________________
૧૩૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ ક્યાં રહેશે ભવિષ્યમાં!! ચોરાશીના અવતારમાં, અજાણ્યા ધરે, અજાણ્યા ક્ષેત્રે અવતરશે!!
માટે કહે છે કે “એકવાર જાણ, તું તારા આત્માને આહા. હા... હા! ભગવાન આત્મા, શુદ્ધગુણ સંપન્ન પ્રભુ છે ને ભાઈ..! એ શુદ્ધગુણ સંપન્નનું વિકારી કાર્ય શી રીતે હોય? વિકારી કાર્ય જે છે એ વ્યવહારનેય ને અશુદ્ધનય છે ને એનામાં..! એ બહારનયનો વિષય જે છે એ કર્મથી થયો છે એમ આંહી સિદ્ધ કરવું છે. આત્માના શુદ્ધગુણોથી વિકાર શી રીતે થાય?
એટલે “પુદગલ સ્વતંત્રપણે” (કરે છે) એમ કીધું પાછું. કર્મના પુદ્ગલો સ્વતંત્રપણે કર્તા થઈને એ દયા–દાન ને ભક્તિ-વ્રતના (આદિ) ભાવ થાય છે! સમજાણું કાંઈ..? કર્તા સિદ્ધ કરવું છે ને..! આ સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ! કર્તાનું ઇષ્ટ-પ્રિય તે તેનું કાર્ય !! તો કર્મ, કર્તા સ્વતંત્રપણે છે, તેનું પુણ્ય-પાપના ભાવ વિકાર તેનું ઈષ્ટ કાર્ય છે.
આહા... હા! આત્માને પુષ્ય-પાપના ભાવ ઇષ્ટ નથી. ધર્મીને પુણ્ય-પાપ ઇષ્ટ નથી. એથી ધર્મીને તે ઇષ્ટકાર્ય જે કર્મનું તેનો તે “જાણનાર' કહેવો, એ પણ વ્યવહારથી છે. (ધર્મી-જ્ઞાની) એનાં જ્ઞાનનાં પરિણામને તે જાણે છે, રાગને નહીં. આહા. હા.! આવું સ્વરૂપ છે!
- થોડું પણ એને સત્ય હોવું જોઈએ ને બાપુ! પરમાત્મા ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ, પરમેશ્વરનું આ વચન છે !!
આહી.. હા! ઈદ્રો ને ગણધરોની સમક્ષમાં, ભગવાન બિરાજે છે, તે વાણી આ રીતે કરી રહ્યા છે! આહા! કુંદકુંદાચાર્ય (ત્યાં) ગયા, ‘આ’ બધું સાંભળ્યું, જ્ઞાની તો હુતા, વિશેષ સ્પષ્ટ થયું !! આવીને “આ” શાસ્ત્ર બનાવ્યાં! આહા...! ભગવાનનો ‘આ’ સંદેશ છે. ત્રણલોકના નાથ, તીર્થંકરદેવ, સર્વજ્ઞપ્રભુ! એનો ‘આ’ સંદેશ છે. કે જે કોઈ ધર્મી અને જ્ઞાની થાય, તેને જે રાગના પરિણામ થાય, તે રાગના પરિણામનો કર્તા, પુદ્ગલ છે! અને તે પણ. આત્માની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના, પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઈને, તે ભગવાનની સ્તુતિનો ભાવ, ભક્તિનો ભાવ, રાગનો ભાવ સ્વતંત્રપણે કરે છે. સમજાણું કાંઈ...?
આહા..! એ' પુદગલપરિણામ !!
(કહે છે કેઃ) “પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પુગલપરિણામનો કર્તા છે સ્વતંત્ર કીધો ને..“અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી આહા.. હા!
એ દયા-દાન-વ્રતના-ભક્તિના, ભગવાનની ભક્તિનો, જે સ્તુતિનો જે રાગ, એ પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી – એ પુલ પરિણામ-રાગભાવ વ્યાપક એવો જે એનાથી સ્વયં વ્યપાતું હોવાથી સ્વયં કાર્ય થતું હોવાથી-પુદ્ગલમાં સ્વયં કાર્ય થતું હોવાથી, આહા.. હા... હા આ કાલ તો આવી ગયું છે.
કહ્યું...? કે જ્ઞાની. ધર્મી. એને કહીએ, કે જેને રાગાદિના પરિણામ, દયા-દાન-ભક્તિ (આદિના) આવે તે પરિણામને સ્વતંત્રપણે કર્મ કર્તા હોવાથી, (એટલે) તે પુણ્ય-પાપના ભાવકર્મનું કાર્ય કર્મનું છે એ ધર્મીનું કાર્ય નહીં, એ સમ્યગ્દષ્ટિ જીવનું એ કાર્ય નહીં. આહા.. હા.
એક બાજુ એમ કહેવું કે “પંચાસ્તિકાયમાં” (કહ્યું છે કે ) જેટલા દયા-દાન-વ્રત-ભક્તિ, કામક્રોધનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com