________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૨૫ કરે છે એ ય વ્યવહાર છે!
“પરિણામ પરિણામને કરે છે' રાગની અપેક્ષ વિના, દ્રવ્યગુણની અપેક્ષા વિના! તેથી તે કળશમાં લીધું છે, એમાં કળશ છે ને.... ઓગણપચાસ! વ્યાપ્ય-વ્યાપક છે ને.. !
દ્રવ્યપરિણામી, પોતાના પરિણામનો કર્તા. વ્યાપ્ય પરિણામ. દ્રવ્યત્રિકાળી વ્યાપક તેમાં આવો ભેદ કરવામાં આવે તો થાય, ન કરવામાં આવે તો નથી થતો !
આહા... હા! જીવતત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું તત્ત્વ તો ભિન્ન છે! ભિન્ન છે તેથી વ્યાપ્યવ્યાપક સબંધ નથી. ભાવાર્થ એ છે કે આત્મા પોતાના પરિણામનો ઉપચારથી કર્તા છે.
આહા... હા! રાગનો કર્તા તો નહીં, પણ રાગસંબંધીનું જ્ઞાન કહેવું, એ નિમિત્ત છે અને એ જ્ઞાનના પરિણામનો કર્તા આત્મા કહેવો, એ ઉપચાર છે.
આહા.... હા! કારણ કે પરિણમન-પર્યાય, પકારકથી સ્વતંત્ર પરિણમે છે, સ્વતંત્રપણે પરિણમે તે કર્તા, એનો બીજો કોઈ કર્તા-કારણ હોય નહીં ! સમજાય છે કાંઈ...? ઝીણું છે બહું!
આહા... હા ! એ પહેલું કીધું ન....! ઉપચાર માત્રથી – પોતાના જ્ઞાનના પરિણામને કરે એ ઉપચાર. એ પરિણામ દ્રવ્યથી કરાયેલો તેથી કૉં, અન્યદ્રવ્યનો તો ઉપચારમાત્રથી પણ નથી.
રાગના પરિણામનું આંહી જ્ઞાન થયું એ તો જ્ઞાનનું જ્ઞાન છે! રાગના પરિણામનું (જ્ઞાન) નથી, છતાં એ સમજાવવું છે તેથી આ રાગ થયો-ભગવાનની સ્તુતિનો આદિ. તે રાગનું જ્ઞાન થયું, એ નિમિત્તનું કથન છે, જ્ઞાન જ્ઞાનથી થયું છે એ રાગથી નથી (થયું) દ્રવ્ય-ગુણથી નથી (થયું).
આહા હા ! એવા જ્ઞાનપણે સ્વતંત્રપણે પકારકપણે પર્યાય પરિણમે છે અને દ્રવ્ય (ને) એનો કર્તા કહેવો-દ્રવ્યસ્વભાવને કર્તા કહેવો એપણ ઉપચાર ને વ્યવહાર છે.
આહા ! સમજાય એવું છે હે! ઝીણું છે માટે ન સમજાય એવું નથી. સમજાણું? (કહે છે કે:) “પરંતુ પુગલપરિણામના જ્ઞાનને” ભાષા છે ભાઈ....! ખરેખર તો એ પરિણામ જ્ઞાન આત્માના ય નથી. પરિણામ પરિણામના છે!! આહાહા... હા! પણ... આંહી સમજાવવું છે એટલે શી રીતે સમજાવવું?
રાગનો કર્તા નથી' એમ સમજાવવું છે. ત્યારે. શું, શેનો કર્તા છે? કે રાગસંબંધીનું જ્ઞાન જે પોતાથી પોતામાં થયું તેનો તે કર્તા કહેવામાં આવે છે. એ પણ ભેદથી-વ્યવહાર (કથન) છે. ગજબ વાત છે !! આવી વાત, સર્વજ્ઞ સિવાય, સંતો-વીતરાગી સંતો સિવાય ક્યાંય હોય નહીં.
આહા.... હા! પુદ્ગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે” જોયું? એ તો રાગને જાણે છે એમે ય નહીંરાગના પરિણામને આત્મા કરતો, પરિણામને જાણે છે, રાગને જાણે છે એમ નહીં. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન” આવે છે ને..! એ અહીં લઈ લીધું! પણ આ તો બાપા! એકેક અક્ષર આતો સર્વજ્ઞની વાતો છે! સર્વશના કેડાયતો-સંતોની વાતું બાપા! આ કાંઈ કથા નથી ! વારતા નથી !
(શું કહે છે) “કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે? જોયું? (એટલે કે) ઈ ઓલા પરિણામને જાણે છે એમ રાગને જાણે છે એમ નહીં. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઊઠ્યો ! આહાહા ! એનું આંહી જ્ઞાતાપણે જ્ઞાન કરે છે પર્યાયમાં. એ પણ વ્યવહારથી (કથન છે) અને પરિણામ પોતાના આત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com