________________
૭૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય જ છે. આહા.... હા ! પરને જાણવા કાળે, એની પર્યાય પરને લઈને થઈ છે, એમ નથી.
આહા! ઘટપટને પ્રકાશવા કાળ દીવો, ઘટપટને લઈને પ્રકાશે છે એમ નથી. દીવાનો પોતાનો જ પ્રકાશક સ્વભાવ છે, ઘટપટને પ્રકાશવાનો. ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે! પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે.
આવું ઝીણું બાપુ! એક કલાકમાં કેટલું આવ્યું! (સમજવાની) નવરાશ ન મળે, ફુરસદ નથી, આખો દિ પાપ આડે અને શરીરના રક્ષણ માટે હોય તો આખો દિ' સલવાય જાય! આનું આમ કર્યું ને. આનું આમ કર્યું ને.. છતાય શરીરનું જે થવાનું હોય તે થાય, એનાથી કાંઈ ન થાય. આ તો, પુરુષાર્થથી થાય જ.
આહા. હાં.. હા ! દીવો, ઘટ એટલે ઘડો ને પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગને પ્રકાશવા કાળે પણ દીવો તો દવારૂપે રહીને જ પ્રકાશે છે. શું પરરૂપે થઈને તે પ્રકાશે છે? અને પરને પ્રકાશે છે? ના. દીવો, દીવાને પ્રકાશે છે. તેમજ પોતાને પ્રકાશવાના કાળે પણ દીવો દીવાને જ પ્રકાશે છે.
એમ, ભગવાન આત્મા-જાણનારો, જણાય છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ પોતે રહ્યો છે. પરપણે થયો નથી ને પરને લઈને થઈ નથી અવસ્થા! અને પોતાને જાણવાકાળે પણ પોતે છે, પોતાની પર્યાય છે. હવે! આવું બધું યાદ રાખવું! આવો મારગ છે પ્રભુનો (આત્માનો) બાપુ ! ત્રણલોકના નાથ તીર્થંકરદેવ સિવાય એ તત્ત્વ ક્યાંય છે નહીં.
ત્રણલોકનો નાથ ! તીર્થંકરદેવ !! આહા... હા!
પણ એ વાતું કર્યું (હાથમાં ન આવે !) બહુ સૂક્ષ્મ છે પ્રભુ! એ કોઈ પૈસા ખર્ચી નાખે કરોડ બેકરોડ માટે ધરમ થઈ જાય, એમ નથી. આહા. હા! શરીરની ક્રિયા કરી નાખે અપવાસાદિ કરે ! શરીરનો બળુકો અપવાસાદિ કરે અને જાણપણાના-એકલી બુદ્ધિનો પ્રકાશ કરવાવાળા બુદ્ધિની વાતો કર્યા કરે, પણ અંતર શું ચીજ છે. એને કેળવવા જતો નથી !
અહીં કહે છે કે અન્ય કાંઈ નથી' તેમ “જ્ઞાયકનું સમજવું” એટલે? “જાણનારો ' ભગવાન આત્મા, અને જાણતા-પર્યાયમાં અને જાણ્યો, તે જ પર્યાયમાં પરને પણ જાણું એ પરને જાણવાની પર્યાય પોતાની છે તે પોતાથી જ થઈ છે, એટલે (પરને જાણું કહ્યું તો પણ) ખરેખર, તો પોતાની પર્યાયને એણે જાણી છે. કારણ કે પર્યાયમાં કાંઈ ય આવ્યા નથી. જેમ ઘટપટને દીવો પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટપટ કાંઈ આવી ગયા નથી કે દીવાના પ્રકાશમાં તેઓ કાંઈ પેઠા નથી. આહા. હા! સમજાણું કાંઈ? એમ, ભગવાન ચૈતન્યદીવો ચૈતન્યચંદ્રપ્રભુ! એનું જેને અંતરમાં જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને, સર્વજ્ઞસ્વભાવી આત્મા છે એમ એનું જેનુ અંતરમાં જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને, સર્વજ્ઞસ્વભાવી આત્મા છે એમ જ્યાં ભાન થયું, ત્યાં અલ્પજ્ઞપર્યાયમાં સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું, તો એ જે અલ્પજ્ઞપર્યાય થઈ તે સર્વજ્ઞસ્વભાવીની છે, એ જ્ઞાયકની પર્યાય છે. સ્વને જાણે તે અને તે જ પર્યાય પર જાણે, તે પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. એ પરની પર્યાય છે ને પર લઈને થઈ છે. એમ છે નહીં.
આહા. હા! એક વાર મધ્યસ્થ થઈને સાંભળે ને.! ત્યાં આગ્રહ રાખીને પડ્યા હોય કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય” વ્રત કરવાથી સંવર થાય ને તપસ્યા કરવાથી નિર્જરા થાય! વ્રત,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com