________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૧૧ જે પર્યાય જ્યાં જે ક્ષેત્રે થાય, જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે રહેશે. તારી કલ્પનાથી એમાં ફેરફાર થાય, કાળ બદલી જાય, પર્યાય બદલી જાય તું બદલી જા, તારી દષ્ટિ જે પુણ્ય-પાપને અશુદ્ધ (પર્યાય) ઉપર છે એને છોડી દે તું, એ તારા અધિકારની વાત છે. આવી વાત ભાઈ..!
કહે છે કે “આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી, એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે' - આત્માની પર્યાયમાં, મલિનતા છે જ નહીં, એવું માનવાથી આકાશના ફૂલની જેમ તો તો આકાશમાં ફૂલ નથી ને છે એમ માનવાથી મિથ્યાત્વ થશે એમ પર્યાયમાં અશુદ્ધતા-મલિનતા નથી એમ માનવાથી મિથ્યાત્વ થશે. પર્યાયમાં, મલિનતા-અશુદ્ધતા ( સર્વથા) નથી જ એમ માનવું મિથ્યાત્વ છે, અને અશુદ્ધ, એમ માનવાથી ધરમ થશે, એવી માન્યતા પણ મિથ્યાત છે અને મારા શુદ્ધસ્વભાવમાં અશુદ્ધતા ધુસી ગઈ છે ( પ્રસરી ગઈ છે ) એવું માનવું પણ મિથ્યાત્વ છે.
આહા... હા! આ આવો. ઉપદેશ હવે! માણસો સાંભળનારા થોડાં! પણ હવે તો ધણાં.. જિજ્ઞાસાથી લોકો સાંભળે છે. આ વખતે જન્મ-યંતિ થઈ, પંદર હજાર-વીસ હજાર માણસો !
વાત તો આ છે અમારી બાપુ! પ્રભુ, તું કોણ છે!? ક્યાં છો?
તું છો, તો તારી પર્યાયમાં, પણ તું છો, પણ પર્યાયમાં મલિનતા છે. એ છોડવા માટે (એને) અસત્યાર્થ કહીને ત્રિકાળનું સત્યાર્થનું શરણ લેવાનું કહ્યું છે.
આહા...હા! માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ અપેક્ષાથી કહ્યું હતું કે શુદ્ધ છે, ત્રિકાળી દ્રવ્યમાં મલિનતા છે જ નહિ, એ (અશુદ્ધતા) પર્યાયમાં નથી એમ કહ્યું નહોતું. અપેક્ષાએ કહે વસ્તુમાં (મલિનતા) નથી.
આહા..! “સ્યાદવાદનું શરણ લઈ ' - સ્યાદવાદ એટલે અપેક્ષાએ કથન કરવું તે. સ્વતંત્ર અપેક્ષાએ, વાદ = કહેવું અથવા જાણવું. સ્યાદ્વાદ, તેનું શરણ લઈને શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ' -પુણ્ય-પાપ મલિતના પર્યાયમાં છે. એમ જાણીને, એની દષ્ટિ છોડીને, ત્રિકાળીનું શરણ લેવું !! આહા... હા !
આમાં કંઈ દયા પાળવી, વ્રત પાળવાં, પૈસા દેવા કોઈ મંદિર કરાવવું કે ભઈ, પાંચ કરોડ રૂપિયા છે તેમાંથી એક કરોડ ધરમમાં ! તારા પાંચેય કરોડ દે તો, એ તો જડ છે તેને ધરમ ક્યાં છે એમાં? (શ્રોતા ) મંદિર થઈ ગ્યું છે! (ઉત્તર) હવે આપણે મંદિર થઈ ગ્યું છે એમ કહે છે. મંદિર નો' તું થયું તો પણ પહેલેથી કહેતાં આવીએ છીએ!
બેંગ્લોરમાં બાર લાખનું મંદિર થયું, અને આ સત્તરમી તારીખે આફ્રિકામાં (નૈરોબીમાં) પંદર લાખનું મંદિર! ખાતમુહૂર્ત કર્યું.
પણ એ તો પારકી ચીજ છે બાપુ! એનાથી બનવાના કાળમાં બને છે, કોઈ કહે છે કે મારાથી બને છે તે ભ્રમ છે. (શ્રોતા ) કડિયાથી તો બનેલ છે ને.! (ઉત્તર) કડિયાથી (પણ) બનતી નથી. એ તો બીજી ચીજ છે એને કોણ બનાવે? એની “જન્મક્ષણ ” છે. પ્રવચનસાર ૧૦૨ ગાથા.
- જે દ્રવ્યની જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય તે તેની જન્મક્ષણ છે. જન્મક્ષણ નામ ઉત્પત્તિનો કાળ છે, તેથી તે ઉત્પન્ન થઈ છે, પરથી બિલકુલ (ઉત્પન્ન) થઈ નથી, ત્રણકાળ, ત્રણલોકમાં!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com