________________
८४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ નિમિત્ત છે પણ એનાથી થયું નથી. ફકત, સ્વભાવથી નથી થયું, એથી તે નિમિત્તથી થયું છે એમ કહેવામાં આવે છે.
આહા. હા! “પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ...' રાગ-દ્વેષ, વિષય-કષાયના ભાવ, એ બધાં મલિન છે. એ તો પર્યાય છે. એ વસ્તુ નથી કાંઈ ! મલિન જે કાંઈ પુણ્યને પાપના ભાવ દેખાય છે, એ તો પર્યાય છે. દ્રવ્ય-જ્ઞાયક છે તે, આ મલિનપર્યાયમાં આવ્યું નથી, તેમ મલિનપર્યાય, પર્યાય છે તે જ્ઞાયકભાવમાં ગઈ નથી. એનું “હોવાપણું” પર્યાયનું પર્યાયમાં રહેલું છે, અને જ્ઞાયકભાવનું હોવાપણું” પોતાના જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકભાવમાં રહેલું છે. બેય “હોવાપણે” તો છે.
આમ આકાશના ફૂલ નથી, એની જેમ અશુદ્ધતા નથી, એમ નથી, પણ ઈ (અશુદ્ધતા) પર્યાયમાં છે. આહા.. હા! વસ્તુમાં (દ્રવ્યમાં) નથી. આહા..! આવું જ્યાં! વાણિયાને ધંધા આડે, નવરાશ ન મળે ! ભાઈ !
આહા.... હા! આ વસ્તુ તો જુઓ! આ? પ્રભુ જે ચૈતન્ય દ્રવ્ય છે, એ જ્ઞાયકરૂપે દ્રવ્ય છે, એમ કહ્યું (જગતમાં) દ્રવ્ય તો બીજાય છે પરમાણુ આદિ, આ તો, ચૈતન્યજ્યોત! જ્ઞાયકભાવ! જ્ઞાયકભાવ ધ્રુવ! જ્ઞાયકમાત્રભાવ, એ રીતે પ્રભુ (આત્મા) છે અને એની અવસ્થામાં સંયોગજનિત મલિનતા પણ છે. (છતાં) પણ એ મલિનતા જ્ઞાયકભાવમાં ગઈ નથી, “જ્ઞાયક ભાવ મલિનપણે થયો નથી '
આહા.... હા! “પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો જોયું? પર્યાય છે, એમ સિદ્ધ કર્યું છે. પર્યાયની દષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે' આહા.. હા! વર્તમાન રાગને પુણ્ય, પાપના ભાવ, સંયોગજનિત જે છે ઈ છે. એ પર્યાયદષ્ટિએ જોવામાં આવે... તો એ છે.” મલિન જ દેખાય છે” આહા.. હા !
હવે, આવ્યું જુઓ!!
દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો...' જોવામાં આવે એમ. ઓલામાં (મલિનતામાં) પર્યાયદષ્ટિથી જોવામાં આવે તો. (કહ્યું) વર્તમાન પર્યાયથી જોવામાં આવે તો મલિનતા જ્ઞાનીનેય દેખાય છે પર્યાયમાં, તેથી (આચાર્યદવે) કહ્યું ને કે “મારો મોહ ને પરના મોહના નાશ માટે પર્યાયમાં મોહ છે, ઈ ભલે આંહી (સાધકને) રાગનો અંશ છે પણ “છે” – અસ્તિ છે. પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં એ છે નહીં. આહા. હા ! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે !! આહા. મૂળ વિના-વરવિના અત્યારે જાન જોડી દીધી! દુલ્હો નહીં ને જોડી દીધી. કે આત્મા, કોણ દ્રવ્ય છે? એનાં જ્ઞાન ને ભાન વિના.... બધું કરો વ્રત, તપને, ભક્તિને, મંદિરો.. ને.. આહા.. હા !
અહીંયાં કહે છે (કે) દ્રવ્ય જે છે એ તો જ્ઞાયકભાવ છે. પર્યાયથી જુઓ તો મલિનતા છે. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે” એને.. દ્રવ્ય જે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. એ મલિન થયું જ નથી, વસ્તુ મલિન થઈ જ નથી !
આહા...! કેમ.. બેસે? આ મલિન પર્યાય છે તે... મલિન પર્યાય, પર્યાય તો મલિન છે ને પર્યાય દ્રવ્યની છે તો દ્રવ્ય મલિન નથી થયું? એમ કહે છે. છાપામાં આવે છે, ઈ કહે છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com