________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ તળિયાં ઝીણાં બહુ!
એવા શ્રોતાઓ જે છે કે જેણે પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતામાં પોતે પોતાથી સ્થાપ્યા છે. “મેં સ્થાપ્યા છે' - (એમ ) આચાર્ય કહ્યું, એ તો નિમિત્તથી (કથન) છે.
આહા. હા ! એવા શ્રોતાઓને, સિદ્ધપણું પોતાનું સ્વરૂપ છે, તેની દૃષ્ટિ થાય છે. અને તે (સ્વરૂપ) શ્રુતકેવળી અને કેવળીએ કહેલું છે. તો ઈ (પોતામાં સિદ્ધોને સ્થાપનાર શ્રોતા) પણ શ્રુતકેવળી થશે જ, શ્રુતકેવળી એટલે સમકિતી! જેણે અનંતા સિદ્ધોને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સ્થાપ્યા છે.. !! અરે, બાપુ ! એ કંઈ વાત છે !
આહાજેનો પર્યાય અલ્પજ્ઞ-એક સમયનો (અનુભવમાં) ભલે અસંખ્ય સમય થાય-અનંતા સિદ્ધોનું જ્ઞાન કરે અને પર્યાયમાં સ્થાપે કે રાખે! (એટલે કે) જેની પર્યાયમાં અનંતા સિદ્ધો રહે આહા. હા! એવું જેણે પોતે કર્યું, એવા શ્રોતા (અહીંયાં) લીધા છે. આહા... હા... હા.બાકી તો આમ... અનંતવાર ભગવાન (અરિહંતદેવ) પાસે ગયો ને વાત- (દિવ્યધ્વનિમાં) સાંભળ્યું છે, અનંતવાર ગયો! આમ અનંતવાર ભગવાન પાસે તો સાંભળ્યું છે! પણ, જે શ્રોતા, પોતાની એકસમયની અલ્પજ્ઞઅવસ્થા હોવા છતાં.. અનંતા સર્વજ્ઞો-સિદ્ધોને અલ્પજ્ઞમાં સ્થાપે છે–રાખે છે, એનું લક્ષ અને દષ્ટિ (નિજ) દ્રવ્ય ઉપર જશે. અને તેના લક્ષે સાંભળશે એ સાંભળતાં, તેની અશુદ્ધતા ટળી જશે. એ લક્ષને કારણે, સાંભળવાના કારણે નહીં. સમજાણું કાંઈ..?
(ટીકાકાર આચાર્યદવ કહે છે) અને મારો મોહ પણ ટળી જશે, મારો મોહ અનાદિનો છે, ત્રીજા શ્લોકમાં (કળશમાં) એમ કહ્યું કે મારામાં મોટું-અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે. (વિરતમ્ અનુમાવ્ય-વ્યાતિ–ભાષિતાયા] આહા.. હા! આચાર્ય છે! સંત છે !!
આહા.. હા.! એક બાજુ એમ કહેવું કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહીં, દુઃખ છે જ નહીં–ઈ તો કઈ અપેક્ષાએ?
અનંતાનુબંધી અને મિથ્યાત્વની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગ અને દુ:ખ નથી.
(પરંતુઆહા! અહીંયાં તો આચાર્ય પોતે કહે છે, અરે! કુંદકુંદાચાર્ય! આ ગાથાના અર્થની ટીકા કરતાં (અમૃતચંદ્રાચાર્ય) પોતે કહે છે કે મારામાં મોટું છે. એ મોહ ક્યારનો છે? અનાદિનો છે. પહેલી ગાથામાં કહ્યું છે કે મારો મોહુ અનાદિનો છે. આહા. હા ! એ જ વાત ત્રીજા કળશમાં અમૃતચંદ્રચાર્યે લીધી છે. એ મોહ મારામાં, અસ્થિરતાનો હો? સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર તો છે, મુનિ છે ને! આનંદનો અનુભવ છે. તેની સાથે થોડો રાગ, અનાદિનો છે. ગયો છે ને થયો છે, એમ નથી. આહા.... હા... હા! આવી રીતે શ્રી કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરનાર શ્રીઅમૃતચંદ્રાચાર્ય કહે છે, કે શ્રી કુંદકુંદાચાર્ય આમ કહેવા માગે છે. પણ પ્રભુ! તમે ક્યાં એમના જ્ઞાનમાં-હદયમાં વયા ગ્યા !! તમે? કે ભઈ.. જેમ વસ્તુની સ્થિતિ છે એમ અમે કહીએ છીએ.
આહા. હા! પોતાનો ભગવાન અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે !! એ જાણનારો (પોતાના) આત્માને જાણે-એમ કહ્યું.
તો, આ તો અનંતા સિદ્ધના પર્યાયને જે જાણે એટલે કે સ્થાપે. આહા.. હા ! એને સમ્યગ્દર્શન, સ્વના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com