________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ રખડી-રખડીને, સોથી નીકળી ગ્યા છે બાપુ! પ્રભુ તો કહે છે કે તારા દુઃખનાં, એકક્ષણ–તારા એકક્ષણનાં દુઃખ નર્કનાં પ્રભુ! કરોડો ભવથી ને કરોડો જીભથી ન કહી શકાય. એવા તે દુઃખો તે એકક્ષણમાં વેઠયાં છે. એવા-એવાં તેત્રીસ સાગર ને એવાં અનંતકાળ! એ મિથ્યાત્વને લઈને બધું (દુ:ખ) છે બાપુ! આહા.. હા! તો, સમ્યગ્દર્શન વિના, એ ચોરાશીના અવતારમાં મરી જઈશ બાપા ! રખડીને, ક્યાંય અંત નહિ આવે ક્યાંય ભાઈ..!
(ભવના અંત લાવે) એવું જે સમ્યગ્દર્શન!! આહા..! જેણે ત્રિકાળી શુદ્ધને પકડ્યો અને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતાનો-આનંદનો સ્વાદ આવ્યો અને સ્વપ્રકાશક” પર્યાય જ્ઞાનની થઈ, હવે એને પણ હજી થોડું' ક-પૂરણ કેવળ જ્ઞાન નથી એથી એને રાગ આવે છે, તો એ રાગનું જ્ઞાન આંહી થાય છે. રાગ જેવું જ, મંદરાગ હોય તો મંદનું, તીવ્ર હોય તો તીવ્રનું–તો એ રાગ છે, તો રાગકૃતરાગઆકારે જ્ઞાન થયું છે ? (ના) ઈ તો જ્ઞાનની પોતાની જ્ઞાનકૃતજ્ઞાન, પોતાને (સ્વયંને) આકારે થવાથી થયું છે. આહા.. હા !
અરે...! આવું બધું (સમજવું), વાણિયાને ધંધા આડે! આહા...! વાણિયાને જૈન ધરમ મળ્યો!! આહા! મારગ ઝીણો ભાઈ.! આહા.. હાં.. હા ગજબ વાત કહે છે ને..!
પ્રભુ! ... તને કહે છે કે આત્માનું જ્ઞાન થયું, પણ હવે એ શુદ્ધચૈતન્યનું જ્ઞાન થયું પર્યાયમાં, પણ તારી પર્યાયમાં જે હજી રાગ થાય છે. અને તે પર્યાયનું જ્ઞાન હજી છે! એમાં પરનું જ્ઞાન (એટલે કે) શરીરનું, સ્ત્રીનું, કુટુંબનું-જેવા ભાવ થાય એવી રીતે આંહી જ્ઞાન થાય છે. તો ઈ જ્ઞય છે એની અપેક્ષાથી (આંહી) જ્ઞાન થયું છે. તો ઈ જ્ઞાનનો પરપ્રકાશનો સ્વતઃસ્વભાવ હોવાથી, પરની અપેક્ષા વિના, તે જ્ઞાનકૃત, પરનું જાણવાનું (જ્ઞાન) પર્યાય થયો એ જ્ઞાતાનું કાર્ય છે. આહા. હા! સમજાણું કાંઈ..?
ફરીને. આ તો જાણો શુદ્ધ (આત્મા) એને પર જણાય છે શું? એની વાત હાલે છે. જેને આત્માનું જ્ઞાન નથી, એની તો વાત છે જ નહીં. એ તો પરાધીન થઈને, મિથ્યાત્વને લઈને રખડી મરવાના છે. આહા.. હા ! જેને, ઈ આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! (નો અનુભવ થયો ) એ જિન સ્વરૂપી વસ્તુ! એ જિનના પરિણામમાં જિનસ્વરૂપી વસ્તુ જણાણી, શુદ્ધ પરિણામમાં, શુદ્ધવસ્તુ જણાથી એને શુદ્ધ કીધું છે.
હવે, આ બાજુમાં કે આ બાજુમાં (પરપ્રકાશકમાં) જ્ઞાનની પર્યાય, હજી જેવો રાગ થાય, દ્વેષ થાય તે પ્રકારે તે જ્ઞાન (પર્યાય) તેવું જાણે ! તેથી તે જ્ઞાન, તે જ્ઞયકૃતના કારણે તે અશુદ્ધ છે? કે પરાધીન છે? ના. એ જ્ઞાનનો તે વખતનો સ્વભાવ જ, એને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો સ્વભાવ સ્વતઃ છે, સ્વતઃપણે જ્ઞાન, રાગને જાણતું પરિણમે છે. આહા.. હા! “તે શાયકનું જ્ઞાન છે, તે રાગનું જ્ઞાન નહીં” એમ કહે છે અરે. રે! આ તે મળે નહીં ત્યાં શું કરે?! આહા..! અરે, અનંતભવ થયાં! જૈનસાધુ થયો, દિગંબર સાધુ અનંતવાર થયો! પણ, આ રાગની એકતા તોડીને સ્વભાવનું જ્ઞાન કર્યું નહીં અને સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા.. છે નહીં !
હવે, આંહી તો “પરનું જ્ઞાન” કરવામાં પણ પરની અપેક્ષા નથી.
આહા. હા! સમજાણું કાંઈ? સમજાય એટલું સમજવું પ્રભુ! આ તો.. ત્રણલોકના નાથની વાતું છે બાપા! જેને ઈદ્રો ને ગણધરો સાંભળે, એ વાત બાપા કાંઈ સાધારણ વાત હશે !! આહા... હા! “શયાકાર થવાથી તે ભાવને ' તે ભાવને એટલે જ્ઞયાકાર થયેલું જે જ્ઞાન, તે ભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com