________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૫૭
નિમિત્તનાં સંબંધે જોડાતાં, જે કંઈ વિચિત્રતાના વશે પ્રવર્તતાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર (એટલે ) નિમિત્તરૂપ, પુણ્ય-પાપ એ પરમાણુઓના બંધની ક્રિયા નિમિત્તે, ઉત્પન્ન કરનારા શુભ-અશુભ ભાવ વર્તમાન, અને પુણ્ય-પાપ એ કર્મ, એનાં (નિમિત્તે) ઉત્પન્ન કરનારાં શુભ-અશુભ ભાવ ‘તેમના સ્વભાવે પરિણમતો નથી ' .
શું કીધું ? દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો, ત્યાં રાખવું- તો, ‘દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર અનેકરૂપ-સમસ્ત અનેકરૂપ, શુભ-અશુભભાવો અનેકરૂપ છે, અસંખ્ય પ્રકાર-શુભ-અશુભે ય અસંખ્ય પ્રકાર-એ રીતે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો,... પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારાં એવાં શુભાશુભ ભાવો ‘તેમના સ્વભાવે પરિણમતો નથી'
આહા.. હા..! ભગવાન શુદ્ધ ચૈતન્ય ! (તેને) વસ્તુ સ્વભાવથી જોઈએ તો, વસ્તુથી જોઈએ તો... પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારાં શુભાશુભ ભાવ, એ ભાવરૂપે તે દ્રવ્યસ્વભાવ કોઈ દિ' થયો જ નથી. આહા.. હા..! કેમ કે એ તો જ્ઞાયકસ્વરૂપ છે. અને ઉત્પન્ન કરનારાં પુણ્ય-પાપનાં જે શુભાશુભ ભાવો છે, એ તો અચેતન છે. એમાં ચૈતન્યના સ્વભાવનો અંશ નથી.
આહા... હા..! ‘તેમના સ્વભાવે થતો નથી ' આહા.. હા..! અહીં પંડિત જયચંદજી ખુલાસો કરે છે. ‘શાયભાવથી જડભાવરૂપ થતો નથી ' . ભાષા જોઈ લો !! ( કહે છે કેઃ) શુભ-અશુભ ભાવરૂપે થાય તો જડ થઈ જાય, કેમ કે શુભ-અશુભભાવ તો અચેતન-અજીવ છે.
આહા.. હા..! એ જીવ શાયક! એ શુભાશુભ- અજીવરૂપે કેમ થાય ? (કદી ન થાય) આહા.. હા..! દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો, જે કષાયનો અંત લાવવો મુશ્કેલ, એ વિચિત્રતાના વશે પુણ્ય-પાપથી ઉત્પન્ન થયેલા શુભાશુભ ભાવો- એ રૂપે આત્મા થતો જ નથી. શી રીતે થાય ? આવું છે.
(કુંદકુંદાચાર્યદેવ ) “ વોન્છામિ સમયપાફૂડ” એમ કહ્યું છે ને...! ‘ વોઘ્ધામિ’ કહીશ. કહીશ ( કહ્યું ) તો એનો અર્થ (છે કે) સાંભળનારા છે એને કહે છે ને...! આહા.. હા...! એને કહે છે (કે) તારો નાથ ! અંદર જે ધ્રુવ ચૈતન્ય જ્ઞાયકભાવ પડયો છે ‘એ ’ શુભાશુભભાવે, તે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારાં ( એવા ) શુભને અશુભ ભાવરૂપે ’ ‘ એ ’ દ્રવ્ય સ્વભાવ, કદી થયો જ નથી. છે ને... ?
એમ કીધું. જોયું...?! એ
આહા... હા...! ‘જ્ઞાયકભાવથી જડભાવ (રૂપે ) થયો નથી' શુભાશુભને જડ કીધાં.
આહા..! જ્ઞાયક..! જે ચૈતન્યસ્વરૂપ ચૈતન્ય-પ્રકાશનો પૂંજ (છે) અને શુભ-અશુભભાવ તો અંધારા છે, (તેમાં ) ચૈતન્યના પ્રકાશનો શુભાશુભ ભાવમાં અભાવ છે. એ પ્રકાશ, અંધારારૂપે કેમ થાય ? એમ જ્ઞાયક, શુભાશુભપણે કેમ થાય ?
–
આહા.. હા...! એટલે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી આ કારણે ભગવાન આત્માજ્ઞાયકભાવ, શુભાશુભ (ભાવ) પણે થયો નથી, એથી એને ગુણસ્થાનના ભેદ પણ નથી.
હવે, એક છેલ્લી લીટી છે. (ટીકાની બાકી)
(
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
*
*