________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૮૧
આહા.. હા ! પર્યાયમાં રાગ અને પુણ્યને પાપના ભાવ, કે જે એ વસ્તુમાં ( આત્મામાં ) નથી, એને તેં દેખીને માન્યું (કે શુભાશુભ મારામાં છે) એ તો, પરિભ્રમણનું કારણ છે.
એ પરિભ્રમણનો અંત... એટલે કે જેમાં પરિભ્રમણને પરિભ્રમણનો ભાવ નથી એવી ચીજ તું છો પ્રભુ! પૂર્ણાનંદનો નાથ ! સચ્ચિદાનંદ !! સત્=સત્... ચિદ્દ.. આનંદ=સચ્ચિદાનંદ (એટલે ) જ્ઞાન આનંદ પ્રભુ આત્મા (છે). પણ, એની દષ્ટિ કરે એને એ જ્ઞાન-આનંદ છે. એની દૃષ્ટિ ન કરે-વસ્તુ દષ્ટિમાં આવી નથી, તો એને તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. આહા.. હા ! આકરું કામ બાપુ!
તેથી, અહીં ભાવાર્થમાં કહે છે કે ‘અશુદ્ધપણું પદ્રવ્યના સંયોગથી આવે છે' વસ્તુમાં નથી ( આત્માદ્રવ્યમાં નથી ) સમજાણું કાંઈ...?
વસ્તુ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ છે, અખંડ!! એમાં મલિનતા નથી. પણ જે પર્યાયમાં મલિનતા થાય છે, એ અશુદ્ધપણું પદ્રવ્યના સંયોગથી આવે છે. સંયોગી ચીજના લક્ષે તે ‘સંયોગીભાવ' ઉત્પન્ન થાય છે.
સ્વભાવભાવની દૃષ્ટિએ, સ્વ, ભાવ તેને દષ્ટિમાં આવે છે, અને સંયોગીભાવના લક્ષે તેને સંયોગીભાવ લક્ષમાં આવે છે- અશુદ્ધતા તેને દૃષ્ટિમાં આવે છે, એ (અશુદ્ધતા ) પરદ્રવ્યના સંયોગથી આવે છે? આહા ! ઝીણી વાત બહુ બાપુ! મારગ વીતરાગનો છે ને...! બાપા...!
આહા...! વીતરાગસ્વરૂપ છે પ્રભુ, જો તે વીતરાગસ્વરૂપ ન હોય તો, વીતરાગતા અને સર્વજ્ઞતા ક્યાંથી આવશે? શું તે કાંઈ બહારથી આવે તેવું છે?
આહા.... હા ! વીતરાગસ્વરૂપે પ્રભુ આત્મા છે.
પણ, એને આ રાગ જે દેખાય છે, તે સંયોગજનિતપર્યાય-અશુદ્ધ-મલિન છે. જોયું ? ‘ અશુદ્ધપણું ૫રદ્રવ્યના સંયોગથી આવે છે' છે? પર્યાયમાં અવસ્થામાં રાગ છે જ નહીં, એમ નથી. રાગ પણ છે. અને તે અપેક્ષાએ સત્ય સત્ય એટલે ‘છે એમ ’ . ‘નથી જ’ એમ નહીં-અસત્ છે એમ નહીં.
(શ્રોતાઃ ) રાગ ભ્રમણાથી ઉત્પન્ન કર્યો છે? (ઉત૨:) હૈં? ભ્રમણા છે, પોતે રાગ ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે. સ્વરૂપમાં રાગ નથી, સંયોગને લક્ષે ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. આહા..! પણ, ‘ ભ્રમ ' પણ છે, ભ્રમ નથી એમ નહીં. પર્યાયમાં, એ અશુદ્ધતાની અવસ્થા છે તેથી ‘ ભ્રમ ’ પણ છે. આ હું છું, તો એ ‘ભ્રમ ’ પણ છે અને ‘છે’ ઈ અપેક્ષાએ ‘ભ્રમ’ સત્ય છે. પરંતુ ‘છે’ એ અપેક્ષાએ ! ભલે, તે ત્રિકાળ નથી માટે અસત્ છે, પણ વર્તમાનમાં છે. તે બિલકુલ નથી જ એમ કોઈ કહે તો એ વસ્તુની પર્યાયને જ જાણતો નથી; દ્રવ્યને તો જાણતો નથી પરંતુ તેની પર્યાયને ય તે જાણતો નથી.
આહા... હા ! ' અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે' સંયોગ એટલે સંબંધ ! સંયોગ ( અશુદ્ધપણું ) કરાવતું નથી. ૫૨દ્રવ્યનો સંયોગ, અશુદ્ધપણું કરતું નથી, પણ પરદ્રવ્યના સંયોગે પોતે અશુદ્ધપણું ઊભું કરે છે. સમજાણું કંઈ....? આવી વાત છે બાપુ! બહુ ઝીણી વાત છે!!
અનંતકાળમાં એણે આત્મા શું ચીજ છે, તે વાસ્તવિક જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી, બાકી બધા પ્રયત્નો કરી-કરીને મરી ગ્યો બહારથી...
(કહે છે) ‘ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય રૂપ થતું જ નથી ' એટલે શું કહે છે? અશુદ્ધતા પ૨દ્રવ્યના
સંબંધે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com