________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
તે અડતો ય નથી. આ તે કંઈ વાત !! આકરી વાત છે બાપુ!
,
એ જ્ઞાયકપણું, દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, ‘જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ શું કહ્યું ? ‘જ્ઞાયકપણું તો શાયકપણું છે.' જોયું? એનો સ્વભાવ જાણવા-પણું છે, ઈ સત્ પ્રભુ ઈ આત્મા સત્! સચ્ચિદાનંદ !! ચિહ્ન નામ જ્ઞાન ને આનંદનું સત્=સચ્ચિદાનંદ! એ તો ત્રિકાળી જ્ઞાનને આનંદ સ્વરૂપે જ બિરાજમાન છે.
શ્રી પ્રવચન રત્નો-૧
આહા.. હા ! દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, કાયમ રહેલું તત્ત્વ છે. વર્તમાન દશામાં મલિનતા છે એને ન જોવામાં આવે અને કાયમ રહેલી ચીજ જે છે વસ્તુશાયક-ધ્રુવ એને જોવામાં આવે, તો તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે.. ‘ભાવ’ લેવો છે ને..! સણું સણું ? સત્ પ્રભુ, તેનું સતપણું જે જ્ઞાયકપણું છે આહા..! સત્... ‘ છે' -એવો જે ભગવાન આત્મા એનું જ્ઞાયકપણું તે એનું સત્ત્વ એનો ‘ભાવ' છે આ પુણ્ય, પાપના ભાવ થાય, દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધ ના ભાવો (જે થાય ) એ એનું (આત્મદ્રવ્યનું) સત્ત્વ નથી, એ સતનું સત્ત્વ નથી, સત્નો એ કસ નથી.
આહા.. હા! સત્ પ્રભુ (આત્મદ્રવ્ય ) છે એનો કસ (સત્ત્વ) તો જ્ઞાયકપણું જ છે. આ... આરે! આવી વાતુ હવે! નવરાશ ન મળે, તત્ત્વ સમજવાની! બપુ, આ કરવું પડશે ભાઈ..! એ નિવૃત્તિસ્વરૂપ જ પડયું છે.
ઓલામાં આવે છે ને...! “નજરની આળસે રે, નીરખ્યા નહિ મેં હરિ” –મારી નયનને આળસે રે, નીરખ્યા નહિ નયણે હરિ!! ઈતો ઈ પર્યાયની મલિનતાની સમીપમાં પડયો છે પ્રભુ જ્ઞાયક. આહા.. હા! પણ એને જોવાને ફુરસદ ન લીધી! જોનારને, જોવાનું નજરું (કરી) ત્યાં રોકાઈ ગયો! પર્યાયમાં બહાર જોવાનું (કર્યું) જેની સત્તામાં જોવાય છે, તે સત્તા જોવા નવો ન થયો! સમજાણું કાંઈ...? આવો મારગ છે!!
આહા.. હા ! ( લોકો કહે છે કે) આમાં (અમારે) કરવું શું? કાંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કહે કે વ્રત કરવું ને દયા પાળો ને પૈસા દાનમાં આપો.. મંદિર બનાવો, એવું કહો તો સમજાય તો ખરું?
એમાં સમજવું‘તું શું ? ઈ તો રાગ છે અને રાગપણે પ્રભુ (જ્ઞાયક) કોઈ દિ' થયો નથી. એ રાગપણે પર્યાયપણે, પર્યાય થયેલ છે. આહા.. હા! એ દ્રવ્ય પોતે રાગપણે થાય તો તો થઈ રહ્યું ! દ્રવ્ય અશુદ્ધ થઈ જાય એટલે કે દ્રવ્ય જ પોતે રહ્યું નહીં આહા...? એ તો ચીજ છે એ છે.
આહા... હા ! જ્ઞાયકપણે પ્રભુ આત્મા બિરાજમાન છે બધા આત્માઓ અંદરમાં, જ્ઞાયકપણું છે તે છે અંદર !! આહા...? ‘ છે' તેની દૃષ્ટિ કરવી છે ને? પ્રભુ!!
આહા....? અમારી સામે જોઈને તું સાંભળે છે ને જે રાગ થાય છે, એ તો પર્યાયમાં થાય છે, તારો જ્ઞાયકભાવ છે, જે છે તે કોઈ દિ' રાગપણે પર્યાય પણે થયો જ નથી. સમજાણું કાંઈ ?
(કહે છે) ‘ કાંઈ જડપણું થયું નથી' એટલે ? શુભ-અશુભ ભાવ છે એ તો જડ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ જે ઊઠે, એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. આખા જ્ઞાયકપણાનો તો અભાવ છે એમાં શું કીધું ઈ? જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામમાં જ્ઞાયકપણાના તો ‘અભાવ’ છે પણ તેના એક અંશનો પણ એમાં અભાવ છે. જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com