________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦
શ્રી પ્રવચન રત્નો-૧ આહા...! ઓલા તેર બોલ છે ને.! “આત્મધર્મ' ગુજરાતીમાં આવ્યું' તુ “ધૃવ ધામના ધણી, ધ્યાનના” આ બોલ છે ને..! ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધુણી ધગશ ને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. બધા “ધ.. ધા.' છે.
ધ્રુવધામ=પોતાનું ધ્રુવ સ્થાન- નિત્યાનંદ પ્રભુ (આત્મા) પુણ્ય-પાપની પર્યાયથી ભિન્ન, એ ધ્રુવધામ.
ધણી એને ધ્યેય બનાવી
ધ્યાન=એની એકાગ્રતા કરી ધખતી ધુણી=પર્યાયની એકાગ્રતાની ધખતી ધુણી.
ધગશને ધીરજથી ધખાવવી=પોતાના ઉગ્ર પુરુષાર્થથીને ધીરજથી ધખાવવી, અંદર એકાગ્રતા કરવી.
તે ધરમનો ધારક ધર્મી ધન્ય છે. તેર છે, તેર (બોલ છે) આ તો, અમારી પાસે હોય ઈ આવે, બીજું શું આવે...! આપ્યા” તા ને તમને એનો ખુલાસો છે.
અહીં કહે છે “શુદ્ધનયનો વિષય મુખ્ય કરીને પ્રધાન કરીને કહ્યો છે” ત્રિકાળીઆનંદનો નાથ પ્રભુ! છે ને...! આહા! તેનું રક્ષણ લઈ ! તારું શરણ ત્યાં છે, તારુ ધામ ત્યાં છે, તારું સ્થાન ત્યાં છે, તારી શક્તિ ત્યાં છે, તારા ગુણ ત્યાં છે!!
અરે! આવું ક્યાં સાંભળે?! અરે.. રે! મનુષ્યપણું મળ્યું, પણ એમને એમ પચાસ-સાઠ વરસ ગાળે ! પાપમાં ને પાપમાં, જગતમાં એને ક્યાં જાવું ભાઈ ! આહીં તો (કહે છે) પુણ્યનાં પૂર્વના ઉદય આવે કદાચિત તો પણ તે બંધનનું કારણ દુઃખ ને કલેશ છે.
આહા.. હા ! એને દુઃખથી છોડાવવા ને ત્રિકાળ (આત્માની) દષ્ટિ કરાવવા માટે એને શુદ્ધનયને પ્રધાન કરીને-મુખ્ય કરીને- “તે છે” એવું કહ્યું છે. ત્રિકાળી ચીજ! ચિદાનંદપ્રભુ ભગવાન (આત્મા ધ્રુવ છે) પ્રભુ, તારું શરણ પૂર્ણ છે ત્યાં જા. આ મલિનપર્યાય છે તેનાથી હુઠી જા. તારે જો મુક્તિ લેવી હોય ને આનંદ લેવો હોય તો દુઃખી તો થાય છે અનાદિથી છે..?
કહે છે કે “અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી” –અશુદ્ધનય નામ પુણ્ય-પાપના ભાવ, “તે નથી” એમ કહ્યું. અસત્યાર્થ કહ્યા, અભૂતાર્થ કહ્યા, જૂઠા કહ્યા” તો એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી” – આકાશમાં ફૂલ (ઊગતા જ) નથી આકાશને ફૂલ હોય છે? (ના.) એમ જ પુણ્ય-પાપના પરિણામ-અશુદ્ધતા છે જ નહીં, એમ છે નહીં. તારી પર્યાયમાં છે અને છે તો સ્વરૂપની દષ્ટિ કરવાથી તે છૂટી જાય છે, તે (અશુદ્ધતા) દુ:ખ છે દુઃખ!
આહા..! આંખ વિંચાય, તો ખલાસ થઈ ગ્યું! એ પૈસાને શરીરને બધું જ્યાં – જ્યાં છે ત્યાં ત્યાં જ રહેશે. તારા કારણથી પરમાં ફેરફાર થયો? જ્યાં જ્યાં પરમાણુ-પુદ્ગલ, જેવી જેવી પર્યાયમાં છે ત્યાં ત્યાં (તેવી તેવી અવસ્થામાં) રહેશે. એમાં ફેરફાર ગમે તે તું કર, પણ એ ચીજ જે પર્યાય જેવી છે ત્યાં તેવી રહેશે. આહા..! આ આવું આકરું છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com