________________
૧૧૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયકસ્વરૂપ સનાવદવાળાએ....
શ્રી પ્રવચન રત્નો-૧
એના એ પરિણામ નથી. આહા... હા! ગાથા-૭૫ એણે અર્થ કર્યો છે ત્યાં
અરે ! કંઈક-કંઈક અર્થ પોતાની કલ્પનાથી કરે ને... સમયસારને ફેરવી નાખે! આહા..! સમયસાર એટલે બાપુ! શું ચીજ છે!! અહીંયાં તો (કહે છે) ભગવાન આત્મામાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું ને અજ્ઞાનસ્વરૂપ રાગાદિ જે છે, તેનાથી જ્ઞાનસ્વરૂપ થયો થકો- વસ્તુ તો વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે, પણ જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થયો થકો, એનાથી નિવર્તે છે અને પોતે સ્વયં જ્ઞાનરૂપ, જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ.. ?
આવી વાત છે!
આહા... હા ! આફ્રિકામાં મળે એવું નથી ક્યાંય, કાલ કહેતા' તા ભાગ્યશાળી ને મળે... એમ કાલ કહેતા ' તા !
વાત સાચી છે. ભગવાનની ધારા... ‘ આ ’ ભગવાન સર્વશે કહેલું તત્ત્વ છે ભાઈ!
આહા.. હા! ‘જે કર્મનું પરિણામ છે' – ભાવકર્મને દ્રવ્યકર્મ બેય આવી ગયાં એમાં. ‘અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ... જોયું ? ‘શબ્દ ' આવ્યો ! બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું? જોયું? બહાર ઉત્પન્ન થતું (કહ્યું ). ‘જે નોકર્મનું પરિણામ' આહા...! ‘તે બધુંય પુદ્દગલપરિણામ છે’ આંહી વાંધો છે. વિકાર છે ઈ બધા પુદ્દગલપરિણામ છે એમ કહેવું છે.
આહા.. હા! ભગવાન વિજ્ઞાનઘનના ‘ આ’ પરિણામ કયાં છે? અજ્ઞાનપણે માન્યાં હતાં ત્યાં સુધી એનાં હતાં. માન્યા' તા ઈ, છતાં ઈ (પોતાના ) માન્યાં પણ ઈ કાંઈ સ્વરૂપમાં નથી. આહા.. હા... હા ! ઈ તો માન્યતા ઊભી કરી હતી.
આહા.. હા! એ અજ્ઞાનપણાનું સ્વરૂપ વિજ્ઞાનન ભગવાનમાં (એટલે કે) જ્ઞાનસ્વભાવને પકડયો, અનાદિથી રાગને પકડયો' તો, એથી ભગવાન જ્ઞાન-સ્વભાવ રહી ગ્યો તો! એ જ્ઞાનસ્વભાવને પકડયો અને રાગસ્વભાવને છોડી દીધો.
આવો મારગ છે બાપા! વાદ-વિવાદે આમાં પાર આવે એવું નથી. અગિયારમી ગાથામાં કહ્યું છે ને ! ‘ જિનવાણીમાં પણ નિમિત્તનો-વ્યવહા૨નો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબ (સહાયક) જાણીને બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે' આવું, આવું વ્રત કરવાં વ્રત પાળવાં ને (વિકારભાવ ) ટાળવા એવી વાતું આવે ને બધી... આ જોઈને ચાલવું, વિચારીને બોલવું ને... આહા...! એવા કથનો જિનવાણીમાં આવે પણ એનું ફળ સંસાર છે.
આહા.. હા! ‘તે બધુંય પુદ્દગલ પરિણામ છે' એ દયા-દાન, વ્રત પરિણામ આવે! પણ એ બધાં પુદ્દગલપરિણામ છે. આંહી તો કર્તા-કર્મ પ્રવૃત્તિનો નિષેધ કરવો છે ને અજ્ઞાનપણાનો!!
આહા..! ‘એ રાગ મારું કાર્ય છે ને એનો શું કર્તા છું' – એ તો અજ્ઞાનભાવ છે. સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ ભગવાન જ્ઞાન! ઈ શું કરે? ઈ તો જાણવા-દેખવાનું કરે! એ ( પણ ) ભેદથી કથન છે. ( શ્રોતાઃ ) જ્ઞાન કરે એ પણ નહીં? (ઉત્તર:) રાગને કરે, એ આત્મા નહીં આહા..! જડને કરે, ઈ ચૈતન્ય ક્યાં રહ્યો ? રાગ તો અજીવ છે, જીવ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com