________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૬૯
*
0
પ્રવચન ક્રમાંક - ૨૨
દિનાંક ૧-૭-૭૮
T
(કહે છે કે, “વળી દાહ્યના, બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન-બાળનાર કહેવાય છે... - અગ્નિ, બળવાયોગ્ય પદાર્થને આકારે થવાથી, તે અગ્નિને “બાળનાર એમ કહેવામાં આવે છે, જાણે કે પરને બાળતો હોય! એમ કહેવામાં આવે, કહેવામાં આવે! તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી” – જે અગ્નિ, બળવાલાયક (પદાર્થ) રૂપે થઈ, તેથી તે બળવાલાયક પદાર્થને કારણે, અગ્નિ એ (ના આકારે થઈ, એમ નથી.
એ અગ્નિ, પોતે જ પોતાના સ્વભાવથી, પોતાને પ્રકાશતી અને પરને પ્રકાશતી (તે) પોતે જ પરિણમે છે. અગ્નિરૂપે, અગ્નિરૂપે એ બાળે છે એને આકારે એ (અગ્નિ) થયો, માટે એટલી પરાધીનતા (અગ્નિને) થઈ, એમ નથી. (ત્યાં તો) અગ્નિ, પોતે જ પોતે પોતાના આકારે પરિણમેલી
“જોયાકાર થયો, એ જ્ઞાનાકાર પોતાનો છે.” આવું છે! છે ને? ( શ્રોતા ) હા, જી. “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી” તેવી રીતે યાકાર થવાથી શેયકૃત અશુદ્ધતા તેને નથી” – જ્ઞાયક, જેનો જાણક સ્વભાવ (એટલે કેપોતાને જાણવું. અને ઈ બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું-જ્ઞયાકાર થયેલ જ્ઞાન, તે જ્ઞાયકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે (એટલે) “જાણનાર” છે એવું પ્રસિદ્ધ છે. “તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી.” “જાણનાર” જણાવાયોગ્યને આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવાયોગ્યને કારણે, ઈ (જ્ઞાનની) પર્યાય થઈ, એમ નથી.
આહા. હા! એ તો જ્ઞાનાકારરૂપે પરિણમન જ પોતાનું ( શાયકનું) એ જાતનું છે. (એમાં) પરનું જાણવું છે અને પરને જાણવાનો પર્યાય થયો ઈ ( જ્ઞાનપર્યાય ) પોતાનો, પોતાથી થયો છે, પરવસ્તુ છે ઈ રાગાદિ તેથી અહીંયાં રાગ ને પરનું જ્ઞાન થયું, એમ નથી.
આહા. હા! ત્યાં સુધી તો આવ્યું તું!
(કહે છે) “કારણ કે જ્ઞયાકાર અવસ્થામાં” – “જે જ્ઞાન છે” ય જણાય એ જણાવાલાયક પદાર્થ, તે પદાર્થને આકારે, અવસ્થામાં-એ જ્ઞયાકાર અવસ્થામાં, જ્ઞાયકપણે જે જણાયો, એ તો જ્ઞાયકપણે જણાયો છે, પરપણે જણાયો છે, એમ છે નહીં..! આહી.. હા ! જાણવાના પ્રકાશ કાળે, જ્ઞયને-રાગને જાણતાં છતાં, એ રાગને આકારે જ્ઞાન થયું એમ નથી. એને કારણે (એ આકાર) નથી. એ પોતાનો સ્વપરપ્રકાશ સ્વભાવ છે, સ્વને પ્રકાશે છે ને રાગને પ્રકાશે છે, એ સ્વનીપ્રકાશશક્તિને કારણે પ્રકાશે છે !! એ રાગને કારણે પરને પ્રકાશે છે (ક) જ્ઞયાકાર. જ્ઞયને કારણે અશુદ્ધતાપરાધીનતા થઈ એમ નથી. આહા..! આવું છે !
ન્યાયનું તત્ત્વ ઝીણું બહું! આહી. હા! છે?
(કહે છે કે) “શયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો” જોયું? ત્યાં રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. એ રાગસંબંધીનું જ્ઞાન (કહેવાય તે) જ્ઞાનનું જ્ઞાન અહીંયાં પોતાનું થયું છે. આહા... હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com