________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O
શ્રી પ્રવચન રત્નો-૧ પ્રમાણેની છે. આહા... હા..! અને તે ન્યાયથી, તેના ખ્યાલમાં આવી શકે છે. “ન્યાયથી ખ્યાલમાં આવે ને પછી અંદરમાં જાય તો અનુભવ થાય. આહા.. હા.! એક પદ હતું ને બાકી કાલનું આહા..! (તેનું સ્પષ્ટીકરણ થાય છે.)
(કહે છે) એ જ જ્ઞાયક છે, તે જ. એ રીતે એટલે તે જ. (અર્થાત) જ્ઞાયક છે તે જ. તેજ (અજવાળું) નહીં. પરંતુ તે જ. એ ત્રિકાળજ્ઞાયક સ્વરૂપ, જેમાં પર્યાય નથી. જેમાં શુભાશુભ ભાવ નથી. જેમાં પ્રમત્ત-અપ્રમત્ત ભેદ નથી. આહા. હા.! એવી (અભેદ) ચીજને...! “સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી- અનેરા- અનેક આંહી તો નોકર્મ છે અને કર્મ જે છે અંદર, એમના તરફનો ઉદયભાવ જે છે- એમના તરફનું લક્ષ છોડી દઈને, પોતે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ છે- ચૈતન્યચંદ્ર છે પ્રભુ જ્ઞાયક! આહા.. હા..વસ્તુ ભિન્ન!! “ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ મતવાલા સમજૈ ન” જેનો અભિપ્રાય રાગનો, રુચિ પરની ને એવા રુચિવાળાને આ વસ્તુ છે તો શુદ્ધ
સ્વરૂપ- છે તો શુદ્ધ (એને) શુદ્ધ કહો, જિનસ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવરૂપ અભેદ કહો, સામાન્ય કહો (એકરૂપ કહો) એવી ચીજ (આત્મવસ્તુ) હોવા છતાં – અજ્ઞાનીનું અન્યદ્રવ્ય ઉપર લક્ષ છે તેથી તેની સમીપમાં ઈ દ્રવ્ય પડયું છે, એની એને ખબર પડતી નથી. આહા... હા. હાહા.! પર્યાય, એક સમયની સમીપમાં પ્રભુ (ધ્રુવ ) પડ્યો છે, ભગવાન અનાકુળ આનંદનો નાથ ! આહા..એક સમયની પર્યાય જે છે- જ્ઞાનની- જાણવાની, એ પર્યાયની સમીપ જ પ્રભુ છે. આખું (પરિપૂર્ણ ) દ્રવ્ય ચિદાનંદ ધ્રુવ સમીપ જ પડ્યો છે, પણ તેની ઉપર તેની નજર ન હોવાથી (તેને “શુદ્ધધ્રુવ” દેખાતો નથી) સમયસાર ૧૭–૧૮ ગાથામાં તો એમ કહ્યું કે એની વર્તમાન જ્ઞાનપર્યાયમાં જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ....) ઝીણી વાત છે બાપા! આહા! પ્રભુ તારી પ્રભુતાનો પાર ન મળે! જેની પ્રભુતાની પૂરણતાનું કથન કરવું કઠણ પડે! એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. (છતાં પણ) એને, એક સમયની પર્યાયમાં પડેલો (એટલે પર્યાયને જ જાણતો) એને ઈ સમીપમાં છે ઈ નજરમાં આવતો
નથી.
શું કહ્યું? જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જે જાણે છે. સ્વભાવ સહિત !! સમજાણું કાંઈ...? આહા. હા.! એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી વર્તમાન, એમાં એ દ્રવ્ય જ જણાય છે.
પણ, અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી, અનાદિથી અજ્ઞાનીની દષ્ટિ દયા–દાન-વ્રત-કામ-ક્રોધનાં પરિણામ ને કાં એને જાણનારી એક સમયની પર્યાય ત્યાં એ રહી ગ્યો છે. બાપુ! મિથ્યાષ્ટિ છે, સત્યદષ્ટિથી વિરુદ્ધ દષ્ટિ છે.
આહા..! સત્ય જે પ્રભુ જ્ઞાયક ભાવ ( એને) સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સસાહેબ પૂર્ણાનંદનો પ્રભુ એની ઉપર એની નજર નથી, છે તો પર્યાયમાં જણાય એવી ચીજ, જણાય જ છે!! શું કહ્યું? જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા, કહે છે પર્યાય એમ કહે છે!
અહા..! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એના કેડાય તો સંતો, ઈ એમ કહે છે કે પ્રભુ એમ કહે છે. પ્રભુ! તું એક વાર સાંભળ, તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા, એનો અપર પ્રકાશક સ્વભાવ હોવાથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com