ઞાનની પર્યાય પણ પકારકપણે પરિણમતાં કેવળજ્ઞાનની પર્યાય કર્તા, તે જ કર્મ, કેવળજ્ઞાનની પર્યાય સાઘન, એ જ સંપ્રદાનઅપાદાન-આધાર એ જ પર્યાય રાખે એમાં લોકાલોક પણ કારણ નહીં ને દ્રવ્યગુણ પણ (કારણ) નહીં. સમજાણું કાંઈ....?
ઝીણું પડે, પણ સમજવા જેવું છે બાપા!
આહા.. હા ! ક્યાં જઈને... સાંભળવા મળે ?! લોકો ક્યાંય સલવાઈને પડ્યા છે! ભાઈ... તું ભગવાન છો ને..! ભગવાન તરીકે તને બોલાવે છે. બોંતેર ગાથામાં (સમયસાર !).
આહા ! પ્રભુ, તને પુણ્ય-પાપના દયા-દાનના ને વ્રતના ને ભક્તિના અને તપના વિકલ્પ, જે રાગ છે, એ અશુચિ છે! એ જડ છે! ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે! અને તે (આગ્નવો ) દુ:ખરૂપ છે !!
જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિમાં તો એને એ પરિણામનું આંહી જ્ઞાન થાય તે જ્ઞાનનો જ્ઞાની કર્તા છે, પણ ઈ ( રાગ) પરિણામનો કર્તા જ્ઞાની નથી ! સમજાય છે કાંઈ..?
ભાષા તો પ્રભુ સાદી છે, ભાવે ય સાદા છે અંદર !!
દ્રવ્ય વ્યાપક નથી એ વ્યાપક તો વ્યવહારથી કહેવાય છે, બાકી તો પર્યાય પર્યાયમાં વ્યાપક છે એ વિકાર પોતાનો છે નહીં. આંહી તો... આકરી. હજી આકરી વાત આવશે અત્યારે તો આટલું હાલે છે!
આહા.... હા! “પુદ્ગલપરિણામના જ્ઞાનને? એટલે એ રાગ થયો છે તેનું જ્ઞાન આંહી થયું છે જ્ઞાનીને, એ જ્ઞાનના પરિણામને “આત્મા કર્મપણે” કર્તા. દ્રવ્યથી (કહ્યું ) વાત સિદ્ધ કરવી છે, એટલે કહ્યું છે. પરથી ભિન્ન પાડયું છે.
ઝીણી વાણ છે બાપુ! એ શબ્દ શબ્દના ભાવ તો અંદર હોય બધાં! ભાવ તો બધાં હોય ( જ્ઞાનમાં)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com