________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
४७ પરની કાંઈ વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં.
આંહી કહે છે કે પરદ્રવ્ય છે અને પ્રકાશે! એને કરી શકે નહીં એનું! આહાહા... હા! આત્મા સિવાય અનંતપદાર્થ છે એનું કાંઈ કરી શકે નહીં પણ એને સ્વમાં રહીને પોતાની સત્તાથી અનેકને જાણતાં છતાં જ્ઞાન એકરૂપ રહે અનેક- ખંડ-ખંડ ન થાય! એવો એનો સ્વભાવ છે.
આહા... હા! આવી વાત છે!
આહા...! “અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી” ક્ષેત્ર ભલે એક છે. આ શરીર શરીરમાં ને આત્મા આત્મામાં જુદો! આ (શરીર) તો માટી-જડ-ધૂળ છે. આહાહા...!
અરે..! એને ક્યાં ખબર છે? હું કોણ છું! એમાં ઓથે ઓથે, આંધળે આંધળા... જમ્યા ને પછી બાળક ને યુવાનને ને વૃદ્ધ પછી મરી જાય ને બીજો ભવ, થઈ રહ્યું ! પછી ત્યાં જનમની કતાર હાલી... એકપછી એક, એક પછી એક જન્મ-મરણ, જનમમરણ કતાર લાગી ગઈ છે અનાદિથી..!
આહા... હા! વસ્તુની ખબર નથી ! એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતામાં સ્થિત છે. આહા..! “આવો જીવ નામનો પદાર્થ સમય છે જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સમય છે” પહેલાનું (ટીકાનું) ટૂંકું કરી નાખ્યું છે. “અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે કર્મના પ્રદેશ કીધાં” તો એનો અર્થ જ રાગદ્વેષમોહ કર્યો! ટીકામાં એ જ લીધું છે. આહા...! “પરસ્વભાવરાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે.
એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એકવસ્તુને બે-પણું આવું આવે છે. તે બેપણું શોભાયમાન છે નહીં.
વિશેષ કહેશે... (પ્રમાણવચન ગુરુદેવ )
-પરદ્રવ્ય શય છે ને આત્મા એનો જ્ઞાયક છે એમ માને એ ભ્રાંતિ છે એમ કહે છે. ભાઈ ! જે પરૉય છે તે તો વ્યવહાર શેય છે, વાસ્તવમાં નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની દશામાં જે છ દ્રવ્યનું જ્ઞાન થાય છે તે જ પોતાનું ય છે, તે જ પોતાનું જ્ઞાન છે અને પોતે આત્મા જ જ્ઞાતા છે. ( અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું ૧૬૬ ).
–છ દ્રવ્યો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જ્ઞાનની પર્યાય તે – તે જ્ઞયના કારણે થઈ નથી પણ સ્વપરને પ્રકશતી થકી પોતાથી-પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે. માટે પોતાની જ્ઞાનની પર્યાય જ પોતાનું જ્ઞય છે. લ્યો, આવી ખૂબ ગંભીર વાત ! (અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું-૧૬૮).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com