________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૫૧
$
0
ગાથા-૬
OTI
હવે પ્રશ્ન ઊપજે છે કે, એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: कोडसौ शुद्ध आत्मेति चेत्।
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।।६।। નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીતે “શુદ્ધ' કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬ ગાથાર્થ-[ ૧: 1] જે [ જ્ઞાય: ભાવ:] જ્ઞાયક ભાવ છે તે [પ્રમત્ત: ]િ અપ્રમત્ત પણ [ન ભવતિ] નથી અને [પ્રમત:] પ્રમત્ત પણ નથી,[gā] એ રીતે [ ૬] એને શુદ્ધ [મ ત્ત ] કહે છે; [વ :] વળી જે [ જ્ઞાત:] જ્ઞાયકપણે જણાયો [સ: તુ]તે તો [સ: પવ] તે જ છે, બીજો કોઈ નથી.
ટીકા- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરત કષાયચક્રના ઉદયની (–કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી ( જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ' કહેવાય છે.
વળી દાઢ્યના (–બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે યાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ
યકૃત અશુદ્ધતા તેને નથી; કારણકે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છેપોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.)
ભાવાર્થ - અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા)–દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com