________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૧૭ આહા. હા! પણ... માણસને આકરું પડે ને....!!
(કહે છે કે“પરમાર્થ જેમ ઘડાને અને માટીને જોયું? માટીને “જ' વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી” - માટી વ્યાપક છે, ધડો તેનું વ્યાપ્ય છે. માટી કર્તા છે, ધડો તેનું કાર્ય છે. આહા. ( શું તે ) કુંભારનું કાર્ય છે? “ઘડાને અને માટીને વ્યાપ્ય-વ્યાપકનો સભાવ હોવાથી - ધડો છે ને તે વ્યાપ્ય છે, માટી છે તે વ્યાપક છે.
આહા... હા! “વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદભાવ હોવાથી માટી તે કર્તા છે, ધડો તે તેનું કાર્ય છે. વ્યાપક માટી તે કર્તા છે, ધડો તેનું કાર્ય છે અત્યારે (અહીં) એટલે સિદ્ધ કરવું છે.
નહિતર તો... ઘડાની પર્યાય (પોતાના) પકારરૂપે પરિણમે છે. આહા..! આકરી વાત બાપા ! પણ.... સમજાવવું છે પરથી ભિન્ન પાડીને.... એટલે આ રીતે કહ્યું છે. બાકી માટી છે ઈ, ઈ ઘડાની પર્યાયને કરે, ઈ પર્યાયને અશુદ્ધનય (કહી છે ) પ્રવચનસારમાં લીધું છે ને ભાઈ....! માટી શુદ્ધનય ને માટીની પર્યાયો થાય, તે અશુદ્ધ (નવ) વ્યવહાર, વ્યવહારનય છે ને..!
આહા... હા! એમ દ્રવ્ય છે જે આખી વસ્તુ તે શુદ્ધ છે, પર્યાયના ભેદો પાડવા તે અશુદ્ધ છે. ભલે ! નિર્મળ પર્યાયનો ભેદો પાડો! આહા..! રાગ છે ને.. એ “મેચક” કહ્યું છે ને..! આહા....! મેચક' એટલે રાગ એમ કહ્યું નથી પણ ભેદ છે એ જ મેલ છે મેચક છે એમ કથન કરવામાં વ્યવહારથી એમ આવે છે ને કળશટીકામાં આવે છે.
આહા.... હા! “પરમાર્થે તે કાંઈ વસ્તુ નથી વ્યવહારે ભલે કુંભાર કર્તા અને ધડો કર્મ એમ કહેવામાં આવે પણ જેમ ઘડાને... અને માટીને “જ' - ઘડાને અને માટીને જ (એટલે ) માટી વ્યાપક
છે, ધડો તેનું વ્યાપ્ય-કાર્ય છે. માટી કર્તા છે અને ધડો તેનું કાર્ય છે. આહા..! આંહી એટલે પરથી ભિન્ન પાડવું છે ને... !
ઓહોહોહોહો ! ગંભીરતા ! સમયસારનો એક-એક “લોક ! એક-એક ટીકા! બાપુ! (જેનું બીજું ) દિસ્ટાંત નહીં!!
(શ્રોતા, સાહેબ! “પરમાર્થ' કેમ કીધું? (ઉત્તર) કીધું ને...! વ્યવહારે કહેવાય છે ને વાત આવી ગઈ. વ્યવહારે કહેવાય આ ધડો કાર્યને કુંભાર કર્તા (પરમાર્થે) એ નહીં. એ તો કથનમાત્ર છે. આ તો (અહીં કહ્યું તે) પરમાર્થ છે.
(શ્રોતા ) પરમાર્થ છે (એટલે તે સાચી વાત છે? (ઉત્તર) હા, પરમાર્થ કહે તે સત્ય છે. ધડો કુંભારે કર્યો ઈ વાત અસત્ય છે. રોટલી લોટે કરી ઈ બરાબર છે, પણ રોટલી સ્ત્રી એ કરી, તાવડીએ કરી, અગ્નિએ કરી ઈ અસત્ છે. આ શરીરના પરિણામ જે આમ-આમ થાય છે, એ શરીરપરમાણુએ કર્યા એ કર્તા-કર્મ ખરું, પણ એ પરિણામ જીવે કર્યા એવો વ્યવહાર છે એ કથન જૂઠું છે!
આહા... હા! ભાષાની પર્યાય જીવ બોલે છે એમ કહેવું ઈ તો કથનમાત્ર છે. પણ ભાષાની પર્યાય એનું કાર્ય તેની ભાષાવર્ગણા કર્તા છે ઈ ભાષાની પર્યાય તેનું કાર્ય છે ઈ પરમાર્થ છે. આહા.. હા... હા! “મેં ટીકા કરી નથી હો?! આચાર્ય અમૃતચંદ્રાચાર્ય કહે છે, “મેં ટીકા કરી નથી હો ! હું તો સાક્ષી છઉં...!! હુંતો જ્ઞાનસ્વરૂપમાં ગુપ્ત છું. આવે છે ને....! પ્રભુ ( જ્ઞાયક) ગુપ્ત છે. તે ટીકા કરવા કયાં જાય?! (શ્રોતા ) ઈ એમાં વ્યાપે તો કરી શકે! (ઉત્તર) વ્યાપતો. વ્યાપે જ નહીં પછી કરી શકે (ની વાત જ ક્યાં છે!).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com