________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨
શ્રી પ્રવચન રત્નો-૧ આહા...! (જુઓ!) આ હાથ હલે છે આમ–આમ, એ સમયની એની “જન્મક્ષણ' છેપર્યાયની એની ઉત્પત્તિનો કાળ છે, તેથી ઉત્પન્ન થાય છે, આત્માથી બિલકુલ નહીં.
અરે.. આવી વાત હવે સાંભળવા મળે નહીં, કઠણ વાત છે બાપુ! અને એનું ફળ, પણ કેવું છે!! શુદ્ધનયનો આશ્રય, ચિદાનંદનો આશ્રય કરતાં, એનાં ફળમાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આદિ અનંત અતીન્દ્રિય આનંદ છે!!
આહા.! “માટે સ્યાદ્વાદનું શરણ લઈને' – અપેક્ષાથી (કહ્યું) ત્રિકાળી શુદ્ધદ્રવ્યમાં અશુદ્ધતા નથી, પર્યાયમાં અશુદ્ધતા છે. આમ બે પ્રકારનું જ્ઞાન કરીને, અશુદ્ધતાનું શરણ છોડી દઈ અને ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્યનું શરણ લે...
પણ... અશુદ્ધનું સાથે-સાથે જ્યારે જ્ઞાન હોય ત્યારે આહા.... હા ! (સમયસાર) ચૌદમી ગાથામાં આવ્યું છે ને.. !
ટીકાના ભાવાર્થમાં કે “ના” પાડીને તમે (કે “અશુદ્ધ” નથી!) પર્યાયમાં અશુદ્ધતા નથી એમ માને તો તો વેદાંત થઈ જાય છે. એકાંત! પર્યાયને માની નહી – પર્યાયને માને નહીં તો અનુભવ કોનો? ત્રિકાળનો નિર્ણય કોણે કર્યો? દ્રવ્ય કર્યો કે પર્યાયે કર્યો?
આ ત્રિકાળ આત્મા છે. નિર્ણય કોણે કર્યો? પર્યાયન હોય તો, પર્યાય વિના નિર્ણય કરે કોણ? નિત્યનો નિર્ણય, અનિત્ય કરે છે. - દ્રવ્ય નિત્ય છે એની પર્યાય અનિત્ય છે એ પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે. પણ એ પર્યાયની દષ્ટિ છોડાવવા માટે, ત્રિકાળી વસ્તુ સત્ય છે અને અશુદ્ધતા છે તે અસત્ય છે – એવી રીતે નિત્ય (ત્રિકાળ) ગ્રહણ કરવા માટે (અશુદ્ધતા-પર્યાયને) અસત્ય કહેવામાં આવેલ છે. બિલકુલ અશુદ્ધતા પર્યાયમાં ય છે જ નહીં તો તો અશુદ્ધતા છોડવાનો ઉપદેશ કેમ કરવામાં આવે છે અને “ધર્મ કરવો છે? તો જો ” અધર્મ નહો, પર્યાયમાં અધર્મ ન હો તો ધર્મ કરવો છે એ પણ રહેતું નથી. આહા.. હા !
કેમકે... પર્યાયમાં, અધર્મના સ્થાન ધર્મ લાવવો છે. તો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ ન હોય તો આશ્રયદષ્ટિ વિના ધર્મ થતો નથી અને (પર્યાયમાં) અશુદ્ધતા ન હોય તો તો વ્યય થઈને શુદ્ધતા પ્રગટ થતી જ નથી.
અરે.. આવી વાતું છે!!
(કહે છે કે, “માટે સ્વદ્વાદનું શરણ લઈને શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ' – શુદ્ધનય એટલે ત્રિકાળીવસ્તુ (આત્મદ્રવ્ય), સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી, ચૈતન્યમૂર્તિ શુદ્ધજ્ઞાન દષ્ટિમાંપ્રતીતિમાંઅનુભવમાં આવ્યો. પણ (અનુભવમાં) આવીને જેમ પૂરણપ્રાપ્તિ સર્વજ્ઞ થયા, કેવળજ્ઞાન થયું એમને (તો) શુદ્ધનયનું પણ આલંબન રહેતું નથી, (કારણ) એમને તો સ્વ તરફ ઝૂકવાનું રહેતું નથી, એ તો પૂરણ થઈ ગયું આહા. હા ! એતો વસ્તુસ્વરૂપે જે છે તે છે, એ તો જેવું દ્રવ્ય, તેવી જ પર્યાયપણે છેપૂર્ણ થઈ ગયા, “એનું ફળ વીતરાગતા છે” – પ્રમાણનું કથન!
આહા... હા! “આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે? – કેટલું ભર્યું છે. !! આ તો સામાન્ય ભાષામાં છે, ચાલતી ભાષામાં (ભાવાર્થ છે ને.. !)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com