________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬
શ્રી પ્રવચન રત્નો-૧ છે. ધર્મ એટલે અહીં સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રના પરિણામ એની વાત નથી. પરંતુ વસ્તુએ ધારી રાખેલ ભાવ, એ ઘરમ અહીં (સમજવું)
જેમ વસ્તુ ત્રિકાળી ભગવાન (જ્ઞાયકભાવ) એણે ધારી રાખેલી ચીજ છે, એમ જ પુણ્ય-પાપ પર્યાયમાં ધારી રાખેલી ચીજ છે. પુણ્ય-પાપ અસ્તિ છે, પુણ્ય-પાપ નથી જ, એવું છે નહીં, સમજાણું કાંઈ...?
ઝીણી વાત છે. આ બધી...! કોઈ દિ' ક્યાં ય સાંભળ્યું નથી ! સત્ય શું છે? સંપ્રદાયમાં તો અત્યારે ગોટા ઊઠયા છે બધા- આ કરો ન... આ કરો.. વ4 કરો-તપ કરો, ધર્મ થશે! પરંતુ કરવુંકરવું એ તો બધો વિકલ્પ ને રાગ છે.
રાગના તત્ત્વને, જ્ઞાનના-ચૈતન્યને સોંપવું મિથ્યાત્વ છે. પણ, વસ્તુ છે ખરી, અશુદ્ધતા છે ખરી. પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તો પર્યાય શુદ્ધ જ છે, તો છે જ (શુદ્ધ) અને ધરમ કરવો, એ તો રહેતું નથી. આહી...! “મારે ધરમ કરવો છે” – એવો પ્રશ્ન ઊઠ-થાય છે. તો તેમાં શું આવ્યું? કે ઈ પર્યાયમાં ધરમ છે નહીં, પર્યાયમાં અધર્મ છે, તો અધર્મનો નાશ કરીને ધર્મ કરવો છે. એનો અર્થ એ છે કે પર્યાયમાં અધર્મ છે.
આહા.... હા! આ તો, લોજિથી પ્રભુનો મારગ ! આવો કહ્યો છે, અત્યારે અજાણ્યો થઈ ગ્યો છે!!
આહા. હા! “બન્ને વસ્તુનાં ધર્મ છે' - ધર્મનો અર્થ છે કે વસ્તુએ ટકાવી રાખેલી ચીજ છે. વસ્તુ જે ભગવાન આત્મા, ત્રિકાળી ધ્રુવ ટકાવી રાખેલ છે એમ જ પર્યાયે અશુદ્ધતા ટકાવી રાખેલ છે. સમજાણું કાંઈ....?
આહા...! “અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે' - શું કહ્યું? સમજાણું...?
વસ્તુ જે પ્રભુ! જ્ઞાયકભાવ જે ત્રિકાળ ! એ પણ વસ્તુનો ધર્મ છે, વસ્તુએ ધારી રાખેલી. ટકાવી રાખેલી ચીજ છે. એની પર્યાયમાં મલિનતા છે એ પણ વસ્તુનું સત્ત્વ છે. (એ કાંઈ ) અસત્ નથી. પર્યાયમાં મલિનતા-અશુદ્ધતા છે. એ સત્ત્વ છે, સત્ત્વનામ છે” – એક અંશ છે તે પણ સત્ત્વ છે.
આહા.... હા ! “અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે' - સત્ત્વ એટલે શું? શુદ્ધત્રિકાળી વસ્તુ એ વસ્તુનું સત્ત્વ છે. આ ત્રિકાળી (સત્ત્વ છે) અને શુભભાવ-અશુભભાવ (એટલે કે) દયા, દાન, કામક્રોધનાં ભાવ વર્તમાન પર્યાયમાં (છે), એનાં અસ્તિત્વમાં, એનાં સતના સત્ત્વમાં અર્થાત્ પર્યાયના સત્ત્વમાં એટલે કે પોતાનામાં છે.
આહા... હા! અંતર શું કે આ અંતર છે કેઃ “અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે' - એટલો ફેર છે. શુભને અશુભ ભાવ-અશુદ્ધ (ભાવ), વસ્તુની પર્યાયમાં, સત્ત્વનામ એની ચીજ છે. પર્યાય પણ એની ચીજ છે. પણ શુભાશુભભાવ ઈ અશુદ્ધતાના ભાવ, સંયોગના લક્ષથી ઉત્પન્ન માટે સંયોગજનિત અશુદ્ધ કહેવામાં આવે છે. આહા.. હા” “અને અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે” અશુદ્ધનય તો “હેય' કહેલ છે અહીંયાં! એ પુણ્ય-પાપના ભાવ છોડવાલાયક કહ્યા છે. જેમને ધર્મ પ્રગટ કરવો છે - સમ્યગ્દર્શન - ધરમની પહેલી સીડી !! એમને જ્ઞાયકભાવ ત્રિકાળ જે છે તે જ આદરણીય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com