________________
૮૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય, એમાં જે ભગવાન જણાણો, એવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે, જ્ઞાયકનો તો રાગમાં અભાવ છે જ.
આહા.... હા! અરે! આવી વાત ક્યાં મળે ભાઈ ? !
(કહેછે કે.) “જડપણું થયું નથી” એટલે? જે કંઈ શુભભાવ કે અશુભભાવ થાય, એમાં ચૈતન્યનો-જ્ઞાયકભાવનો તો અભાવ છે, પણ જ્ઞાયકભાવની જે પર્યાય, શ્રદ્ધાજ્ઞાનને આનંદની થાય નિર્મળ એનો એમાં (રાગમાં) અભાવ છે, તેથી જડપણું છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, જાત્રાના ભાવ (થાય) એ બધો રાગ છે, તેથી જડ છે. ભગવાન ચૈતન્ય (આત્મા) જ્ઞાયકપણે છે વસ્તુ જે જ્ઞાયકપણે છે. તે તો રાગપણે રાગરૂપે થઈ નથી. એ રાગમાં આવી નથી. પણ જ્ઞાયકભાવના શ્રદ્ધાજ્ઞાનનાં કિરણ જે સાંચા ફૂટ્યાં, એ કિરણનો પણ રાગમાં અભાવ છે.
આહા... હા ! માટે, કહે છે કે જે ભાવે પંચમહાવ્રતના ભાવ, ભગવાનનું સ્મરણ કહેવાય, એ ભાવોને ભગવાને જડ કિધા છે. આહા.... હા. હા. હા! એ જડ (ભાવથી) ચેતનને-જ્ઞાયકનું જ્ઞાયકપણું પ્રગટે? જ્ઞાયકપણું નહોતું કે પ્રગટે? જ્ઞાયકપણું તો છે જ. જ્ઞાયકપણાના સ્વભાવનો સત્કારને પ્રતીત ને અનુભવ થયો, એનું કારણ તો ) ચૈતન્યચમત્કૃત જ છે, કહે છે. એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુને પ્રગટે. આહા...! આવું ભારે આકરું કામ બાપા !
આહા..! ચૈતન્ય જ્ઞાયકપણે તો કાયમ રહેલો પ્રભુ દ્રવ્ય છે. પણ, એને માનનારી જે દષ્ટિ છેએને જાણનારું જે જ્ઞાન છે, એને (જ) જાણનારું હો? એવા જ્ઞાનનો અંશ પણ એ શુભ રાગમાં નથી. આહાહા ! એથી તે રાગને શુભાશુભને જડ કહેવામાં આવે છે.
(કહે છે) “અહીં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. પર્યાય નથી, એમ નહીં, પર્યાય “છે' પણ અહીંયા દ્રવ્યદૃષ્ટિને, દ્રવ્યની દષ્ટિ કરાવવા, જ્ઞાયકપણાની દષ્ટિ એ (જ) સત્ય છે, સત્યનો સ્વભાવ છે તેની દષ્ટિ સત્ય કરાવવા. દ્રવ્યદષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે, મુખ્યપ્રધાન કરીને કહ્યું છે. પ્રધાન (અર્થાત્ ) મુખ્ય કરીને કહ્યું છે.
આહા.... હા! (અનાદિ) પર્યાયદષ્ટિ, પણ જ્યારે આ દ્રવ્યદષ્ટિ થાય યથાર્થ પછી, પર્યાયને જુએ તો મલિનતા દેખાય, તે જ્ઞાનનું શેય છે. આહા... હા! સમજાણું કાંઈ... અને (સાધક) એને જાણે કે આ પરિણમન મારી પર્યાયમાં છે, મારા દ્રવ્યમાં નથી. પુણ્ય-પાપના ભાવ છે, મારે થાય છે, પરિણમન કરનાર હું કર્તા છું, નયજ્ઞાનથી ( જ્ઞાની યથાર્થ જાણે છે )
પણ, વસ્તુદૃષ્ટિથી જોતાં, જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું રહ્યું અને જુએ, એને જાણે, માને પછી એની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સારું થાય. આહા...! મારગ, ભાઈ આકરો છે! અપવાસ કરી નાખે, ચાર-છ-આઠ-દસ, કરી નાખે. શરીરના બળિયા હોઈ ઈ અપવાસ કરે ! ઉપવાસ' નહીં હો? “ઉપવાસ” તો ભગવાન જ્ઞાયક ભાવ છે. તેમાં સમીપમાં જઈને વસવું પર્યાયમાં તેને (જ્ઞાયકભાવને) આદરવો અને અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય, એને “ઉપવાસ” કહે છે. બાકી બધા “અપવાસછે.
રાગની રુચિ (પડી છે) ને, પરને છોડીને (રોટલા છોડીને) અપવાસ માને, એ તો માઠોવાસ છે, ભગવાનજ્ઞાયકભાવ છે એને તો જોયો નથી! જેનું મહા અસ્તિત્વ છે, જેનું મહાહોવાપણું છે, મહાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com