________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯ર
શ્રી પ્રવચન રત્નો-૧ આત્મા છે, એ મલિન થયો નથી.
આહા ! “અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે' વર્તમાન એની દશા, ત્રિકાળ દ્રવ્યને છોડીને વર્તમાન અવસ્થામાં, પુદ્ગલકર્મના નિમિત્તથી, રાગદ્વેષાદિ મલિન છે, તે પર્યાય છે, એ તો અવસ્થા છે!
આહા..! (જેમ) મનુષ્યપણું, મનુષ્યપણું જ કાયમ છે. બાળ-યુવાન-વૃદ્ધાવસ્થા એ તો પર્યાયના ભેદ છે. મનુષ્યપણું તો મનુષ્યપણે કાયમ છે, એમ જ સોનું સોનાપણે કાયમ છે પણ સોનાની અવસ્થા કુંડળ-કડાં આદિ પર્યાય છે, એ અવસ્થા છે, તે ભેદ છે, તે વસ્તુમાં નથી. (વસ્તુ અભેદ છે ) !
આહા ! (જેમ) મનુષ્યપણું, મનુષ્યપણું જ કાયમ છે. બાળ-યુવાન-વૃદ્ધાવસ્થા એ તો પર્યાયના ભેદ છે. મનુષ્યપણું તો મનુષ્યપણે કાયમ છે. એમ જ સોનું સોનાપણે કાયમ છે પણ સોનાની અવસ્થા કુંડલ-કડાં આદિ પર્યાય છે, એ અવસ્થા છે, તે ભેદ છે, તે વસ્તુમાં નથી. (વસ્તુ અભેદ છે ) !
આહા... હા..! આવું સમજવું બાપુ !
(કહે છે કે, “દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે' વસ્તુ.... વસ્તુ.. વસ્તુ ત્રિકાળી વસ્તુ-દ્રવ્ય-તત્ત્વ. દ્રવ્યદષ્ટિથી જુઓ તો તો દ્રવ્ય જે છે તે જ છે. જ્ઞાયકપણું જ છે. તે કાંઈ જડપણે થયું નથીઆહા...! જ્ઞાયકભાવ જે જાણસ્વભાવ! તે તો જ્ઞાયક સ્વભાવે ત્રિકાળ છે. અને એ પુણ્ય-પાપ ભાવ જે જડ છે, તે-રૂપ ( જ્ઞાયકભાવ) થયો નથી. પુણ્યને પાપ, દયા ને દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ, તેમાં જ્ઞાયકભાવનો અંશ નથી. તેમાં જ્ઞાયકભાવ તો નથી જ, પણ જ્ઞાયકભાવનો અંશ – કિરણ (એટલે ) નિર્મળપર્યાય પણ તેમાં નથી. શેમાં નથી ? પુણ્ય-પાપ આદિ ભાવમાં. શુભ-અશુભ ભાવ જે છે, મલિન છે, એ જડ છે.
આહા... હા! (આ) શરીર જડ છે, એ તો વર્ણ, રસ, ગંધએ, સ્પર્શવાળા જડ છે અને પુણ્યપાપના ભાવ જડ છે (એતો) એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તે અપેક્ષાએ તે જડ છે. આહા... હા ! “જડ થયો નથી” (જ્ઞાયકભાવ) “અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે” –આ ગાથામાં વસ્તુની દષ્ટિ બતાવવી છે. તેને, વસ્તુ શુદ્ધ છે, એ દષ્ટિએ બતાવવો છે. વસ્તુની દષ્ટિ કરાવવી છે (તેથી) સમ્યગ્દર્શન થાય છે, સત્યદર્શન થાય છે - આવી ચીજ (આત્મવસ્તુ ) છે, આવી દીષ્ટ કરાવવા, દ્રવ્યદૃષ્ટિને પ્રધાન-મુખ્ય કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે– ગુણસ્થાન ચૌદ છે. એ “ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે” શુભ-અશુભ ભાવ પર્યાયમાં, કર્મના સંયોગના નિમિત્તથી, પોતાના ઉપાદાનની યોગ્યતાથી, ઉત્પન્ન થાય છે પણ, છે એ જડ! એ કારણ પ્રમત્તઅપ્રમત્તના ભેદ છે, એ પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે.
જેમ, શુભાશુભ ભાવ પરદ્રવ્ય જનિત વિકારી-જડ કહ્યા, તેમ, પ્રમત્ત-અપ્રમત્તના ભેદ પણપહેલે ગુણસ્થાનથી છ સુધી પ્રમત્ત, સાતમેથી ચૌદ સુધી અપ્રમત્ત, ભેદ છે એ સંયોગજનિતની અપેક્ષાએ ભેદ છે. વસ્તુમાં (ત્રિકાળી) માં ભેદ નથી.
આવી ચીજ છે! (વ્યાખ્યાન) હિન્દીમાં કરીએ તો પણ ભાવ તો જે છે! અત્યારે તો ચાલતું નથી. અત્યારે તો... ગરબડ બધે છે. દયા કરો ને... વ્રત કરો ને... ભક્તિ કરો ને પૂજા કરો ને તેથી ધર્મ થઈ જશે, ધૂળમાંય ધરમ નહીં થાય ભાઈ...! તને ખબર નથી.
આહા ! એ વિકારીભાવ, પર્યાયદષ્ટિમાં સંયોગજનિત ભેદ છે. એ વસ્તુમાં છે નહીં. અને, વસ્તુની દષ્ટિ થયા વિના... સમ્યગ્દર્શન થતું નથી. આહા.. હા..! સમજાણું કાંઈ....? અહીંયાં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે એ પરદ્રવ્યના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com