________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૦૫
આહા...! અને એ જ્ઞાયકભાવ, શુભ-અશુભભાવે થઈ જાય તો જ્ઞાયકરસ અચેતન-જડ થઈ જાય! અચેતન થઈ જાય !! આહા. હા.! આ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ પણ અચેતન જડ છે, કેમ કે એ વિકલ્પ છે-રાગ છે.
એ રીતે ચૈતન્ય જે સ્વભાવ છે, જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ પ્રભુ! એ શુભાશુભ વિકલ્પરૂપે થાય તો, જ્ઞાયકચૈતન્ય અંધારા સ્વરૂપ જડ થઈ જાય.
આહા.. હા! આવી વાત છે !
એ અશુદ્ધતા, પર્યાયમાં જે અશુદ્ધતા છે, એ દ્રવ્યાર્થિક નયનો વિષય નથી, એતો અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિક નયને કહ્યું તો દ્રવ્યની અશુદ્ધપર્યાય છે. એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહ્યું, એને જ પર્યાયાર્થિક કહીને, એને જ વ્યવહાર કહ્યો, એ વ્યવહાર જૂઠો-એવું કહ્યું !!
આહા. હા! જુઓ! એ અહીંયાં કહે છે.
“આહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે' –વીતરાગ ત્રિલોકનાથનું કથનઅભિપ્રય સ્યાદ્વાદરૂપ છે. સ્વાસ્યાત્ (સ્યાત્ ) એટલે અપેક્ષાએ કથન કરવું તે. સ્વદ્વાદ=સ્યા નામ અપેક્ષાએ, વાદ નામ કથન કરવું. એનું નામ સ્યાદ્વાદ છે. એ જિનમતનું કથન છે.
“તેથી અશુદ્ધનયને” – તે ઈ પર્યાયમાં શુભાશુભભાવ છે. ચેતન શુભાશુભપણે થયો નથી, એમ કહ્યું (તો) એ અશુદ્ધનયનો વિષય જ છે નહીં, એવું છે નહીં. સર્વથા અસત્યાર્થ ન માનવો ” (અર્થાત ) જેમ ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવપ્રભુ (આત્મ દ્રવ્ય ) એ શુભાશુભ ભાવપણે થયો નથી, પણ શુભાશુભભાવ પર્યાયમાં છે. (પર્યાયમાં) છે એનો નિષેધ કરે-નથી જ સર્વથા-એમ માને તો તો વસ્તુનો નિષેધ થઈ જાય. આહા...! સમજાણું કાંઈ..?
(કહે છે કે, “અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો” – ત્યાં તો (ગાથામાં) એ કહ્યું કે અશુદ્ધ છે એ જૂઠું છે, અશુદ્ધતા અસત્યાર્થ છે- જુઠું છે. (એ) કઈ અપેક્ષાએ? એ તો ત્રિકાળી ચૈતન્યજ્યોત જે ધ્રુવીધાતુ! ચૈતન્ય ધાતુ! ચૈતન્યપણું જ જેણે ધારી રાખ્યું છે એવો (ચેતનઆત્મા છે ) એની અપેક્ષાએ, રાગ-પુણ્ય, પાપ છે, તેને અશુદ્ધ કહીને, અચેતન કહીને, દ્રવ્યમાં નથી, એમ કહ્યું. પણ, રાગ પર્યાયમાં છે (સર્વથા) નથી જ એમ નહીં તેથી “અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો” આહા.. હા ! સમજાણું કાંઈ...?
હવે, કહે છે કે: “કારણકે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા, બન્ને વસ્તુના ધર્મ છે” – શું કીધું? કંચિત્ નયથી જે પરમાર્થનયનું કથન છે પ્રભુનું, એ શુદ્ધ જે વસ્તુનું સત્ત્વ છે વસ્તુનું સત્વ
છે– વસ્તુનો કસ છે, તેમજ પુણ્ય-પાપના (ભાવ) પર્યાયમાં, પણ વસ્તુનો કસ છે, પર્યાયમાં, પણ વસ્તુનો કસ છે, પર્યાયમાં (છે) તે પણ સત્ત્વ છે.
આહા. હા! દરેક શબ્દ અજાણ્યા બધા...! એનાં ભણતરમાંનો' આવે, વેપારમાં નો' આવે ને અત્યારે તો સંપ્રદાયમાં ય નથી આ (તત્ત્વની વાત )
આહી.. હા ! શું કીધું? “સ્યાવાદ પ્રમાણે” –અપેક્ષાથી, વસ્તુને સિદ્ધ કરવા માટે, શુદ્ધતા ત્રિકાળી અને અશુદ્ધતા વર્તમાન-બન્ને વસ્તુનાં ધર્મ છે. ધર્મ નામ એ (ભાવ) વસ્તુએ ધારી રાખેલી ચીજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com