________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૯૦.
જ્ઞાયક ભાવ ત્રિકાળીને મુખ્ય કરીને “છે' એમ નિશ્ચય કહ્યો અને ગૌણ કરીને –વ્યવહાર કહીને નથી એમ કહ્યું. બિલકુલ પર્યાય-અશુદ્ધતા નથી જ એમ નહીં. અને અસત્યાર્થ છે, જૂઠું છે. અશુદ્ધતા અસત્યાર્થ છે (કહ્યું છતાં) છે પર્યાયમાં (ત્રિકાળીમાં તે નથી.)
વિશેષ કહેશે...
“ અધ્યાત્મ ગંગા” સંકલનમાંથી પૂ. ગુરુદેવશ્રીના વચનામૃતો
- જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન જ્ઞયમાં તન્મય થતું નથી. શેયસંબંધીના પોતાના જ્ઞાનમાં આત્મા તન્યમ છે, જ્ઞયમાં તન્મય નથી તેથી જ્ઞાનમાં પોતાનો અપર પ્રકાશક સ્વભાવજ વિસ્તરે છે, તેમાં પરનો વિસ્તાર નથી. (બોલ નં. ૧૩૯ ).
- જેને નિજ આત્મજ્ઞાન વિના પરલક્ષી જ્ઞાનનો વિશેષ ક્ષયોપશમ હોય તેને વિકારરૂપ પરિણમવું જ ભાસે છે. ( બોલ નં. ૧૬O).
- જ્ઞાનને ખંડખંડ જણાવનારી ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરય હોવા છતાં તે ભાવેન્દ્રિયની જ્ઞાયકની સાથે એકતા માનવી તે મિથ્યાત્વ છે. (બોલ નં. ૧૬૨)
- ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ થતાં પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન પ્રગટયું ત્યારે પરનું જાણવું થયું તે સ્વજ છે એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન થયું તે રાગને લઈને થયું છે કે તે રાગનું જ્ઞાન છે તેમ નથી પણ જ્ઞાનનું જ જ્ઞાન છે. (બોલ નં. ૨૫૩)
|| - જાણવામાં આવતાં રાગાદિક ભાવો આત્માના જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે, રાગાદિકને નહીં... કેમ કે જ્ઞાન આત્માથી તન્મય હોવાથી જ્ઞાન આત્માને પ્રકાશે છેપ્રસિદ્ધ કરે છે, રાગાદિને નહીં. (બોલ નં. ૨૭૫ ).
–uપર પ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે; જ્ઞયને જાણે છે તેમ કહેવું એ તો વ્યવહાર છે. રાગને જાણતાં જે શેયાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ જણાયો નથી કેમ કે તેને શયકૃત અશુદ્ધતા નથી. (બોલ . ૩૫૨).
- જ્ઞાનસ્વરૂપી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં જ્ઞય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરશેયોને જ્ઞાનની પર્યાયમાં શૈય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થયું તે જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવજ છે. (બોલ નં. ૩૬૩) .
-ચૈતન્યનું “સ્વ-પર પ્રકાશપણું ” વિશાય છે. ચૈતન્યની સત્તા વિશાળ છે. ચૈતન્યના પ્રકાશમાં ચૈતન્યનો પ્રકાશ જ જાહેર થાય છે. આત્માની નજીકમાં નજીક-એક ક્ષેત્રે રાગાદિ ઉત્પન્ન થાય છે પણ આત્મા તેને જાહેર કરતો નથી. આત્મા તો પોતાને અને રાગ તથા પરને પ્રકાશે એવી પોતાની શક્તિની દ્વિરૂપતાને પ્રકાશે છે એટલે કે પોતાને જ જાહેર કરે છે, પોતાના ચેતકપણાને જ જાહેર કરે છે. (બોલ નં. ૩૭૩).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com