________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
શ્રી પ્રવચન રત્નો-૧ આહા. હા.! ભગવાન (આત્મા), ભગવાનને જેણે શોધ્યો સાધ્યો અને શુદ્ધ છે તેમ પર્યાયમાં અનુભવ થયો, તેને હવે, આત્મા જ્ઞાયક શુદ્ધ છે, ભૂતાર્થ છે એમ કહેવામાં આવે છે. આહા... હા..! આવી વાત છે ભાઈ ! અત્યારે તો મુશ્કેલ પડે એવું છે! અત્યારે શ્રદ્ધાને નામે ગોટા, મોટા ગોટા છે. વ્રત પાળોને. ભક્તિ કરોને. વ્રત કરોને.. કરોડો ખર્ચો મંદિરોમાં ને..! એ બધા ગોટા છે. (શ્રોતા ) ધર્મને નામે ફોફાં ખાંડે છે! (ઉત્તર) ફોફાં છે. રાગની કદાચ મંદતા હોય તો પુણ્ય છે, પણ ફોફા છે. એમાં જનમ-મરણનો અંત નથી પ્રભુ! એ તો (પુણના ભાવ) જનમ-મરણનાં બીજડાં છે, બધાં!!
આહા.. હા.! એ શુભભાવ પણ મારો છે ને હું કરું છું ( એ માન્યતા) મિથ્યાત્વભાવ છે. એ માન્યતાં આ અનંતા ચોરાશીના અવતારનો ગરભ છે! એનાથી અનંતા અવતાર નિગોદને, નરકને, પશુના ને ઢોરના અવતારો થશે. આહા... હા..ત્યાં કોઈની સફારીશ કામ નહીં આવે! અમે ઘણાંને સમજાવ્યાં” તા નેઘણાને વાડામાં જૈનમાં (સંપ્રદાયમાં) ભેયાં કર્યા તા ને..! બાપુ એ વસ્તુ જુદી છે આહા..! આંહી તો બોલવાનો વિકલ્પ પણ જ્યાં મારો નથી.
આહા. હા..! ભગવાન ત્રણલોકના નાથ પરમાત્માને એની વાણી પણ મારી નથી. એના લક્ષમાં જાઉ તો મને રાગ થાય. (તેથી) એ લક્ષ છડીને ચૈતન્ય ભગવાન-જ્ઞાયકભાવ-પરમપિંડ નિકપ્રભુ શુદ્ધ પડ્યો છે. એક સમયની પર્યાયમાં પાસે જ પડયો છે, ત્યાં નજર કરતાં, જે નજરમાં સમ્યગ્દર્શન થાય, સમ્યજ્ઞાન થાય, એને “આ આત્મા શુદ્ધ છે” એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....?
આહા ! છઠ્ઠી ને અગિયારમી ગાથા તો અલૌકિક છે. આ તો છેલ્લા એક પદની (વાક્યની) વ્યાખ્યા ચાલે છે. આહા. હા..! પાર. નથી એનો!! આહા..! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની સંતો, આત્માના આનંદના અનુભવીઓ! આહા.. હા.! એવા સંતની વાણીનું શું કહેવું !!
“તે જ' એટલે જ્ઞાયક, તે પુણ્ય-પાપપણે થયો નથી તે.. કેમ કે પુણ્ય-પાપપણે, અપ્રમત્તઅપ્રમત્તપણે થયું નથી (આત્મ) દ્રવ્ય ! “તે જ' (એટલે) તે જ વસ્તુ એમ' . “સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા” એમ છે ને ? એની સેવા કરે તો-ઉપાસવામાં એટલે એની સેવા, સત્કાર ને આદર કરે દષ્ટિમાં તો એને દ્રવ્ય શુદ્ધ છે. આહા.... હા ! જ્ઞાયકનું આવ્યું ( અર્થાત્ ) ( જ્ઞાયક ભાવનું સ્પષ્ટીકરણ આવ્યું )
હવે, ચોથા પદની વ્યાખ્યા. ઝીણું છે પ્રભુ! શું થાય !
હરિનો મારગ છે શૂરાનો, કાયરનાં કામ નથી ત્યાં” –એ પુણ્ય-પાપમાં પુણ્યને ધરમ માનનારાં ને પાપમાં અધર્મ માનનારાં પામરો-મિથ્યાદષ્ટિ, એવા જીવોનું કામ નથી કહે છે.
અહીંયાં તો પુરુષાર્થી અંતરમાં આહા હા..! અંતર સ્વરૂપમાં સ્વીકાર કરનારો પુરુષાર્થ છે તેવા પુરુષાર્થી છે, એવા પુરુષાર્થવાળાની વાતું છે આ તો!! આહા..! હવે, ચોથા પદની વ્યાખ્યા ચાલે છે.
(કહે છે કે“વળી દાધના (–બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે' શું કહે છે? અગ્નિને “બાળનારી” કહેવાય છે. એ બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી (એટલે કે) એ લાકડાને, છાણાને બાળે ત્યારે, આકાર તો એવો (અગ્નિનો) થાય ને.! જેવા છાણા, લાકડાં ( હોય) એવો જ આકાર થાય ને?! એ આકાર (અગ્નિ) નો કાંઈ એને લઈને થયો નથી, ઈ તો અગ્નિનો આકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com