________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૬૫ છે. (જેમ) અડાયું સળગતું હોય તે આકારે (અગ્નિ દેખાય છે) “અડાયું” સમજ્યા? વગડામાં અમથું છાણ પડ્યું હોય, તે સૂકાઈ ગયું હોય. અને આમ છાણ ભેગુ કરીને છાણાં કરે-થાપે તે છાણું અને અડાયું તે છાણ પડ્યું હોય ને સૂકાઈ ગયું હોય, એને આપણે કાઠિયાવાડમાં “અડાયું ” કહે છે. તો ઈ (અડાયાની) આંહી જેવી સ્થતિ હોય, એને અગ્નિ બાળે તો એવો આકાર (અગ્નિ) નો થાય. પણ એ આકાર અગ્નિનો છે. એનો (અડાયા) નો નથી. બળવાયોગ્ય વસ્તુને આકારે ( અગ્નિ) થઈ માટે દાહ્યને આકારે પરાધીન અગ્નિ થઈ ગઈ–ઈ બળવા યોગ્યને આકારે થઈ કહેવાય છે (છતાં) એમ નથી. આહા.. હા..હજી તો આ દષ્ટાંત છે હો? આત્મામાં તો પછી ઊતરશે ! આહા.. હા..! અરે. રે!
(કહે છે) “દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે' એટલે? છાણાં-લાકડાં કોલસા તેના આકારે અગ્નિ.. થવાથી.. દહન.. બાળનાર કહેવાય છે. છે ને દહન એટલે ‘બાળનાર’ . “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી” –બળવા-યોગ્ય-પદાર્થનો જેવો આકાર થયો, માટે તેની અપેક્ષાથી ત્યાં ( અગ્નિનો) આકાર થયો છે, એવી અશુદ્ધતા-પરાધિનતા તેને ( અગ્નિ) ને નથી. એ અગ્નિનો આકાર થયો છે એ પોતાથી થયો છે. એવે આકારે અગ્નિ પોતાથી થઈ છે. એ છાણાં-લાકડાં-કોલસો એ આકારે અગ્નિ થઈ તો એ બળવાયોગ્યને આકારે (અગ્નિ) થઈ, તો બળવાયોગ્ય ને (આધીન) થઈ પરની પરાધીનતા (અગ્નિ) ને છે એમ નથી. આહા.. હા.. હા..! છે?
(કહે છે) “બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી” અગ્નિને “બાળનાર” કહેવાય છે.' તો.. બાળનાર” તેમાં અવાજ એવો આવ્યો (ક) બળવાયોગ્ય છે તેને બાળે છે (એટલે કે) એને આકારે ( અગ્નિ) થઈ છે, એમ નથી. એ વખતે પણ અગ્નિ પોતાને આકારે થયેલી છે. આહા..હા..! બળવા યોગ્ય પદાર્થને આકારે અગ્નિ થઈ (દેખાય છે) એ અગ્નિ પોતાને આકારે સ્વયં પોતાથી થઈ છે. સમજાણું કાંઈ...?
હજી તો દષ્ટાંત છે. પછી, સિદ્ધાંત તો અંદર (આત્મામાં) ઊતરશે.
(કહે છે કેઃ) તો આ દાહ્યકૃત–બળવાયોગ્ય પદાર્થને આકારે થયેલી હોવાથી, અશુદ્ધતા (પરાધીનતા) અગ્નિની નથી, એ અશુદ્ધતા અગ્નિની, એને લઈને નથી. ઈ તો અગ્નિ (સ્વયં) પોતાને આકારે થયેલી છે, જે આકાર છે એ અગ્નિનો આકાર છે, બળવાયોગ્ય પદાર્થન ઈ. આકાર નથી. તેવી રીતે શેયાકાર થવાથી ” -જ્ઞાનસ્વરૂપી પ્રભ (આત્મા)! ન્નય જણાવા યોગ્ય પદાર્થને આકારે થવાથી, એ જાણે કે શેયકત આકાર છે. એમ નથી ! ઈ તો જ્ઞાનનો પોતાનો જ આકાર ઈ રીતે પરિણમ્યો છે. આહા.. હા..!
ફરીને. એકદમ સમજાય એવું નથી આ, (કહે છે) જેમ બળવાયોગ્યને આકારે અગ્નિ થવાથી, અગ્નિ બળવાયોગ્ય પદાર્થને આકારે થવાથી, એ ( આકારરૂપી) અશુદ્ધતા અગ્નિને નથી, અગ્નિ પોતે જ (સ્વયે) એ આકારે થઈ છે. તેવી રીતે જ્ઞયાકાર જ્ઞાનમાં, શરીર વાણી-મનમકાન-પૈસા આમ દેખાય. આકાર, એને (જ્ઞયને) આકારે આંહી જ્ઞાન થયું માટે તે શેયાકારની અપેક્ષાથી થયું. એવી જ્ઞાનના આકારને પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં-પોતે તે રૂપે-આકારે થયું છે (એટલે કે ) પરને જાણવા કાળે, પરચીજ જેવી છે તે આકારે જ્ઞાન થયું છે તે જ્ઞાન (આકાર) જાણવાલાયક (યપદાર્થ) છે એને કારણે થયું છે, એમ નથી. એ જ્ઞાન જ તે આકારે (સ્વયં) પોતે પરિણમ્યું છે. પોતાથી સ્વતંત્ર !!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com