________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૧૫
0
0
%
ગાથા-૭૫
પ્રવચન ક્રમાંક-૧૫૯
દિનાંક ૩-૧-૭૯
5
5
0 3
હવે પૂછે છે' જુઓ! શિષ્યની શૈલી ! શિષ્ય આવું સાંભળ્યું ત્યારે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? જણાય શી રીતે? એનાં લક્ષણ શું? એના ચિન્હ શું? એનાં એંધાણ શું?
આહા. હા! એનાં (જ્ઞાનીનાં) લક્ષણ, ચિન્હ, એંધાણ શું? એમ શિષ્યનો પ્રશ્ન છે, અને ઉત્તર દેવામાં આવે છે.
આહા. હા! ચોથે ગુણસ્થાનેથી જગતનો સાક્ષી થાય છે.
ટીકાઃ “નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુ:ખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ” –આ (કહ્યું) છે ઈ કર્મ, જડકર્મના પરિણામ છે એમ એ લોકો કહે છે. અહીં તો નિશ્ચયથી અંદર જે મોહના પરિણામ થાય (ભાવકર્મ છે)
(શ્રોતા ) જડકર્મના એ (લોકો ) કહે છે? (ઉત્તર) હા, ઈ કરમ-કરમ એ જડના લેવા. અરે! બાપુ તું અરે ભાઈ !
(શ્રોતા.) ભાવકર્મની વાત છે? (ઉત્તર) અંદરમાં થતો જે મોહ – મિથ્યાત્વ ન લેવું અહીંયાં (પરંતુ) પરતરફનો સાવધાનીનો ભાવ લેવો. “રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું મોહ એટલે મિથ્યાત્વ ન લેવું પરતરફની જરી સાવધાની થાય છે અસ્થિરતાની (જ્ઞાનીને) એનો જ્ઞાની સાક્ષી છે.
આહા... હા! “નિશ્ચયથી મોહ, રાગ એટલે પર તરફના પરિણામ-એનો વિસ્તાર. રાગ, દ્વેષ, સુખ, દુ:ખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ
આહા ! લોકો કંઈક! કંઈક! પોતાની કલ્પનાથી. અર્થ કરે! વસ્તુસ્થિતિ કાંઈક રહી જાય છે!!
(શ્રોતા ) એને – ભાવકર્મને જડ કિધાં? (ઉત્તર) ભાવકર્મને જડ લેવાં (સમજવાં) “જે કર્મનું પરિણામ' કહ્યું છે ને...! અને નોકર્મ શરીરાદિ એમ.
(શ્રોતાઃ) મારે તો એમ કહેવું છે કે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ-બધાં કીધાં છે ને?
(ઉત્તર) નોકર્મ પછી આવશે, આમાં આવી ગ્યું ને...! બધું આવી ગ્યું! દ્રવ્યકર્મને કર્મના પરિણામ એ બધું કર્મમાં જાય છે. એ ભાવકર્મનું પરિણામ છે- એ જડનું પરિણામ છે ઈ જડમાં જાય છે, એથી કર્મ ય આવી ગ્યું ને આ એ આવી ગયું!
આહા.. હા.. હા ! ભગવાન આત્મા જ્યારથી જગતનો સાક્ષી થાય છે. એમ કહેવું છે ને... !! હવે, કર્મ (માં) ભાવકર્મ, નોકર્મ (દ્રવ્યકર્મ) ત્રણેય આવી ગયાં એમાં કર્મ છે ને કર્મના નિમિત્તથી થતાં મોહાદિન પરિણામ છે- એ બેયનો ઈ (જ્ઞાની) સાક્ષી છે!
આહાહાહા ! ઝીણું છે ભાઈ ! અંતરંગ મારગ અલૌકિક છે! આહા..! એમાં આ સમયસાર !!
આહા..! આ વાત થઈ ' તી ત્યાં સનાવદમાં! (તે કહે) આ કર્મ છે જડ છે અજીવ લેવા અહીં પરિણામ જીવના ન લેવા. (અહીં કહે છે) આંહી તો જીવના પરિણામ છે ઈ કર્મના જ પરિણામ છે! જીવ તો આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com