________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૪૧
UDIઝ
પ્રવચન ક્રમાંક-૧૬૨
દિનાંક: ૭-૧-૭૯
સમયસાર, ગાથા ૭૫, આંહી.. આંહી સુધી તો આવ્યું છે.
જ્ઞાની કેમ ઓળખાય એવો પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું. સમ્યફ થયું એનાં એંધાણ શું? એનાં લક્ષણ શું? એનાં ચિન્હ શું? એમ પ્રશ્ન કરવામાં આવ્યો છે, એના ઉત્તરમાં અહીંયા કહ્યું! (ટકામાં) છેલ્લું!
આહા...“જે સમસ્ત કર્મનો કર્મરૂપ પુદ્ગલપરિણામ' (ટકામાં) નીચેથી છે. (શું કહે છે?) કે જેટલા આત્મામાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ થાય એ બધાં પરિણામ પુદ્ગલના છે.
કેમકે અહીંયા આત્મા છે એ તો અનંતગુણનો પિંડપ્રભુ! એમાં કોઈ ગુણ વિકાર કરે એવો (કોઈ) ગુણ નથી. તેથી અનંત ગુણ જે શુદ્ધ છે, તેનું જેને જ્ઞાન થયું ભાન! એ જીવને રાગ એનું કાર્ય નથી. કેમકે દ્રવ્ય જે સ્વભાવ છે એ શુદ્ધચૈતન્ય પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન! એની જેને દષ્ટિ થઈ છે તેને શુદ્ધ પરિણામનો કર્તા કહેવાય, ઉપચારથી શુદ્ધપરિણામ જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાએ પરિણામનો સ્વભાવના દષ્ટિવંતને ઉપચારથી કર્તા કહેવાય, અને તે શુદ્ધ પરિણામને ઉપચારથી તેનું કાર્ય કહેવાય એમ, ભેદ પડયોને!
ખરેખર તો એ શુદ્ધપરિણામ જે છે. શુદ્ધચૈતન્ય દ્રવ્યની દષ્ટિ થતાં, એ શુદ્ધ પરિણામ છે તે પકારકરૂપે પરિણમતાં ઊભાં થયા છે. શું કહ્યું ઈ...? શુદ્ધ દ્રવ્યને શુદ્ધગુણ સ્વભાવ છે એવી દષ્ટિ થઈ તો ઈ દ્રષ્ટિના જે પરિણામ છે એ ખરેખર તો ષકારકપણે પરિણમતાં ઉત્પન્ન થાય છે એ પરિણામને દ્રવ્યગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ! ઝીણું છે ભાઈ...!
આહા..! અજ્ઞાનમાં પુણને પાપના ભાવ અશુદ્ધનિશ્ચયથી એટલે વ્યવહારથી તેની પર્યાયમાં છે અને તેના જન્મક્ષણે તે કાળે વિકાર થાય- તે ઉત્પન્ન થાય તેનો અજ્ઞાની કર્તા છે ને અજ્ઞાનીનું તે કાર્ય છે.
કેમકે એને જે દ્રવ્યસ્વભાવ ગુણ પવિત્ર છે એની દૃષ્ટિ થઈ નથી અને દૃષ્ટિ ત્યાં રાગના પરિણામ ઉપર હોવાથી અજ્ઞાની રાગનો કર્તા ને રાગ તેનું છે, અને ખરેખર તો.... રાગનું કાર્ય પર્યાયનું છે, એનો કર્તા રાગપર્યાય છે. રાગનો કર્તા રાગ છે. રાગનું કાર્ય રાગ છે, રાગનું સાધન રાગ છે. જેની દષ્ટિ રાગ ઉપર ને વિકાર ઉપર છે તેનાં પરિણામ વિકારના પકારકપણે પરિણમતાં ઉત્પન્ન થાય છે.
આહા... હા! જેની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર છે. ભગવાન આત્મા શુદ્ધ અનંત... અનંત. અનંત જેનો પાર નહીં એટલા ગુણો છે, પણ કોઈ ગુણ વિકારને કરે એવો કોઈ ગુણ નથી (આત્મામાં) તેથી... તે ગુણના ધરનારને દષ્ટિમાં લીધો તેનું કાર્ય, દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, ઈ એનું કાર્ય નથી. એ (કાર્ય તો) પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઈને કર્મ, એ વિકારી પરિણામનો કર્તા છે.
(જુઓ.. !) એક કોર એમ કહેવું કે અશુદ્ધ ઉપાદાનથી જીવમાં વિકાર થાય! એ તો, એની પર્યાયની સિદ્ધિ કરવા. પણ. જ્યારે, આત્માની દૃષ્ટિ જ્યાં પર્યાય પરથી હઠી. અને જે પર્યાય જ્ઞાનની છે, તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com