________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૭૯ નિશ્ચયવ્રત કોને કહેવું, એની ખબર ન મળે ! વ્રત કરીએ તો સંવર થાય ને અપવાસ કરીએ તો નિર્જરા થાય! અરે, ભગવાન! એ વ્રતના વિકલ્પો જે વ્યવહારના છે એ પુણ્યબંધનું કારણ છે. એ અપવાસના જે વિકલ્પો છે વ્યવહારના એ પણ પુણ્યબંધનું કારણ છે, જો રાગમંદ કર્યો હોય તો ! ત્યાં સંવર, નિર્જરા નથી. આહા.. હા !
(આહોહો !) ત્યાં તો એમે ય કહ્યું છે ને..! ૩૨૦ ગાથા. તે ઉદયને જાણવાકાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે, નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે તે નિર્જરાને કરતો નથી. ઉદયને જાણવું કહેવું પણ (સાધકને ) પોતાને રાગને જાણે છે તે જ્ઞાનની પર્યાય તરીકે એને જાણે છે. નિર્જરાને કાળે જાણે છે એ પણ નિર્જરાની પર્યાય નથી એટલે કે નિર્જરાની જે પર્યાય જ્ઞાનરૂપ થઈ છે એ એ જાણે છે. બંધને જાણે એટલે બંધનું જ્ઞાન થયું છે એ જાણે, તે જ્ઞાનની પર્યાયને જાણે છે. મોક્ષને જાણે, ઉદયને જાણે, અવિપાક-સવિપાક, સકામ-અકામ નિર્જરાને જાણે-એ ચાર બોલ લીધા છે ને...! સવિપાક, અવિપાક, સકામ, અકામના આહા.. હા !
દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે! તેને સમજનારા. વિરલ પાકે ! બાકી આવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ ! એની ઊંડપની વાતુ અમે શું કહીએ !!
આહા..! અને કર્તા-કર્મનું અનન્યપણું છે, એમ કહ્યું. એટલે શું? કે “કર્તા” અન્યને “કાર્ય' અન્ય, એમ હોઈ શકે નહીં. “કર્તા” જ્ઞાનની પર્યાયનો આત્મા અને પર્યાયનું “કાર્ય” રાગાદિ જાણવું એ એનું કાર્ય” એમ નથી. કર્તા-કર્મ અનન્ય જ હોય છે. અનન્યપણું એટલે? તે જ કર્તા ને તે જ કર્મ'! આહા. હા! તેજ કર્તા ને તે જ કાર્ય, એમ કહે છે. આહા.. હા ! રાગને જાણવાકાળે જ્ઞાન, જ્ઞાનરૂપે જ થયું છે તેથી તેનું “ર્તા' જ્ઞાન અને કર્મ' પણ જ્ઞાન !!
એ રાગનું જ્ઞાન (કહેવાય છે છતાં) રાગ કર્તા ને રાગનું જ્ઞાન કર્મ એમ નથી. આહા. હા ! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠયો, અને એનું જે જ્ઞાન થયું, તે એને લઈને જ્ઞાન થયું છે ને? (ઉત્તર: અરે, એમાં ક્યાં જ્ઞાન હતું કે તેનાથી જ્ઞાન થાય, જ્ઞાન તો અહીં છે, આત્મામાં !!
સ્વપરપ્રકાશક જ્ઞાન આવે છે ને..! સમયસાર નાટકમાં આવે છે (સાધ્ય-સાધક “સ્વપરપ્રકાશક શક્તિ હુમારી, તા તેં વચન ભેદ-ભ્રમ ભારી” –સ્વપ્રકાશ જ્ઞય અને પરપ્રકાશ જ્ઞય-બેય વસ્તુ શેય,
ય અને પર બેય, છતાં પણ પરને જાણવાકાળે પર્યાય, પોતે પોતાથી જાણે છે (પોતાને) અહીંયાં એ સિદ્ધ કરવું છે. વિશેષ કહેશે.
પ્રશ્નઃ સ્વ-પર પ્રકાશક સ્વભાવમાં બે પણું આવ્યું છે કે એકપણું?
ઉત્ત૨: શક્તિ એક છે. એક પર્યાયમાં અખંડપણું છે, એ પણું નથી. સ્વ-પર પ્રકાશનું સામર્થ્યપણું એક છે. ભેદ પાડીને બે પણું કહેવાય છે..
( પરમાગમ સાર બોલ-૮૭૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com