________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪
શ્રી પ્રવચન રત્નો-૧ કર્મપુદ્ગલ સ્વતંત્ર થઈને કર્તાવ્યાપક થઈને કરે છે. સમજાણું કાંઈ..? હવે આવી વાતું! લોકોને સત મળ્યું નથી, આ વાડા બાંધીને બેઠા ઈ પોતાના પંથ કરવા આ એ નથી ‘આ’!!
આહા... હા! વ્રતને તપને.... અપવાસને.... ભક્તિને... પૂજાને... દાનને... દયાને એવાં પરિણામ અપવાસના... ને એ પરિણામ તો રાગ છે અને એ રાગનું વ્યાપ્યપણું-વ્યાપક છે એ કર્મ છે. આંહી તો (દ્રવ્ય ) સ્વભાવ છે ઈ એનો વ્યાપક ક્યાંથી હોય ?
આહા...! દ્રવ્યસ્વભાવની દષ્ટિ થઈ છે તે જ્ઞાનીને દ્રવ્યસ્વભાવથી એ વિકારી કાર્ય ક્યાંથી થાય? એમ કેમ હોય? હજી (તો) એ દ્રવ્યસ્વભાવની દષ્ટિને નિર્વિકારીપરિણામનું કાર્ય પણ વ્યવહારથી કહેવાય છે, આહા.. હા! ઉપચારથી કહેવાય છે એ. સમજાય છે કાંઈ?
ભાષા તો સાદ છે ને પ્રભુ! ભાવ તો જે છે એ છે! એમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને એવા કોઈ શબ્દો નથી, ધણીસાદી ભાષામાં છે! તે તત્ત્વ જ આવું છે! એની ખબર નથી, એ અજ્ઞાનમાં (જે છે) ઈ રાગમાં જાય છે, એના પરિણામ પુણ્ય-પાપના પરિણામ મારું કાર્ય છે-હું એનો કર્તા છુંવ્યાપ્યવ્યાપકપણે (એમ અજ્ઞાની માને છે ) સમજાય છે કાંઈ.. ?
પણ... ધર્મી જીવ! એટલે કે દ્રવ્યસ્વભાવને દૃષ્ટિમાં લીધેલ જીવ! આહાહા! એને જે પરિણામ થાય નિર્મળ એ નિર્મળપર્યાયનો પણ કર્તા ઉપચારથી કહેવામાં આવે છે, બાકી તો પર્યાય પર્યાયની કર્તા ને પર્યાય એનું કાર્ય! આહાહાહા ! અને તે ધર્મીને દ્રવ્યદૃષ્ટિના-સ્વભાવના જોરને લઈને જે કંઈ પર્યાયમાં કમજોરીને લઈને રાગ-દ્વેષ, દયા આદિના ભાવ થાય, એ પરિણામ સ્વતંત્રપણે કર્મ, કર્તા થઈને કરે છે, કર્તા થઈને તે કરે છે, આત્મા તેનો કર્તા નથી.
આહા. હા! આવું છે બાપા!
(કહે છે કે) “પરમાર્થે કરતો નથી' –કાંઈ કરતો નથી. “પરંતુ હવે આવ્યું છે પરંતુ” માત્ર પુદગલપરિણામના જ્ઞાનને જોયું? જેની દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડી ગઈ છે તેને જે રાગ થાય છે એ રાગનું જ્ઞાન થાય છે એ “જ્ઞાન” એનું કાર્ય છે. છે? “પુદ્ગલપરિણામના જ્ઞાનને ” એટલે કે? આંહી તો.... કેટલીક વાત કરી' તી કાલ. કેટલા” ક કહે છે કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે તેને “જ્ઞાન” કહેવું, નીચે ઊતરી જાય-વિકલ્પમાં આવી જાય, તેને જ્ઞાન ન કહેવું. એમ નથી ! આંહીં તો.. ચોથે ગુણસ્થાનથી ઉપાડી છે વાત.
આહા ! જ્ઞાની કોને કહેવો? કે જેને દ્રવ્ય-વસ્તુ ભગવાન આત્મા, જે અનંતગુણનો પિંડ તે દષ્ટિમાં આવી ગયો છે, જેની વર્તમાન પર્યાય એ પર્યાયવાનને સ્વીકારી લીધો છે. જેને વર્તમાનપર્યાય જ્ઞાનની છે. એ તો કહ્યું “તું કાલે કે “જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે' સતરમી ગાથા (સમયસાર!).
આહા... હા! એ જ્ઞાનની પર્યાયનો જ એવો સ્વભાવ છે કે તેમાં સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણ આનંદ અનંતગુણનો પિંડ એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે.
કેમ કે પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી એને જાણે જ છે. પણ આ અજ્ઞાનીની દષ્ટિ ત્યાં તેના ઉપર નથી. એની દષ્ટિ રાગ ને અંશવર્તમાન તેના. પર હોવાથી તેને જાણવામાં આવતો હોવા છતાં. તે જાણતો નથી અને જે રાગના પરિણામનો કર્તા થઈ અજ્ઞાનપર્યાયદષ્ટિમાં અટકી ગયો છે! આહા..! “પર્યાયમાં સારું (પૂર્ણ) દ્રવ્ય અજ્ઞાનીને પણ એનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી એમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com