________________
૧૨૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
0
0
પ્રવચન ક્રમાંક - ૧૬૦
દિનાંક : ૪-૧-૭૯
S
(6
T
પંચોતેર ગાથા. અહીથી “પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી ” છે ને...? શું કહે છે? કર્મ અને નોકર્મ એ પુદ્ગલ છે. એ સ્વતંત્રપણે વ્યાપક-કર્તા હોવાથી, સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા હોવાથી પુદગલપરિણામનો કર્તા છે” રાગ આદિનો કર્તા પુદ્ગલ છે.
આહા ! આંહીં તો એ સિદ્ધ કરવું છે, નહિતર તો રાગાદિ છે ઈ આત્માની પર્યાયમાં, આત્માની પર્યાયથી એટલે પકારક પરિણમનથી થાય છે. એ તો એને-પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે... અને તેનાથી. એ થવાનું છે એમ જ્યારે સિદ્ધ કરવું છે, ત્યારે પણ વિકાર છે ઈ આત્માની પર્યાયમાં થાય છે એટલું સિદ્ધ કરીને હવે,
આત્મા, જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. એ વીતરાગસ્વરૂપ છે. એ... વીતરાગસ્વરૂપનું ધ્યાપકપણે થઈને વ્યાપ્ય રાગ, એનું કાર્ય રાગ ન હોય! સમજાણું કાંઈ..? જે બે વાત કીધી એ રાખીને આ વાત છે. અહીંયા હવે એ આત્મા વીતરાગસ્વરૂપ છે-જિનસ્વરૂપ છે” એટલે? જ્ઞાતા-દષ્ટા સ્વભાવ સ્વરૂપ છે!! તેનો વ્યાપક પોતે થઈને-પ્રસરીને વ્યાપ્ય જે થાય, તે વિકાર ન થાય! ઈ જ્ઞાતા-દષ્ટા સ્વભાવ એ કર્તા થઈને અર્થાત્ વ્યાપક થઈને કાર્ય થાય-એ જાણવા-દેખવાના ને આનંદના પરિણામ એમાં થાય. સમજાણું કાંઈ?
આહા... હા! આવી વાત છે.
એટલે આંહી કહે છે કે વિકારી પરિણામ જે થાય અને શરીરના પર્યાય થાય, એ પુદ્ગલપરિણામને પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુગલ પરિણામનો કર્તા તે સ્વતંત્રપણે કરે (તે કર્તા) એમ કહે છે. અહીંયા કર્મ પોતે સ્વતંત્ર થઈને વિકારના પરિણામનો કર્તા થાય છે!
આહા. હા! અહીયાં સ્વભાવ એનો જે આત્માનો (સ્વભાવ) એ તો જિનસ્વરૂપીવીતરાગસ્વરૂપી જ પ્રભુ છે. (એ) વીતરાગસ્વરૂપી પ્રભુના પરિણામ તો વીતરાગી થાય. આહા... હા! એની–સ્વભાવની દષ્ટિ રાખીને, જે સ્વભાવ વીતરાગપણે પરિણમે-એ સ્વભાવ રાગપણે ન પરિણમે. એમ સિદ્ધ કરવું છે. આહા... હા! તેથી તે પર્યાયદષ્ટિમાં જે રાગ આદિ થાય છે તે સ્વતંત્રપણે પુદ્ગલના-નિમિત્તના સંબંધે થાય છે માટે પુલકર્મ તે કર્તા-વ્યાપક (અને) વિકારી પરિણામ તેનું કાર્ય એટલે વ્યાપ્ય રાગ આદિ!
આહા. હા! આવું છે! કેટલા પ્રકારો પડે! અપેક્ષા ન સમજે ને. ઉપાદાનની જ્યાં વાત આવે!
આત્મા અશુદ્ધ ઉપાદાન પણે એટલે વ્યવહારપણે-પર્યાયપણે-વિકારપણે પરિણમે છે પોતે, કર્મ તો નિમિત્ત માત્ર છે! કર્મને એ વિકાર થતાં કર્મ એનુ અડતું ય નથી એમ કર્મનો ઉદય છે એ રાગને અડતો ય નથી !
આહા... હા ! ત્યારે તે રાગના પરિણામ એની પર્યાયમાં સ્વતંત્ર પકારકના પરિણમનથી થાય એમ એનાથી જ થાય એમ સિદ્ધ કરવું છે, પણ.. અહીંયા તો..“સ્વભાવ એવો નથી (આત્માનો)'!! આહા ! સ્વભાવ જે છે આત્મા જે છે એ જિનસ્વરૂપી-વીતરાગસ્વરૂપી છે.
આહા. હા! જિનસ્વરૂપી પ્રભુ (આત્મા છે) એનાં પરિણામ સમ્યગ્દર્શનના પણ વીતરાગીપર્યાય થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com