________________
૩૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ આહા ! એનાથી ભિન્ન પડતાં, સ્વરૂપમાં અભિન્નતા થતાં “પરથી વિભક્ત ને સ્વથી એકત્વ' ત્રીજીગાથામાં કહેશે. આહા.... હા ! સમજાણું કાંઈ....?
હવે આમાં દેવ-ગુરુ-શાસ્ત્રથી ય મળે એવું નથી એમ અહીં આવ્યું આંહી તો! કેમકે જે આ ગુણો છે ઈ એમાં નથી. અને એના ગુણો જે છે ઈ આમાં નથી. તો.. જ્યાં ગુણ છે ત્યાં જાય તો વસ્તુ મળે ! આ ગુણો ત્યાં નથી, એની પાસે.
(શ્રોતા ) ભલે એના ગુણો એની પાસે નથી પણ બતાવનાર તો જોઈએ ને?
(ઉત્તર) બતાવનાર જોઈએ પણ “જાણનારો જાણે” ત્યારે બતાવનારે બતાવ્યું એમ કહેવાય ને..! એ આ નળિયાં સોનાના થયા લ્યો! (લોકો ) સવારમાં નથી કહેતાં? કહેવતમાં કહે છે. સૂરજ ઊગી ગ્યોને ઓલો ઊઠે નહીં. ઓલા નળિયાં ધોળાં થઈ ગ્યા હોય ને સૂરજ ઊગ્યો' તો.. (શ્રોતા:) એ તડકો થયો હોય! (ઉત્તર) એ તડકો થયો તો નળિયાં સોનાના થયાં તો તે જુએ એને કે ન જુએ એને? ઓલાએ તો કહ્યું: એલા સોનાના નળિયાં થયાં હવે તો ઊઠ, ક્યાં સુધી સૂઈ રહીશ? એટલે શું? નળિયાં ઊજળાં થયાં સૂર્યના પ્રકાશથી પણ “જોનાર' ને ખબર પડે કે આંખ્યું (વીંચીને સૂતેલાને ખબર પડે ?)
ઓરડો એક હોય, બારણું એક હોય આહી ત્રણ ગોદડાં ઓઢયાં હોય, આંખ્યુંમાં ચીપડાં વળ્યાં હોય! હવે એને શીરીતે જોવું ઈ ? સમજાણું કાંઈ...?
આ બધા દાખલા છે, શાસ્ત્રમાં છે હો? એકે એક દાખલા.
એમ અનાદિથી મિથ્યાદર્શનજ્ઞાન અજ્ઞાનને (ભ્રમના) એમાં ચીપડાં તો પડ્યાં છે. અંદર, આંખ્યું તો બંધ છે. અને ઓરડો એક જ છે. બારણું ખુલ્લુ કરવાને-જવાને એની સામું તો જતો નથી તો નળિયાં ધોળા ક્યાંથી દેખાય એને આહા.... હા! એમ આ ભગવાન આત્મા અજ્ઞાનને રાગ-દ્વેષમાં ઊંઘે છે. એને એમ કહે કે આ ચૈતન્યપ્રકાશનું પૂર અંદર પડ્યું છે ને...! પણ બતાવનારે બતાવ્યું પણ જોનારેત્રપ જોયા વિના આસ્થા ક્યાંથી બેસે ?
એ ગુણનો તેજ છે, ચૈતન્યના પૂરનું તેજ છે પ્રભુ તો. આ સૂર્યના પ્રકાશના તેજને પોતાના તેની ખબર નથી (સૂર્યના) પ્રકાશની ખબર તો આ (આત્માના) પ્રકાશને ખબર છે ચૈતન્યપ્રકાશ જાણે છે કે આ જડનો પ્રકાશ છે. હું ચૈતન્ય પ્રકાશ છે.
આહા હા ! પણ એનું એને માહાભ્ય આવ્યું નથી ને..! આત્મા એટલે શું ને કેવડો, કેમ? અને એની દશા પૂરણ પ્રગટ થાય તે કેવી, કેવડી હોય? કોઈ દિ' સાંભળ્યું નથી, બેઠું નથી. નવરો નથી. બાવીસ બાવીસ કલાક ત્રેવીસ કલાક તો બાયડી, છોકરાં ધંધો ને પાપ-પાપ બધું! કલાક-બે કલાક મળે તો તેને મળી જાય એવા, રસ્તે ચડાવી ધે બીજે! જ્યાં છે ત્યાં જાય નહીં, નથી ત્યાં જશે કુદેવને.. એ પુણ્ય કરો, દાનકરો, વ્રતકરો. જે એમાં નથી આત્મા, અને એમાંથી પ્રગટે એવો નથી. એમાં ચડાવી દીધાં એને ! આહા...! ઝીણું તો પડે ભાઈ...!
આહા... હા! “ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી ' ભાષા દેખો ! ભાઈ... શ્રીમદ્વાપરે છે ને.. “ઉદય થાય ચારિત્રનો ઉદય નામ પ્રગટ. આહા. હા! અતિ કે વસ્તુ છે આત્મા! તો એની શક્તિ-કાંઈક સ્વભાવ છે કે નહીં. તો જેની વસ્તુસ્થિતિ એકરૂપે છે, પરના અભાવસ્વભાવસ્વરૂપ છે. એમ એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com