________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૪૨
જ્ઞાનને ચારિત્રરૂપ પરિણમ્યો-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનને મિથ્યાચારિત્ર-રાગ (રૂપે વર્તો ).
આ તો અંતરની વાતું છે બાપુ ક્યાંય અત્યારે તો બારમાં તો મળે એવું નથી અને બારમાં એ છે એમ કીધું ને..! ઈ તો દર્શનજ્ઞાનસ્વભાવના અસ્તિત્વમાં આત્મતત્ત્વ છે. ભગવાન આત્મ દર્શનશાનની હયાતિવાળું તત્ત્વ આત્મા છે. એ યાતિવાળાને છોડી દઈને મોહનાઅનુસારે, આધીનપણાની જેની પ્રવૃત્તિ છે તે સ્વદ્રવ્યથી ચૂત થઈ જાય છે. સમજાણું કાંઈ... ?
આહા... હા ! ‘ પરદ્રવ્યના નિમિત્તથી સ્વદ્રવ્યથી છૂટી નિમિત્તથી હો ? ‘ ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ’ નિમિત્તથી નો અર્થ: નિમિત્ત એને (મોહરાગ દ્વેષ ) ઉત્પન્ન કરાવતું નથી પણ આંહી આ બાજુમાં (સ્વદ્રવ્યમાં) એકાગ્ર નથી, તેથી નિમિત્ત તરફ એકાગ્ર છે. આહા... હા ! ‘૫૨દ્રવ્યના નિમિત્તથી ' આંહી જો અમારે બધાં ( કહેવા લાગે કે) પરદ્રવ્યના નિમિત્તથી થાય છે જુઓ નિમિત્તથી (આંહી કહ્યું ! ) એનો અર્થ શું? ૫૨દ્રવ્ય છે એના તરફના ઝૂકાવથી, સ્વદ્રવ્યથી ચૂત થવાથી, અને પદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવ/એ આંહી ટીકામાં તો ત્રણ (ભાવ) છે. ઓલામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ( ત્રિપુટી ) અને આંહી મોહ-રાગ-દ્વેષ (ત્રિપુટી ), આત્મતત્ત્વથી છૂટી-દર્શન જ્ઞાનનું હયાતિવાળું પ્રભુત્વ! એના આસ્થા, શ્રદ્ધાજ્ઞાનથી છૂટી અને મોહ જે છે તેને અનુસારે આધીનપણે પ્રવર્તતા‘નિમિત્તથી ઉત્પન્ન થતાં મોહરાગદ્વેષાદિ ભાવો સાથે મિથ્યાત્વ, રાગ અને દ્વેષ, રતિ વાસના વગેરે સાથે એકત્વગતપણે-એની સાથે એકપણું માનીને આંહી એગતપણેનો અર્થ એકપણું માનીને અર્થ કર્યો–એકપણું માનીને વર્તે છે.
આત્મા, વ્યવહાર તે મારી ચીજ છે એમ મિથ્યાત્વમાં એકપણે વર્તે છે. અને રાગમાં એકપણે વર્તે છે. દ્વેષમાં એકપણે વર્તે છે. જે આત્મા જ્ઞાનદર્શનમય, એનાથી ભિન્ન હોવા છતાં રાગદ્વેષમોહ થતાં તેમાં એકપણે વર્તે છે. એનું નામ મિથ્યાત્વને મોહ ને રાગ-દ્વેષાદિ છે.
આહા... હા! ત્યારે... એકપણે વર્તે છે' ત્યારે... પુદ્દગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી' જોયું? ઓલા મોહરાગ દ્વેષમાં વર્તે છે એ પુદ્દગલપ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. આંહી ભગવાન આત્મામાં સ્થિત હતા જે દર્શનજ્ઞાન ચારિત્રમાં તે છૂટીને નિમિત્તને આધીન થઈને મોહ-રાગ-દ્વેષના પ્રદેશમાંએ પુદ્દગલકર્મનાપ્રદેશ કહેવાય. એ મોહ-રાગ-દ્વેષ એ કર્મનો જ ભાગ છે, કર્મ તરફના વલણવાળી ઉપાધી છે. એ મિથ્યાત્વ અને રાગદ્વેષ/ ભગવાન (આત્મા) તો નિરુપાધિ તત્વ છે, એ તો દર્શનજ્ઞાનમય નિરુપાધિ તત્ત્વ છે એ નિમિત્તને આધિન ઉપાધિ તત્ત્વ સાથે એકત્વપણે વર્તે છે એને અણાત્મા કહેવામાં આવે છે. એને પરસમય કહેવામાં આવે છે. આહા... હા !
,
‘ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપ૬ ૫રને એકત્વપૂર્વક જાણતો આંહી જાણતો' તો લીધો પણ મોહ ને રાગદ્વેષાદિને એકત્ત્વપણે જાણતો અને પરિણમતો. ઓલો ભિન્નપણે જાણતો ને પરિણમતો.
આહા.. હા ! એક એક શ્લોકની વાત! છે ક્યાં? મધ્યસ્થ થઈ. જુએ, ધી૨જથી.. સત્યનો શોધક બનીને..? તો આચીજ છે એ બીજે ક્યાંય છે નહિ. યુગપદ્ આહા..! એકત્વપૂર્વક જાણતો તથા ૫રરૂપે એકત્વપૂર્વક પરિણમતો ' સમયનો અર્થ આપ્યો ને..! ‘ એકસાથે જાણે ને પરિણમે '
તો જ્યારે સ્વસમયમાં એકાગ્ર છે. ત્યારે તે જ સમયે જાણે ને પરિણમે. અને આંહી રાગની Please inform us of any errors on rajesh@AtmaDharma.com