________________
(૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ ને..!
આહા...! શું કહ્યું? કે જે “જાણવાવાળો” એમ કહેવામાં આવ્યું, તો “જાણવાવાળા' એ પોતાને તો જાણ્યો!
પણ, એ પરને જાણવાકાળે, પર જેવી ચીજ છે તેવું અહીંયાં જ્ઞાન હોય છે. તો પરને કારણે એવી પર્યાય થઈ છે?
એમ છે નહીં. એ પરના જાણવાકાળે પણ પર્યાય પોતાની જ્ઞાનની છે, પોતાની શક્તિનો વિકાસ થયો છે, સ્વ પર પ્રકાશનો વિકાસ થયો છે. પ્રગટ થઈ છે તે પોતાની પર્યાય છે. પોતાથી પ્રગટ થઈ છે, પરથી (પ્રગટ) થઈ નથી. સમજાણું?
આહા..! આવો ઉપદેશ સાંભળવો... કાંઈ સાંભળ્યું ન હોય, દ્રવ્ય શું ને પર્યાય શું? અભેદ શું ને ભેદ શું?
આહા... હા.! અનાદિ કાળથી અજ્ઞાન! ભવનાં કર્યા છે પરિભ્રમણ ! આહા..! કાગડા, કૂતરાં, કંથવાના ભવ તો થયાં અનંતવાર!
અને, આંહી (મનુષ્યભવમાં) નહિ સમજે તો મરીને ત્યાં અ. વ.. ત. ૨. શે! આહા... હા ! ભલે, અહીંયાં કરોડોપતિ હો-માંસને દારૂ આદિ ખાપાંપીતાં ન હોય પણ ભાન નથી વસ્તુનું ને માયાકપટ-લોભ આદિના ભાવ કર્યા હોય તત્ત્વનું જ્ઞાન નથી એ પશુમાં જશે !! પુણ્યનાં ય ઠેકાણાં નથી! ધરમ તો કઠણ પણ મનુષ્યપણું મળવું કઠણ થઈ જશે !
આ ચીજ! જેવી છે તેવી, તારી ચીજ છે, તને સમજણમાં-જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી પરિભ્રમણનાં ભાવ છે!
આહા...હા! “જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે' જ્ઞાનમાં એવો અનુભવ આવે છે. –તો એ રાગને શરીર (આદિ) ને જાણ્યા (તો ખરેખર) તો ઈ જ્ઞાનની પર્યાય જાણવામાં આવી છે. એ રાગનું જ્ઞાન થયું માટે રાગને જાણો (અથવા) રાગથી જ્ઞાન થયું એ તો છે નહીં. એ જ્ઞાનપર્યાયે પોતે પોતાને જાણી! એ પર્યાયે પર (શેય) ને જાણ્યું કે પરના કારણે (જ્ઞાને) પરને જાણ્યું, પરનું જ્ઞાન થયું એમ છે નહીં. પોતાનામાં ઈ અપર પ્રકાશકનો પ્રકાશ ૧થયો, વિકાસ થયો, પ્રગટતા થઈ એ રાગથી પ્રગટતા થઈ નથી. શરીરને જાણું તો શરીરથી એ જાણવાની પર્યાય ઉત્પન્ન થઈ એવું છે નહીં. આહા. હા..! સમજાણું કાંઈ..?
આહા.. હ “તો પણ જ્ઞયકૃત અશુદ્ધતા એને નથી” –કેમકે જેવું, જ્ઞાનમાં પ્રતિભાસિત થયું (ઝળકયું-પ્રતિભાસ્ય) એવું જ શરીર ને રાગ છે તેવું જ પોતાની (જ્ઞાન) પર્યાયમાં (ઝળકયું) –સ્વય (તો) જાણવામાં આવ્યું એ પર્યાયમાં પરનું જાણવું આવ્યું ( અર્થાત્ ) ) એ પ્રતિભાસિત થયું “એવો જ્ઞાયકનો અનુભવ કરવાથી જ્ઞાયક જ છે' એતો જાણવાની પર્યાય, જ્ઞાયકની છે, એ રાગની પર્યાય નથી.
આ.... રે! આવી વાતું હવે! પાઠ ખૂબ સારો છે ભાઈ ? છઠ્ઠી ગાથા !! આ.. તો ભાવાર્થ છે, ટીકા તો ચાલી. આ તો ઓગણીસમી વાર ચાલે છે, અઢાર વાર તો સમયસાર પુરેપુરું સભામાં ચાલી ગયું, પહેલી (ગાથા) થી ઠેઠ આખિર સુધી અઢાર વાર (વ્યાખ્યાન) થયાં આ ઓગણીસમી વાર ચાલે છે. વસ્તુ ગહન!! ક્યારે ય સાંભળ્યું નહીં. વિચારમાં આવ્યું નહીં શું ચીજ છે? અને એની દશામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com