________________
૮૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
અરે, ભગવાન નવમી ગાથામાં આવે છે ને પ્રચવનસારની. અશુભભાવ વખતે દ્રવ્ય અશુભ, છે, અશુભભાવમાં તન્મય છે અને શુદ્ધભાવ વખતે દ્રવ્ય શુદ્ધ છે, શુદ્ધભાવમાં તન્મય છે પર્યાય, એ તો પર્યાયની વાત છે. બીજાની છે ને એની કહેવાય એમ નથી. (શ્રોતા) એ રીતે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય ? (ઉત્તર) પણ શુદ્ધ ત્રિકાળી છે, એ શુદ્ધ જ છે. દ્રવ્ય કોઈ દિ' અશુદ્ધ થાય જ નહીં ત્રણકાળમાંત્રણકાળમાં એમ નથી. ભગવાન (આત્મદ્રવ્ય) તો જ્ઞાયકરૂપે ત્રિકાળ રહ્યો છે. શુભપણે, અશુભપણે ને શુદ્ધપણે પરિણમે, એ પર્યાય પરિણમે છે. એ શુભની પર્યાય કાંઈ દ્રવ્યમાં ગરી ગઈ નથી. આહા.. હા ! સમજાય છે કાંઈ.. ?
આવું સ્વરૂપ છે ભાઈ....! તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ! તને ખબર નથી ! આહા.. હા !
અને તને દૃષ્ટિ કરવા માટે અવકાશ છે” કેમ? એતો જ્ઞાયકપણે રહ્યો જ છે, એમાં મલિનતા ક્યાં છે? ( નથી) તેથી, દષ્ટિ કરવા માટે તને અવકાશ છે. એતો, જ્ઞાયકપણે પ્રભુ (શુદ્ધ) તો ત્રિકાળ રહેલો છે!! આહા..! માટે દૃષ્ટિનો વિષય છે એ તો “એવો ને એવો’ રહેલો છે (તેથી તો) રહ્યો છે માટે દૃષ્ટિ કરી શકીશ તું આહા. હા..! (દષ્ટિનો વિષય દ્રવ્ય) મલિન થઈ ગ્યો હોય ને.. શુદ્ધતા નામે ય ન હોય તો તો મુશ્કેલી !
પણ, ઈ તો પર્યાયમાં મલિન છે. (દ્રવ્ય તો એવું ને એવું રહેલું) પહેલી વાતમાં-પહેલામાં પહેલાં સમયગ્દર્શનના જ ઠેકાણાં નથી. એ વસ્તુ જ જ્યાં નથી–જેની ભૂમિકા-સમ્યગ્દર્શનની, ધરમની ભૂમિકા શરૂ થાય છે એ વસ્તુ જ જ્યાં નથી એને તો આ બધાં વ્રતને તપ કરે ઉપસર્ગ પરિષહ સહન કરે ને.. એ બધું થોથાં છે, સંસાર ખાતે છે પ્રભુ !!
આહા. હા! “દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે...' એ તો, દ્રવ્ય તો, જ્ઞાયકભાવે છે. એ દષ્ટિથી જોવામાં આવે. તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ તેને નજરે પડશે! આહા.. હા! સમજાણું? શું કહ્યું? કે જે આત્મા છે એ જ્ઞાયકભાવ-જાણફસ્વભાવ ભાવ એ તો ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં મલિનતા છે ઈ તો દશામાં-પર્યાયમાં છે, વસ્તુ છે એ તો જ્ઞાયક ભાવે ત્રિકાળ રહેલી છે. એ જ્ઞાયકભાવ કોઈ દિ” મલિન થયો નથી, જ્ઞાયકભાવ કોઈ દિ' અપૂર્ણ રહ્યો નથી. જ્ઞાયકભાવ કોઈ દિ' પરપણે થઈને અશુદ્ધતા એને લાગુ પડે એમ થયું જ નથી. એ જ્ઞાયકભાવ ત્રિકાળ છે એને આવરણ નથી. આહા.. હા! એ તો, જ્ઞાયકપ્રભુ છે વસ્તુ છે ને...! ચૈતન્ય વસ્તુ છે ને...! જાણક્રસ્વભાવ.. જાણક0 ભાવ.. જાણકસ્વભાવ, એવી નિત્યાનંદ પ્રભુ ધ્રુવ (વસ્તુ) અણઉત્પન્ન ને અવિનાશી એવી ચીજ છે ને.... !!
તો........ તને અવકાશ છે. કેમકે જ્ઞાયકભાવ, જ્ઞાયકપણે રહેલો છે. તો, તેની દૃષ્ટિ કરવાને અવકાશ છે તને. તો તે જ્ઞાયકની દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે.
આહા...! એ મલિન થઈ ગ્યો હોય ને એને જ્ઞાયકપણે માનવો હોય, તો તો એને અવકાશ, સમ્યગદર્શનનો ન રહે!
આહા. હા! પણ પ્રભુ (આત્મા)! તો અંદર ચૈતનય સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ! એ તો જ્ઞાયકપણે જાણપણે-તત્ત્વપણે ત્રિકાળ છે. એની વર્તમાન અવસ્થા-હાલત-પર્યાય એમાં મલિનપણું આ પર્ય-પાપનું દેખાય છે. (છતાં) એ પુણ્ય પાપના મલિનતાપણે જ્ઞાયકત્રિકાળ થય જ નથી કોઈ દિ' આહા... હા ! કેમકે એ મલિનતાની પર્યાયનો એમાં પ્રવેશ નથી. કેમકે મલિનપર્યાયને એ જ્ઞાયકભાવ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com