________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૪૫ પૂરણ આનંદનો નાથ (આત્મા) એ પર્યાયમાં એને જણાય છે' છતાં “જાણનાર' ઉપર એની દષ્ટિ નથી એની દષ્ટિ અંશને વર્તમાન રાગ ઉપર છે તેથી જાણવામાં આવતો' છતાં તેને તે “જાણતો” નથી.
આવી વ્યાખ્યા હવે! આકરી પડે માણસોને! શું થાય ભાઈ.! મારગ તો “આ છે. આહા..!
આંહી કહે છે પરંતુ માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને' –પુલપરિણામના જ્ઞાનને એટલે? એ દયા–દાન-વ્રતના પરિણામ એ પુદ્ગલપરિણામ છે. કેમકે જ્ઞાયકસ્વભાવ ભગવાન (આત્મા) ના એ નથી. દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાયકના એ પરિણામ નથી. એ “પુદ્ગલપરિણામના જ્ઞાનને એનાથી (એમ કહીને) વ્યવહાર સિદ્ધ કર્યો છે. “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન” આવ્યું ને બારમી ગાથામાં એ... વ્યવહાર સિદ્ધ કર્યો છે.
આહા. હા! ધર્મી-દ્રવ્યદૃષ્ટિવંતને “પુદગલપરિણામના જ્ઞાનને એ રાગ થાય, વ્યવહાર રત્નત્રયનો, દયા-દાન-વ્રત-ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ એ બધાં પુદ્ગલના પરિણામ છે, તે પુદ્ગલનાં છે, એનું “જ્ઞાન” આંહીં થાય! એય વ્યવહાર છે.
જ્ઞાનના પરિણામમાં જ્ઞાન થાય છે પોતાનું તે સ્વપરપ્રકાશકશક્તિથી થાય છે રાગ છે માટે રાગનું જ્ઞાન થયું-એમ કહેવું છે તો વ્યવહાર છે. ભાઈ..?
ભાઈ....! મારગ તો ધણો ઝીણો છે પ્રભુ! આહાહા! અરે. એને સાંભળવા મળે નહીં, એ કેદિ' વિચારમાં પ્રયોગમાં મૂકે?! આહા...! એ પર્યાયમાં દ્રવ્ય આવું ક્યારે ભાળે ! અને એ કર્યા વિના એનું કાર્ય થાય નહીં! આહાહા...!
આહા... હા.“એ પુદ્ગલપરિણામના જ્ઞાનને ' એટલે કીધું? જરી કંઈક જ્ઞાનની કમજોરીને લઈને રાગ, દયા-દાન-ભક્તિ-પૂજાનો ભાવ આવે! પણ તેના “જ્ઞાનને” એનું જ્ઞાન કહેવું તો સમજાવવું છે એને! બાકી.. તો “જ્ઞાન જ્ઞાનનું છે' - પર્યાયનું જ્ઞાન, પક્કરકપણે પરિણમતું જ્ઞાન, એને આંહી રાગનું જ્ઞાન” (કહીને) નિમિત્તથી સમજાવ્યું છે. સમજાણું કાંઈ.. ?
આરે..! આવી વાતું છે બાપા! આ.. તે તમારે લોકોને.. બહારમાં.. ભાઈ !
આહા.... હા! એ “પુદ્ગલપરિણામના જ્ઞાનને ' આહા. આહા. હા! “કર્મપણે કરતા' –પર્યાય પર્યાયથી કરે છે પણ અહીંયાં દ્રવ્ય એને કરે છે એમ ઉપચારથી કહેવામાં આવ્યું છે.
શું કહ્યું ઈ...? જ્ઞાનીને એટલે જેને દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા ! જેની દષ્ટિમાં આવ્યો... એને રાગ છે તેનું જ્ઞાન થાય, તે જ્ઞાન તેનું કાર્ય છે એમ કહેવાય વ્યવહારે ! આહા. હા! ખરેખર તો... એ પરિણામનું જ્ઞાન કીધું એ નિમિત્તથી કથન છે બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ પકારકપણે પરિણમતાં પોતાથી સ્વતંત્રપણે ઊભાં થાય છે એને નથી રાગની અપેક્ષ, નથી દ્રવ્યગુણની અપેક્ષા !!
સમજાય છે કાંઈ? આવો મારગ છે ભાઈ....! આ ઈશ્વરતાની વાત હાલે છે મોટી !
આહા..! પ્રભુ જણાણો એમ કહે છે, પ્રભુ જણાણો!! (આત્મપ્રભુમાં) અનંત ગુણ છે તો એમાં પ્રભુત્વનું, એમાં એનું રૂપ છે. જ્ઞાનમાં પ્રભુત્વ! દર્શનમાં પ્રભુત્વ! આનંદમાં પ્રભુત્વ! વસ્તુમાં પ્રભુત્વ! અસ્તિત્વમાં પ્રભુત્વ! આહા.. હા! એવાં અનંતગુણમાં, એક-એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે! અને એક-એક ગુણમાં પ્રભુતાનું રૂપ છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com