________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૪૩ અને એકકોર એમ કહેવું. કે. પુણ્યને પાપનું પરિણમન પકારકરૂપે પરિણમે પર્યાયમાં, પકારકપણે પર્યાયથી થાય છે, દ્રવ્યગુણથી નહીં, નિમિત્તથી નહીં.
આહા..એકકોર એમ કહેવું. દ્રવ્યમાં તે સમયની જે પર્યાય છે, તે (તેની) કાળલબ્ધિ છે, તે તે કાળે થવાનો તે કાળલબ્ધિ છે. ત્રણ પ્રકારો થયા )
ચોથું એમ કહેવું.. આહા. હા.. હા! ભાઈ.! આ બધી આવી વાતું છે! (શ્રોતાઃ) ગૂંચવણમાં મૂકી દે! (ઉત્તર) ગૂંચવણ નીકળી જાય એવી વાત છે. (કહે છે) કે જેની પર્યાય ઉપર દૃષ્ટિ છે, તેને જે વિકાર થાય છે તે પકારકપણે પરિણમતા જીવનું કાર્ય છે એમ વ્યવહારે કહેવાય છે. નિશ્ચયથી તોએ પર્યાયનું કાર્ય છે.
આહા. હા! પણ.. જેની દષ્ટિ પર્યાય ઉપરથી હુઠી.. અને જે પર્યાય રાગમાં જતી હતી તે પર્યાયને ધ્રુવમાં વાળી છે-દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તેમાં તે પર્યાયને અંદર વાળી છે, એવા ધર્મી જીવને દયા-દાન-વ્રતાદિના પરિણામ જે છે તે પુદ્ગલના પરિણામ છે જીવના નહીં એમ કહેવામાં આવ્યું છે !
(શ્રોતાઃ) આમ જ જ્ઞાની માને! (ઉત્તર) જ્ઞાની એમ જ જાણે છે અને એમ છે. કારણ તો કહ્યું ! એ દષ્ટિ દ્રવ્ય ઉપર છે અને દ્રવ્યસ્વભવમાં એવો કોઈ ગુણ નથી કે વિકાર કરે!
આહા. હા! ભાઈ ! મારગડા જુદા છે પ્રભુ! એ વાત સર્વજ્ઞભગવાન સિવાય ક્યાંય છે નહીં, સંપ્રદાયમાં ય આ વાત નથી !! ભાઈ....?
અહા..! એકકોર એમ કહેવું કે ઉપાદાન એનું છે તો એનાથી થાય છે, તે તો પર્યાયમાં છે ને પર્યાયની સિદ્ધિ કરવી છે, અસ્તિકાય સિદ્ધ કરવું છે. “પંચાસ્તિકાયમાં જ્યાં લીધું છે ત્યાં વિકારના પરિણામ પારકપણે, વિકારના તેના છે. દ્રવ્યગુણ નહીં, નિમિત્ત નહીં.
પણ.. અહીંયાં તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના જ્ઞાનનું લક્ષણ શું? એંધાણ શું? ચિન્હ શું? એટલે કે. જેની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર થઈ છે અને પર્યાયની દૃષ્ટિ જેને ઉઠી ગઈ છે, એવો જે જ્ઞાની એના જે પરિણામ રાગ ને દ્વેષના છે, ઈ પુદ્ગલ કર્મ સ્વતંત્રપણે કર્તા થઈને તે વિકારનું-રાગનું કાર્ય તેનું છે આહા.. હા ! સમજાય છે કાંઈ....?
અટપટી વાત છે કહે છે! આહા..! મારગ તો એ છે ભાઈ..!
આહા.. હા! “કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી” જોયું...? દ્રવ્યસ્વભાવના દષ્ટિવંત જ્ઞાનીને તે રાગના પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાયવ્યાપક ભાવનો અભાવ હોવાથી તે વિકારને પરમાર્થે જ્ઞાની કરતો નથી.
આહા.. હા” કો” ભાઈ? આવું છે.
ભાષા તો આવે છે, સમજાણું? કે જેની દષ્ટિ અનંતગુણનો પિંડ પવિત્ર છે (આત્માદ્રવ્ય) એના ઉપર ગઈ નથી- એનો સ્વીકાર થયો નથી, એને તો વર્તમાન પર્યાયમાં થતા રાગનો અને દ્વેષનો સ્વીકાર છે એથી તેને વ્યાપ્યવ્યાપક (સંબંધ) છે, રાગ-દ્વેષ તેનામાં છે.
શુભ કે અશુભ-બેય અને દયા–દાન-ભક્તિ-વ્રત-અપવાસનો જે વિકલ્પ થયો એ રાગ, દષ્ટિદ્રવ્યદૃષ્ટિવંતને રાગનો એનો સ્વભાવ નથી, એની દષ્ટિ સ્વભાવ ઉપર છે તેથી તે રાગનું વ્યાપ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com