________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ તેને પરમાર્થ કહે છે એ મિથ્યા છે) પરમપદાર્થ-પરમાર્થ તો પ્રભુ (આત્મા) પોતે છે, ત્રિકાળી પરમપદાર્થ પરમાર્થ છે એની દષ્ટિ કરવાથી, જનમ-મરણના અંત લાવનારું સમયગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ...?
આહાહા ! “માટે આત્મા શાયક જ છે' (કહે છે) વસ્તુ છે એ તો, ત્રિકાળી જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાનરસ.. જ્ઞાનસ્વભાવ.. જ્ઞાયક.. સ્વભાવ !! સર્વજ્ઞ સ્વભાવ!! જ્ઞાયક ભાવ એ તો ત્રિકાળી જ્ઞાયક-સ્વરૂપ છે.
આહા..હા..! આવી ભાષા.. ને આવું બધું બાપુ! મારગ ઝીણો બહુ! આહા.. છે? એ કારણે. આત્મા જ્ઞાયક જ છે એ. ક! જાણકસ્વભાવ માત્ર!કાયમી ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ માત્ર! જાણકસ્વભાવ માત્ર આત્મા છે. એમાં કોઈ મલિનતા કે ભેદ છે નહીં.
આહાહા...! “તેમાં ભેદ નથી” – ઈ પ્રમત્ત- અપ્રમત્ત અને પુણ્ય-પાપના ભાવ, એ વસ્તુના સ્વરૂપમાં છે નહીં.. ભેદ નથી, આહા....! તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. એ કારણે, એ ગુણસ્થાનના ભેદ જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ- જેમ સીડી ચડીએ ને પગથિયાં હોય છે ને – તો ઈ ભેદ છે (એમ) ચૌદગુણસ્થાન પર્યાયમાં, તે એમાં (જ્ઞાયકમાં) છે નહીં..
આહા..“જ્ઞાયક, એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે... આહા... હા! જાણવાવાળો'.“ જાણવાવાળોહુ (જાણનાર, જાણનાર) એવું કહેવામાં આવે છે તો એ “ જાતનારો” પરને જાણે છે માટે “ જાણનારો છે?
કહે કે ના. એ તો પરને જાણવા કાળે પોતાની જ્ઞાનની વિકાસ શક્તિ પ્રગટ થઈ એ પોતાથી થઈ છે પરનું જાણવું ને સ્વનું જાણવું! એ પર્યાયમાં, ( જ્ઞાન) પર્યાયના વિકાસમાં વ્યક્ત-પ્રગટ થઈ, એ પોતાનાથી (પોતાના સ્વભાવથી) થઈ છે, પરથી નહીં. આહા.. હા! સમજાણું કાંઈ....?
જ્ઞાયક' નામ પણ એને શેયને જાણવાથી દેવામાં આવે છે' કેમ ? “જોયનું પ્રતિબિંબ જેમ ઝળકે છે જ્ઞાનની પર્યાયમાં’ એમ એ પર્યાયમાં પર્યાયની વાત ચાલે છે એની (સાધકની) પર્યાયમાં રાગ જાણવામાં આવે છે. શરીર છે એ જાણવામાં આવે છે, “જ્ઞાનની પર્યાયમાં એની (સ્વ-પરજ્ઞય) ની ઝલક નામ જાણવામાં આવે છે.
“આહા! શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે જ્ઞાનની પર્યાયમાં' સ્વપર પ્રકાશક પર્યાયનું સામર્થ્ય છે તે વિકસિત થયું, એમાં ( વિકસિતજ્ઞાન-પર્યાયમાં) શરીરાદિ, રાગને દેખવામાં- જાણવામાં આવે છે. એ તો જ્ઞાનમાં એવો અનુભવ થાય છે જ્ઞાનમાં આવો અનુભવ થાય છે કે હું તો જ્ઞાનની પર્યાય છું “તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી ' . શું કહે છે? ત્રિકાળી જ્ઞાયકભાવ તો શુદ્ધ છે પણ એનું જ્ઞાન થયું પર્યાયમાં તો જ્ઞાન એનું (ત્રિકાળી) નું થયું એ જ્ઞાનની પર્યાયમાં, “સ્વ” તો જાણવામાં આવ્યો, પણ એ જ્ઞાનની પર્યાયમાં-અવસ્થામાં પર જાણવામાં આવ્યું તો? પર જાણવામાં આવ્યું તો એ શેયકૃત-પરકૃત-અશુદ્ધતા એમાં આવી? પરાધીનતા એમાં આવી (કે નહીં) ?
એવું છે નહીં. એ પરણેયકૃત ભાવ, જે જાણવામાં આવ્યો તે તો પોતાની (જ્ઞાન) પર્યાયનો ભાવ છે. એ જ્ઞાનપર્યાય પોતાનો જ્ઞાનપર્યાય ભાવ છે. એ જ્ઞયકૃતથી (જ્ઞાન) થયું છે એવું છે નહીં. આરે...! આવી વાતું હવે!! ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે પ્રમાણે હોય તે પ્રમાણે હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com