________________
૧૦૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
હળવે.. હળવે તો ભઈ કહેવાય છે, આ તો પ્રભુનો મારગ... છે, અનંત સર્વજ્ઞો, અનંત તીર્થંકારો, આ વાત કરતા આવ્યા છે. એણે (જીવો ) એ અનંતવાર સાંભળી છે, પણ એને રુચિ નથી, એણે અંત૨માં આશ્રય કરીને શરણ લીધું નથી એનું આહા.. હા! શરણ લીધું નહીં!
અહીંયાં કહ્યું ને.. ! ‘ આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે' ત્રિકાળી !!
આહા...! ‘ આ શુદ્ઘનયનો વિષય છે' શું કીધું? જે વસ્તુ છે ત્રિકાળી, પણ એનું જ્ઞાન (જેને ) થયું એને શુદ્ધ છે. તો ઈ પર્યાય (સ્વાનુભવ) ની જ્ઞાનની શઈ એને શુદ્ધ કહેવામાં આવેલ છે. અભેદ થઈ ગઈ ને...!! શુદ્ધ ચૈતન્યવસ્તુ પૂર્ણ છે એનું જ્ઞાન થઈને, સ્વના આશ્રયે શુદ્ધ થઈ ગઈ, એ અભેદ કહેવામાં આવી. એટલે કે શુદ્ધ કહેવામાં આવ્યું એ અપેક્ષાએ અભેદ! બાકી, પર્યાય છે તે તો વ્યવહા૨ નયનો વિષય, ચાહે તો કેવળજ્ઞાન હો! તે પણ વ્યવહારનયનો વિષય છે!!
આવી ફુરસદ ક્યાં મળે! ધંધા આડે.. એક અંધો હોય પહેલાં કા૨ખાનાનો, બીજું કર્યુ ને ત્રીજું કારખાનાનું કર્યુ એમાં નવરાશ ક્યાં છે? (આત્મતત્ત્વ સમજવાની ) આહા.. હા ! પ્રભુ! તું...
(શ્રોતાઃ ) એમાં રૂપિયા મળે, સુખ છે ને એમાં? (ઉત્ત૨:) ધૂળમાંય એને મળતાં નથી રૂપિયા ક્યાં 'ય ! રૂપિયા તો રૂપિયામાં રહે છે ને...! મળ્યા છે એવી મમતા મળે છે એને. કારણ કે પૈસા તો પૈસામાં છે. શું તે આત્મામાં આવે છે? ‘મને મળ્યા’ એવી મમતા એની પાસે આવી છે આહા.. હા! પૈસા તો પૈસામાં રહ્યા છે.
આહા.. હા! આ પર્યાય જ્ઞાનની થઈ, તો એમાં રહી એમ કહેવામાં આવે છે. પ્રભુ! જે ચૈતન્યમૂર્તિ ! ચૈતન્યના પ્રકાશનું પૂર.. પૂર!! ધ્રુવ પૂર! ત્રિકાળી, એનું જેણે સેવન કર્યુ, એ જ્ઞાનની પર્યાય અભેદ થઈ, કેમ કે એના આશ્રયથી-એના અવલંબનથી અથવા ઈ સ્વપર્યાયથી જ થઈ છે.
આહા... હા ! આકરું કામ બાપુ! અરે..! આ ક્યાં? નવરાશ ન મળે! બાળ અવસ્થા રમતુંમાં જાય, જુવાની બાયડીના મોહમાં જાય, વૃદ્ધાવસ્થા જાય ઈન્દ્રિયોની નબળાઈમાં, થઈ રહ્યું !! જીવન પરાધીન થઈ ગયું!! આહા.. હા! ‘એમાં પહેલેથી કામ ન લીધું તો પછી હારી જઈશ મનુષ્યપણું !” શાસ્ત્રમાં પણ એવું આવે છે, શરીરની જરા-જીર્ણતા ન આવે, શરીરની ઈન્દ્રિયો હીન ન થાય, શરીરમાં રોગ ન આવે તે પહેલાં કામ કરી લે! પછી નહીં થાય (ભાવપાહૂડ ગાથા. ૧૩૨ ) આ તો અષ્ટપાહૂડમાં છે આપણા દિગમ્બરમાં.
આહા...! વૃદ્ધાવસ્થા ન આવે, રોગ શરીરમાં ન દેખાય, શરીરની જીર્ણતા ન થાય- કરી લે કામ આત્માનું, પછી નહીં થઈ શકે, ચાલ્યો જાઈશ જિંદગી ખોઈને ! નિષ્ફળ !!
નિષ્ફળ નહીં, ધરમને માટે નિષ્ફળ રખડવા માટે સફળ, દુઃખ ભોગવવા માટે સફળ!! આહા.. હા. હા. હા.! આવું સત્યસ્વરૂપ છે.
.
(કહે છે) · આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે' ‘ આ શુદ્ઘનયનો વિષય છે' શુદ્ધનયનો વિષય તો ત્રિકાળ (જ્ઞાયકભાવ) છે, અહીં વિષયને જાણ્યો, ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે ને...! તો તે અપેક્ષાએ પર્યાયને પણ શુદ્ઘનયનો વિષય કહેવામાં આવેલ છે. છે તો (નિશ્ચય ) થી વિષય ત્રિકાળી શુદ્ધ!! પણ એનો વિષય કરનારી પર્યાય નિર્મળ જે પ્રગટ થઈ, એ પણ એ બાજુ ઢળી ગયેલી છે ને...! એટલે એને પણ એક ન્યાયે સમયસાર ચૌદ ગાથામાં કહ્યું છે ને... ‘ આત્મા કહો કે એને શુદ્ઘનય કહો કે અનુભૂતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com