________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪
શ્રી પ્રવચન રત્નો-૧ કરીને અને વસ્તુને (દ્રવ્ય) ને મુખ્ય કરીને-નિશ્ચય કહીને, એની (દ્રવ્યની) દષ્ટિ કરાવી છે.
આહા. હા..! દિગંબર સંતોની વાણી ગંભીર બહુ! ધણી ગંભીર બાપુ!! આવી ચીજ બીજે ક્યાંય નથી. શ્વેતાંબર ને સ્થાનકવાસીમાં ને અન્યમતમાં, ક્યાંય આવું (વસ્તુ સ્વરૂપનું નિરૂપણ-વાત ) છે નહીં, આવી ચીજ (અલૌકિક ) !
તો, કહે છે કે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” –ત્રિકાળી વસ્તુની દષ્ટિ શુદ્ધ છે અને ત્રિકાળીદષ્ટિ નિશ્ચય છે, એ ત્રિકાળી દ્રવ્ય જે છે એ જ નિશ્ચય છે. અને તેની દષ્ટિ તે નિશ્ચય છે.
આહા...! “ભૂતાર્થ છે” ત્રિકાળી ચીજ છે ઈ ભૂત (નામ) છતો પદાર્થ છે. પર્યાય તો, પ્રગટતી ક્ષણિક અવસ્થા, સંયમોજનિત, ભેદ, અભૂત મલિનતા છે. આ તો સ્વાભાવિક વસ્તુ છે ત્રિકાળી ! જેને સંયોગની કંઈપણ અપેક્ષા નથી, સંયોગના અભાવની પણ અપેક્ષા નથી. (એ તો નિરપેક્ષ છે ) આહા.. હા.. !
સમજાય એટલું સમજો બાપુ! આ તો, પરમાત્મા-જિનેશ્વરદેવ-તીર્થંકર ત્રિલોકના નાથ !! એની આ વાણી છે. અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ છે બધે! જ્યાં જુઓ ત્યાં આ કરો ને... અપવાસ કરો ને.. એમાં જરી શુભ વિકલ્પ છે તો તે પણ અશુદ્ધ છે.
આહો... હા..! એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગે ઉત્પન્ન થાય છે, એ સ્વાભાવિક ચીજ નથી, સ્વાભાવિક ચીજ તો જે ત્રિકાળી ચીજ છે એ સ્વાભાવિક છે-સહજ છે. એની દષ્ટિ.... દ્રવ્ય શુદ્ધ છે. તો એની દષ્ટિ પણ શુદ્ધ છે.
આહા...! “દ્રવ્ય અભેદ છે” હવે પર્યાય અભેદ થઈ ગઈ.
દ્રવ્ય, નિશ્ચય છે તો પર્યાયને પણ નિશ્ચય કહેવામાં આવે છે, વસ્તુ ભૂતાર્થ છે, ભૂત નામ છતી, છતી-યાતિ-ત્રિકાળમૌજુદ ચીજ (આત્મવસ્તુ) છે, પર્યાય છે એનો ક્ષણિક વિકાર-અશુદ્ધતા, એ તો સંયોગથી (સંયોગજનિત) ઉત્પન્ન થાય છે.
“આ” વસ્તુ સત્ય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે (એટલે) સત્ય, સત્ય, કાયમી ચીજ સત્ય પદાર્થ છે, આહા.. હા.! “આ જ સમ્યગ્રદર્શનનો વિષય” સમજાણું કાંઈ....?
અભ્યાસ ન મળે! કાંઈ ખબર ન મળે ! જગતના પાપના અભ્યાસ બધાં! આખો દિ' ધંધા !! આ દુકાને બેસીને ધરાક સાચવવા ને માલ ને... નોકરી હોય તો બે-પાંચ હજારનો પગાર મળે ! પાપ એકલું આખો દિ'!! ધરમ તો નથી પણ પુષ્ય ય નથી !
આહા. હા! આહીંયાં તો ધરમ. અનંતો ધારે! પર્યાયદષ્ટિને, મલિનતાને-ભેદ-અશુદ્ધતાને, દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ કરીને. (તે ધરમ પ્રગટાવવા) ત્રિકાળીની દૃષ્ટિ કરાવવા માટે-તે સત્યદૃષ્ટિ છે કેમ કે વસ્તુ સત્ય છે, ત્રિકાળી મૌજુદ ચીજ છે (આવી) મૌજુદ ચીજ ભગવાન ત્રિકાળી ધ્રુવ (આત્મદ્રવ્ય), એની દૃષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એનું નામ ધરમની પહેલી સીડી છે! ચારિત્ર તો ક્યાંય રહી ગયું, એ તો બહુ આકરી વાત છે! સમજાણું કાંઈ..?
આહા...“પરમાર્થ છે” પરમપદાર્થ, પરમાર્થ એ વસ્તુ પરમાર્થ! આ દુનિયાનો (કહેવાય) છે તે પરમાર્થ ને એ વસ્તુ નહીં. એ બધું મિથ્યા છે. કોઈનું, કોઈ કાંઈ કરી શકતું નથી ( તો બીજાનું ભલું કર્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com