________________
૫૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ આવ્યું છે; તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે?) આહા... હા..! અલૌકિક છે ભઈ આ વાત ! અનંતકાળમાં એણે, ભવનો અંત આવે- એ વાત જાણી નથી. અહીં...! ભવના અંતવાળી ચીજ છે !!
કહે છે ભવ ને ભવનો ભાવ જેમાં નથી, કેમકે શુભ-અશુભપણે (તે.) જ્ઞાનરસ-ચૈતન્યધામચૈતન્યરસકંદપ્રભુ-અનાદિ અનંત એકરૂપ (રસે જ રહ્યો છે.) આહા... હા.! એ કોઈ દિ' શુભાશુભ પણે થયો જ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનભેદ એમાં નથી. અહા..! “જ્ઞાયકભાવ એકરૂપ છે, એમાં ભેદ નથી” ગુણસ્થાનના ભેદો એમાં છે નહીં.
આહા. હા.એ દષ્ટિનો વિષય છે. એ જ્ઞાયકને અહીંયાં ભૂતાર્થ કીધો છે (એટલે) છતો પદાર્થ-વસ્તુ એકરૂપ- નિત્યજ્ઞાયકભાવ- જ્ઞાયકભાવ- ધ્રુવસ્વભાવ !! ચૈતન્યના પૂરનો ધ્રુવપ્રવાહ!!
(જુઓ..!) પાણીના પૂર આમ હાલે આ પૂર ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ.. ધ્રુવ એ જ્ઞાયકપણે જણાયો છે, તો શુદ્ધ, પણ જણાયો એને શુદ્ધ કહે છે.
(કહે છે કે, “વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે” એટલે? જાણનારો જણાયો... એ જાણવાની પર્યાય પોતાની છે. જાણવાની જે વસ્તુ છે એ જણાણી, એ જણાણી-પર્યાય એ પોતાની છે. એ પર્યાય પોતાનું કાર્ય છે અને આત્મા એનો કર્તા છે. જાણનારો... એવો ધ્વનિ છે ને...! તો, જાણનારો એટલે જાણે. પરને જાણે છે? જાણનાર કીધો ને..જાણનાર છે, તો તે પરને જાણે છે? તે કહે.. “ના” એ તો પરસંબંધીનું જ્ઞાન પોતાથી, પોતામાં સ્વપર-પ્રકાશક થાય છે. તે પર્યાય શાયકની છે. એ જ્ઞાયકપણે રહેલો છે. એ જ્ઞાયકને જાણનાર પર્યાય, તે તેનું કાર્ય છે. જણાવા યોગ્યવસ્તુ છે એને ઈ જાણવાનું કાર્ય નથી, ઈ જણાવા યોગ્યવસ્તુ છે ઈ જાણનારનું કાર્ય નથી. આહા...! આવું છે!!
જ્ઞાયકપણે જણાયો' ... કીધું ને...! જ્ઞાતઃ “જણાયો તે તો તે જ છે' - જાણનારો (કીધો) છે માટે બીજો જણાયો એમાં એમ નથી. તો “જાણનાર” છે ને.! તો “જાણનાર” ને બીજો જણાણો એમાં ? (કહે છે કે, ના, એમ નથી. એ જણાય છે ઈ પોતાને પોતાની પર્યાય જણાય છે.
જાણનારની પર્યાય જણાણી છે” આહા..! રાગાદિ હોય, પણ રાગસંબંધીનું જ્ઞાન છે ને...! એ જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે, એ રાગ છે માટે આંહી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે, એમ નથી. આહા... હા... હા.. હા !
“જણાયો તે પોતે જ છે.' એમ કહે છે.
જણાયો” જે જ્ઞાનની પર્યાયમાં, એ “જાણનારો” એમ અવાજ આવે! એટલે કે જાણે કે “બીજાને જાણ્યું” – ઈ એનું બીજાનું કાર્ય છે. (કહે છે કે, ના. બીજાને જાણવાને કાળે, પોતાનો પર્યાય પોતાથી જણાણો છે- પોતાથી થયો છે, અને તે જાણે છે.
આહા... હા.!
(શ્રોતા ) બીજો છે એમ કહ્યું એટલે? (ઉત્તર) બીજાને-બીજો એટલે રાગ નથી, રાગનું જ્ઞાન નથી- એ રાગનું જ્ઞાન નથી, (એ તો ) એનું જ્ઞાનનું જ્ઞાન છે. (સ-સાર બારમી ગાથામાં) વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એમ આવશે, પણ કહે છે કે એ રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે, એમ નથી. અને રાગને જાણે છે એમ નથી. એ તો રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાને થયું છે, તેને ઈ જાણે છે. આહી.. હું..! આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com