________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૪૩ સાથે-મિથ્યાત્વ સાથે એકાગ્ર છે તે તે જ સમયે જાણતો ને રાગ મારાં છે એમ જાણતો અને એરૂપે એકત્વપણે પરિણમતો. આહા... હા! જાણતો” તો રાખ્યું પણએ જાણવામાં વિશેષણ આ આપ્યું આ “એકત્વપણે જાણતો' મોહને રાગદ્વેષનો પરિણામને સ્વભાવમાં આત્મામાં એcપણે જાણતો. આહા...! સમજાણું?
ઓલું યુગપદ્ સ્વને એકત્વપણે જાણતો એમ હતું પહેલામાં દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી યુગપસ્વને એકત્વપણે જાણતો, આ પરને એત્વપૂર્વક જાણતો. બસ આમ અસ્તિ, નાસ્તિ કરી છે.
આહા... હા! યુગ૫૬ અને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સમય એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે એમ પહેલાં કહ્યું હતું હવે આંહી “યુગપ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “પરસમય” એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે.' એને નહીં, બીજાને... એ આત્મા અજ્ઞાની છે, પરસમય છે, અણાત્મા છે, અણાત્મામાં એકત્વપણે વર્તે છે માટે તે પરસમય છે, એમ જાણવામાં આવે છે. છે ને ? “પો નેરુમ્મસ છવું વત નાનીદિ' છે ને....! બેયમાં જાણવું-જાણવું બેયમાં “પ્રતીત કરવામાં આવે છે” એનો અર્થ કર્યો છે. એટલે કે જાણવામાં એમ આવે છે.
આહા... હા ! “એકત્વપૂર્વક પરિણમતો એવો તે “પરસમય” એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે.” એટલે કે જાણવામાં આ આત્મા, અણાત્મા થયો એમ જાણવામાં આવે છે. આહાહા ! રાગના વિકલ્પ સાથે એકત્વપણે પરિણમતો અને એકત્વપણે જાણતો, જાણતો તો રાખ્યું, પણ એકપણે જાણતો તેને પરસમય એમ જાણવામાં આવે છે એ પરસમય છે. એ અણાત્મા છે. એ સ્વરૂપથી ચૂત થઈને જે એનામાં નથી તેમાં ઈ રહેલો છે માટે પરસમય કહેવામાં આવે છે.
આહા.... હા.... હા! આ વાત વાદવિવાદે કાંઈ પાર પડે એવું નથી ! વસ્તુની સ્થિતિ જ આવી છે
છી ગમે તેટલાં લખાણ શાસ્ત્રમાં આવે! કોઈ વ્યવહાર નયે આવે એ તો નિમિત્તના જ્ઞાન કરવા માટે આવે છે. વસ્તુસ્થિતિ તો આંહીથી ઉપાડી છે, એનો જ પછી બધો વિસ્તાર છે.
આહા! “આ રીતે જીવ નામના પદાર્થને” જીવ નામનો પદાર્થ તો કહ્યો પહેલો! ગુણ પર્યાયવાળો, ઉત્પાદવ્યયધ્રુવવાળો, જ્ઞાનદર્શનવાળો, એવા “જીવ પદાર્થને સ્વસમય અને પરસમય-એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.'
આહા... હા! સમયપણું, એકત્વમાં હોય તો સમય પ્રગટ થાય છે. રાગમાં એકત્વ હોય તો પરસમયપણું પ્રગટ થાય છે. એકમાં બે-પણું આમ ઊભું થાય છે. આહા...! વસ્તુ એમ દર્શનજ્ઞાનમય પ્રભુમાં આવું પરમ-રાગમાં એકતા થવાથી પરસમયપણું -દ્વિવિધપણું, સ્વસમયપણું ને પરસમયપણું દ્વિવિધપણું ઉત્પન્ન થાય છે. એકમાં બેપણું ઉત્પન્ન થવું એ જ નુકસાન કારક છે.
આહા... હા ! સ્વમાં એકત્વપણે પ્રગટ થવું તે આત્માને લાભદાયક છે. એ ભગવાન આત્મા, દર્શનશાનમાં ક્યાતિવાળો પ્રભુ! એ રાગને પુણ્ય-પાપની હયાતિમાં એકત્વપણે સ્વીકારતો એ એકમાં બીજાપણું-દ્વિવિધપણું ઉભું થયું. સ્વસમયપણું ને પરસમયપણું એકમાં બેપણું ઊભું થયું! આહા.. હા ! આમાં ક્યાંય એમ કહ્યું નથી કે કર્મના ઉદયનું જોર છે તે પ્રમાણે આંહી વર્તે છે રાનમાં-દ્વેષમાં એવું તો કાઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com