________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૧૩ (કહે છે કેઃ) “અહીં, (જ્ઞાયકભાવમાં) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં “પ્રમત્તઅપમત્ત” એટલે શું? –શું કહે છે? વસ્તુ જે ધ્રુવ ચૈતન્ય જ્ઞાયક ભાવ, જે સમ્યગ્દર્શનનો વિષય, એતો પ્રમત્ત-અપ્રમત્ત-ચૌદગુણસ્થાનેય એમાં છે નહીં. પર્યાયનો ભેદ, એમાં છે નહીં, એમ કહ્યું.
ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી સુધી પ્રમત્ત અને સાતમાથી લઈને અપ્રમત્ત કહેવામાં આવે છે, પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે. આહા..! પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું, આઠમું, તેરમું એમ ચૌદેય ગુણસ્થાન છે એ વ્યવહારનયનું કથન છે.
આહા. હા “પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે' શુદ્ધનયનથી આત્મા જ્ઞાયક જ છે' –એકલો ચૈતન્યબિંબ ! પ્રકાશનો પંજ! જાણવાવાળો-જાણકસ્વરૂપ છે એમાં એ ભેદ ગુણસ્થાનના છે નહીં. આહા... હા!
- નિશ્ચયથી કેવલજ્ઞાન પોતાની પર્યાયની જાણે છે કે જેમાં લોકાલોક જણાય છે. લોકાલોક જણાય છે. એમ કહેવું એ અસદ્દભૂત વ્યવહારનય છે. વળી લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમેય નથી. એ તો જ્ઞાનની પર્યાયની એ સહજ શક્તિ છે કે પોતે પોતાથી જ પકારકરૂપ થઈને લોકાલોકને જાણતી થકી પ્રગટ થાય છે. આહા ! કેવલજ્ઞાનની પર્યાયનાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ- એમ પકારક પર્યાય પોતે જ છે; પરજ્ઞય તો નહિ, પણ દ્રવ્ય-ગુણેય નહિ. અંદર શક્તિ છે, પણ પ્રગટ થવાનું સામર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. કેવલજ્ઞાન ખરેખર લોકાલોકને અડ્યા વિના, પોતાની સત્તામાંજ રહીને પોતે પોતાથીજ પોતાને (પર્યાયને ) જાણે છે કે જેમાં લોકાલોક પ્રકાશિત થાય છે. આહા ! પોતાની પર્યાયને જાણતાં લોકાલોક જણાઈ જાય છે.
(પ્રવ. રત્ના ભાગ-૮, પાનું – પ૩૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com