________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨
શ્રી પ્રવચન રત્નો-૧ અંતરસ્વભાવમાં લઈ જઈ ધ્રુવમાં લઈ જઈ ને અનુભવ થયો. આહા... હા ! એને દૃષ્ટિના વિષયમાં એ દ્રવ્યસ્વભાવ આવ્યો! એનું કાર્ય તો.. નિશ્ચયથી એ.. શુદ્ધપરિણામ પણ તેનું કાર્ય નથી થયું. શુદ્ધપરિણામ, પરિણામનું કાર્ય છે!
પણ જેની દષ્ટિ રાગ ઉપર છે ને સ્વભાવ ઉપર નથી, તેને રાગનો કર્તા, કરણ ને સાધન કહેવામાં આવે છે.
જ્ઞાનીને પરમાર્થ સમસ્ત કર્મનો કર્મ પુદ્ગલ પરિણામ! પુદ્ગલપરિણામમાં દયા-દાન-વ્રતભક્તિ-કામ-ક્રોધ, બધાં લેવાં.
આહા.. હા! “જે સમસ્ત કર્મનોકમરૂપ પુદગલ પરિણામ તેને જે આત્મા (કરતો નથી) પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી ” – આહા...હા ! જેમ કુંભાર ઘટનો કર્તા નથી એટલે કુંભાર વ્યાપક થઈને ઘટ એનું વ્યાપ્ય થાય એમ નથી.
એ તો માટી પોતે કર્તા થઈને ધડો એનું વ્યાપ્ય નામ કાર્ય છે. એમ બધાં પુણ્ય-પાપના પરિણામ અને આત્માને છે? આ “પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ' –જેમ ઘટનું કાર્ય કુંભારનું નથી એમ જીવમાં થતાં વિકારી પરિણામએ જ્ઞાનીનું વ્યાપ્ય-કાર્ય નથી.
આહા..! આવી વાતું! સમજાણું કાંઈ..?
આહા. હા! “પુલપરિણાને અને આત્માને' -પુદ્ગલપરિણામ એટલે રાગ-દ્વેષ, પુણ્યપાપના પરિણામ, બધા વિકાર. એને અને આત્માને “પુદગલપરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ' (એટલે) જેમ કુંભાર ઘટના કાર્યનો કર્તા નથી તેમ જ્ઞાની પુણ્ય-પાપના પરિણામનો કર્તા નથી.
આહા. હા! “જેમ વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી ' ... પરમાર્થ કરતો નથી... આહા... હા! જેની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી તે દષ્ટિવંતને જે કાંઈ પુણ્યપાપના ભાવ થાય તેનું તેને-જ્ઞાનીને વ્યાપ્યવ્યાપકપણું- કર્તાપણું નથી, એનું (વિકારનું ) વ્યાપ્યવ્યાપકપણું પુદ્ગલમાં જાય છે.
આહા...! ઉપાદાનવાળા વિરોધ કરે, કે થાય વિકાર પર્યાયમાં ને આ કહે કે કર્મને લઈને થાય!
આહાહા! આરે... થાય છે એનાં ઉપાદાનની પર્યાયમાંજ, પણ.. એ અશુદ્ધ ઉપાદાન છે. એથી તેની (જેની) દષ્ટિ શુદ્ધ ઉપાદાન ઉપર ગઈ છે, એનાં એ પરિણામને-વિકારના પરિણામનો કર્તા, એ દ્રવ્યસ્વભાવ નથી એમ છે તેથી જે (વિકારપરિણામ) પર્યાયમાં ઉત્પન્ન થાય અદ્ધરથી એ પુદ્ગલ સ્વતંત્રપણે વ્યાપક થઈને વિકાર થાય છે એ એનું કાર્ય છે !
(શ્રોતાઃ) જીવમાં થાય ને કહેવું પુદગલમાં?! (ઉત્તર) એ કહ્યું ને..! પર્યાયમાં- અશુદ્ધ ઉપાદાનથી એનામાં છે પણ.. દષ્ટિ સ્વભાવ ઉપર પડી છે જ્યાં ! એથી એ પર્યાયમાં ઉત્પન્ન થાય, એ દ્રવ્યનું કાર્ય નથી, તેથી એને કર્મનો સ્વતંત્રપણે કર્તા કહીને વિકાર તેનું વ્યાપ્ય છે-તેનું કાર્ય છે. આહા..! કો “ભાઈ ? આવું છે! આવો મારગ છે બાપા !
એકકોર એમ કહેવું. જીવની જે વિકારની પર્યાય થાય છે તેની તે તે પર્યાયનો તેનો જન્મક્ષણ–તેનો તે તે છે પરથી નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com