________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ લીધું ! આંહી એમ ન લીધું ચારિત્ર-દર્શન-શાન.
શું કીધું? “નીવો વરિત્તવંસMMIળ વિવો” એમ આવ્યું ને (મૂળ) પાઠમાં! એનો અર્થ એવો કર્યો. “જીવ જ્યારે પોતામાં એકત્વપણે દર્શનશાનચારિત્રમાં સ્થિત થઈને વર્તે ત્યારે તેને આત્મા, સ્વસમય આત્મા કહેવામાં આવે છે. તો જેવું જેનું રૂપ હતું તેમાં ઈ આવ્યો!
આહા.... હા! ભગવાન આત્મા દર્શન-શાન એનું રૂપ, એની હયાતિ એ છે. એ બહારના રાગાદિના વિકલ્પના ભેદ પાડી, અને પોતાના આત્મતત્ત્વમાં એકત્વપણે આવ્યો! રાગ આદિમાં જતો તો એને બગડતું, “એકડે એક ને બગડ બે ઈ આત્મતત્ત્વ વસ્તુ છે એમાં એકત્વગતપણે, દર્શનશાનચારિત્રમાં સ્થિત ઈ એકત્વ! પુણ્યને દયા-દાના રાગમાં સ્થિત, એ તો બેપણું બગડવાપણું છે. ઈ કર્મમાં સ્થિત છે. કર્મના રસમાં-રાગમાં એ સ્થિત છે.
આત્મામાં દર્શન-જ્ઞાન જેનો રસ છે જેનો સ્વભાવ છે તેમાં તે સ્થિત નથી. આવી વાત છે!
આહા.... હા! “ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી “યુગપ અને એકત્વપૂર્વક જાણતો” એકસાથે આત્માને એકત્વપણે જાણતો અને સ્વ-સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે” જોયું?
જ્યારે એકત્વગતપણે વર્તે પ્રભુ આત્મામાં, ત્યારે તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી” જીવ દર્શનશાનચારિત્રમાં સ્થિત હોવાથી યુગપ અને એકત્વપૂર્વક જાણતો” એક સાથે પોતાને જાણતો અને સ્વસ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો, “જાણતો ને પરિણમતો' સમયનો અર્થ કરવો છે ને...! એકસમયે જાણે ને એકસમયે પરિણમે, એવી ચીજ હોય તે આત્મા છે. બીજીચીજ પરિણમે છે પણ જાણતી નથી. એટલે ખરેખર “સમય” એને કહીએ કે પોતે પોતાના સ્વરૂપને જાણતો પરિણમે અને પરિણમતો જાણે ! એ બેય એકહારે હોય એને આત્મા કહેવામાં આવે છે.
આહા.. હો નિશ્ચયચારિત્ર છે એ વ્યવહારચારિત્રથી પ્રાપ્ત થાય છે (શ્રોતાઃ) એ પહોંચાડે છે! (ઉત્તર) પહોંચાડે, એ કોલ આવ્યું તું ને....! (શ્રોતા ) વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર છે! (ઉત્તર) એમ છે નહીં. (વ્યવહાર) આવે છે. સ્વરૂપની-એકત્વગતની, દર્શનજ્ઞાનચારિત્રની સ્થિતિમાં અપૂર્ણ દશામાં વ્યવહારના એવા પંચમહાવ્રતના આદિ વિકલ્પો હોય છે પણ એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે એમ નહીં અને એમ ક્યાંય કહ્યું હોય તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. એનાથી થાય છે એમ કહેવા માટે નહીં.
આહા... હા! આંહી.... ક્યાંય કેટલે પહોંચવું એને!
આહા... “સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો” છે ને..? અહીં સમયનો અર્થ કર્યો, જાણવું ને પરિણમવું છે. પહેલો કર્યો તો ને...! “ય તિ' ધાતુ છે એનો ગમન અર્થપણ છે તેથી એકસાથે જ (યુગપટ્ટ) જાણવું તથા પરિણમન કરવું” એ અર્થ કર્યો તો ને...! એ પહેલાં અર્થ આવી ગયો. એનો સરવાળો લીધો આંહી.
આહા હા ! જાણતો.... જે સમયે પરિણમે છે તે સમયે તેને જાણતો! આહા... હા! અથવા જે સમયે જ્ઞાન થાય છે તે સમયે જ તેને જાણતો. આહા... હા! ગાથા ઓ તો પહેલી “બાર’ મુદ્દાની છે ને..! બહુ ટૂંકામાં.... એકદમ ભર્યું છે! પછી વિસ્તાર કરશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com